Abtak Media Google News

બધા વૃધ્ધાશ્રમોમાં 40થી વધુનું વેઈટીંગ લીસ્ટ છે ત્યારે બીજા રાજયોમાંથી પણ આ વૃધ્ધાશ્રમોમાં વૃધ્ધો આવી રહ્યા છે

રેનબસેરામાં પણ 40 થી 50 જેટલા રખડતા ભટકતા લોકો આવન-જાવન કરે છે

સંસાર યાત્રામાં સંતાનોના આગમને મા-બાપની ખુશી ચોમેર દિશાએ પ્રસરી જાય છે. પણ સમય જતા સંતાનો મોટા થાયને પરણ્યાબાદ મા-બાપ ગમતાં ન હોવાથી વૃધ્ધાશ્રમમાં ધકેલી દેવાય છે. વૃધ્ધાશ્રમ સમાજ માટે શરમ કહેવાય પણ આજના દિવસે કોરોના કાળમાં વૃધ્ધાશ્રમો પણ નહાઉસફૂલથ થઈ ગયા છે.

રાજકોટમાં દિકરાનું ઘર-રમણીક કુંવરબા વૃધ્ધાશ્રમ- સદભાવના ના ત્રણ યુનીટ સાથે રતનપરમા એક વૃધ્ધાશ્રમ આવેલ છે. કાલાવડ રોડ ઉપર અંધ-અપંગ વૃધ્ધાશ્રમ આવેલ છે. આ બધા વૃધ્ધાશ્રમોમાં કોરોના કાળબાદ સતત પ્રવેશ માટેની પુછપરછ ચાલુ થઈ જતા સંખ્યા ઉત્તરોતર વધતી જોવા મળે છે.

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ ચલાવતા સંચાલક મુકેશ દોશીએ અબતક સાથેની વાતચિતમાં જણાવ્યું કે હાલ અમારે ત્યાં 60ની સંખ્યા છે અને બીજા 47 વૃધ્ધો પ્રવેશ માટેનું વેઈટીંગ છે. અમો બીજા રાજયોનાં વૃધ્ધોને પ્રવેશ આપતા નથી. સ્થાનિકો અને આસપાસનાને ટોપ પ્રાયોરીટી આપીએ છીએ.

સદ્ભાવના વૃધ્ધાશ્રમ ચલાવતા વિજયભાઈ ડોબરીયાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવેલ કે અમારા ત્રણ યુનિટોમાં 300થી વધુ પુરૂષ-સ્ત્રી હાલ વૃધ્ધાશ્રમોમાં છે. અમારા વૃધ્ધાશ્રમમાં નિયમોને આધીન આજે પણ પ્રવેશ ચાલુ જ છે.

વાત્સલ્ય ટ્રસ્ટના જયદિપભાઈ કાચા જેઓ રેનબસેરા ચલાવી રહ્યા છે. તેમણે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે રખડતા-ભટકતા 40 થી 50 લોકો અમારા બસેરામાં આવન-જાવન કરતા હોય છે. રાજકોટમાં કુલ 6 રેનબસેરા ચાલે છે. જેમાં ભોમેશ્ર્વર ચોક, હોસ્પિટલ ચોક, મરચાપીઠ પાસે, આજી ઈન્ડ. એરીયા તથા આજી ડેમ ચોકડી ખાતે આવેલા છે. જે લોકો ઘરબાર વગરનાં એકલા હોય ને રખડતા હોય તે લોકો આ રેનબસેરામાં રાતવાસો કરતા હોય છે.

કોરોનાકાળમાં અને આજે પણ એવરેજ 8 થી 10 ફોન વૃધ્ધાશ્રમનાં પ્રવેશ માટે ઈન્કવાયરી કરતા આવે છે. તેવી વાત સંચાલકોએ કરી હતી. આજે સમાજમાં નિરાધાર-આજીવન લગ્ન ન કર્યા હોય. એક દિકરી વાળા-ફેમીલી મોટુ થાય ને મકાન નાનુ હોય-દિકરા હોવા છતાં કજીયા-કંકાશને કારણે આગળ પાછળ કોઈના હોય જેવા વિવિધ કારણોને લીધે વૃધ્ધો સિનિયરો વૃધ્ધાશ્રમમાં આવતા જોવા મળી રહ્યા છે.

રાજકોટના વૃધ્ધાશ્રમો

  • દિકરાનું ઘર
  • રમણિક કુંવરબા વૃધ્ધાશ્રમો
  • સદ્ભાવના ટ્રસ્ટના ત્રણ વૃધ્ધાશ્રમો
  • અંધ-અપંગ વૃધ્ધાશ્રમ
  • રતનપર ખાતેનું વૃધ્ધાશ્રમ

આ કારણે આવે છે,વૃધ્ધો વૃધ્ધાશ્રમમા!

  • નિરાધાર
  • આજીવન લગ્નના કર્યા હોય
  • ફેમીલી મોટુ થતા મકાન નાનું હોય
  • નિસંતાન દંપતીઓ
  • એકલા રહેતા હોય
  • આગળ-પાછળ કોઈ હોય નહીં
  • સંતાનમાં માત્ર એક દિકરી જ હોય
  • દિકરાઓ સાથેના ઝગડાને કારણે
  • માંદગી કે પથારી વશ હોવાથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.