Abtak Media Google News

પ્રતિ સેક્નડ 4 વાહનો વહેંચવામાં આવી રહ્યાં છે

સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ ઓલાએ ઇલેક્ટ્રિક વાહનો બનાવવાના શરૂ કર્યા છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે ઓલા એક જ દિવસમાં 600 કરોડ રૂપિયાના ઇલેક્ટ્રિક વાહનો વેચ્યા છે . પ્રાપ્ત માહિતી મુજબ એસ વન સ્કૂટર પ્રતિ સેક્ધડ 4 યુનિટો વહેચવામાં આવી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

દિનપ્રતિદિન ઇલેક્ટ્રિક વાહનો નું વેચાણ વધી રહ્યું છે ત્યારે ઓલા દ્વારા જ1  મોડલના વાહનો વેચવામાં આવી રહ્યા છે તેનું પ્રમાણ આવનારા સમયમાં પણ વધી શકે છે. હાલ કંપની દ્વારા એસવન અને એસ વન પ્રો મોડલ બહાર પાડવામાં આવ્યા છે .ત્યારે એક જ દિવસમાં 600 કરોડ રૂપિયાનું જંગી વેચાણ થતા ઇલેક્ટ્રિક વાહન ખરીદનાર લોકોમાં ઉત્સાહ પણ વધ્યો છે.

ઓલા કંપનીના કો-ફાઉન્ડર ભાવિષ અગરવાલે જણાવ્યું હતું કે ભારતમાં હાલ ટુવિલર ઇલેક્ટ્રિક વાહનો માટેની બજાજ ખુબ જ તારી રીતે ચાલી રહી છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રિક વાહનો ની માંગ માં વધારો થયો છે આવનારા સમયમાં આ આંકડો વધે તો નવાઈ નહીં.

ઈલેક્ટ્રીક વાહનોમાં નવા ઇનોવેશન પણ આવું છે જે ઇલેક્ટ્રિક વાહન ની ખરીદીમાં વધારો લાવશે. અંતમાં કંપનીના કો-ફાઉન્ડર એ જણાવતા કહ્યું હતું કે જે લોકો ઓલા ના ઇલેક્ટ્રિક વાહન ખરીદવા માંગતા હશે તેઓ એ કંપનીની વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.