Abtak Media Google News

ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટથી શરૂ

મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 19575/19576 ઓખા-નાથદ્વારા એક્સપ્રેસને પુન:સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ  અભિનવ જેફ ના જણાવ્યા અનુસાર,  ”  ઓખા-નાથદ્વારા ટ્રેન (સાપ્તાહિક)ટ્રેન નંબર 19575 ઓખા – નાથદ્વારા એક્સપ્રેસ ઓખાથી દર બુધવારે સવારે 08:20 વાગે ઉપડશે, રાજકોટ તે જ દિવસે બપોરે 12.41 વાગે પહોંચશે અને બીજા દિવસે 06:30 વાગે નાથદ્વારા પહોંચશે. આ ટ્રેન 10મી ઓગસ્ટ, 2022થી આગળની સૂચના સુધી ચાલશે.

એ જ રીતે   નાથદ્વારા-ઓખા એક્સપ્રેસ દર ગુરુવારે રાત્રે 20:30 વાગે નાથદ્વારાથી ઉપડશે અને બીજા દિવસે રાજકોટ બપોરે 13:50 વાગ્યે અને ઓખા સાંજે 18:55 વાગે પહોંચશે. આ ટ્રેન 11 ઓગસ્ટ, 2022 થી આગળની સૂચના સુધી ચાલશે.

આ ટ્રેન દ્વારકા, ખંભાળિયા, જામનગર, હાપા, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર, અમદાવાદ, નડિયાદ, આણંદ, છાયાપુરી, દાહોદ, રતલામ, મંદસૌર, નીમચ, ચિત્તોડગઢ અને માવલી સ્ટેશન પર બંને દિશામાં ઉભી રહેશે.આ ટ્રેનમાં કુલ 23 કોચ હશે જેમાં 2 સેક્ધડ એસી, 6 થર્ડ એસી, 9 સેક્ધડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે.ઓખા-નાથદ્વાર એક્સપ્રેસમાં ટિકિટનું બુકિંગ 4 ઓગસ્ટ, 2022થી  પીઆરએસ કાઉન્ટર્સ અને  આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.