Abtak Media Google News

પશ્ચિમ રેલવે રાજકોટ મંડળ દ્વારા ઉત્કૃષ્ટ પરિયોજના અંતર્ગત અપગ્રેડ કરાયેલી પહેલી રેક ઓખા સ્ટેશનથી ગઈકાલે રવાના થઈ હતી. જેથી પ્રત્યેક ગૂરૂવારે ઓખાથી ઉપડનારી ઓખા-વારાણસી એકસપ્રેસ તથા આ ટ્રેનના પેરીંગ રેકથી દરેક સોમવારે ઓખાથી ઉપડનારી ઓખા જયપૂર એકસપ્રેસના મુસાફરો સુવિધાસભર મુસાફરીની સાથે અપગ્રેડેડ સુવિધાનો લાભ પણ લઈ શકશે આ સાથે જામનગર બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસને પણ ઉત્કૃષ્ટ રેકથી અપગ્રેડ કરવામાં આવી છે.

રાજકોટ સ્ટેશન પર મંડળ રેલ પ્રબંધકપી.બી. નિનાવે, એસ.એસ. યાદવ, એસ.ટી. રાઠોડ, રવિન્દ્ર શ્રી વાસ્તવ, રાકેશકુમાર પુરોહિત તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓએ આ નવા રેકનું અવલોકન કરી મુસાફરોની રાય લીધી હતી. નિનાવે એ જણાવ્યું હતુ કે ઉત્કૃષ્ટ રેકમાં સુવિધા તથા મુસાફરોની આરામદાયક સફર પર વધુ ધ્યાન અપાશે ટ્રેનનો નવો લુક મુસાફરોને અત્યંત પસંદ આવ્યો છે. ટ્રેનમાં એન્ટ્રી ગેઈટ પર સુચના પોસ્ટર, કોચની અંદર વિરાસત તથા પ્રાકૃતિક દ્રશ્યોના ચિત્રો હતા.

ઓખા વારાણસી એકસપ્રેસનું આ ‘ઉત્કૃષ્ટરેક’ રાજકોટ મંડળમાં પહેલુ અપ્રેડેડ રેક છે. અને પશ્ચિમ રેલવેનું ૧૨મું રેક છે.પી.બી. નિનાવેએ જણાવ્યું છે કે રાજકોટ દિલ્હી સરાઈ રોહિલા એકસપ્રેસ, ઓખા તુતીકોરીન એકસપ્રેસ તથા રાજકોટ રેવા એકસપ્રેસને પણ આ વર્ષે અપગ્રેડેડ કરવાનો પ્લાન ઘડાયો છે.

અપગ્રેડેડ રેકની વિશેષતાઓ

કોચમાં વધુ પ્રકાશ માટે એલઈડી લાઈટ લગાડાઈ છે.

ટોઈલેટમાં દુર્ગંધ ઓછી કરવા અનુઠી વેન્ટિલેશન પ્રણાલી

દરેક ડબ્બામાં વેસ્ટર્ન ટોઈલેટ અને સારી કવોલીટીના સીટ કવર

રાતમાં ચમકતા રૈંકટ્રો રીફલેકટીવ ડેસ્ટિનેશન બોર્ડ તથા કોચ નંબર પ્લેટ

રાત્રીનાં આસાનીથી સીટ શોધવા પેસેજ એરિયામાં ચમકતા સીટ નંબર ઈન્ડીકેશન યાત્રિકોની સુવિધા માટે મજબૂત એસ.એસ. લેડર લગાડવામાં આવ્યા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.