Abtak Media Google News

ઘર અને બાઇક તોડફોડ કરનાર છ શખ્સો સામ નોંધાતો ગુનો: ત્રણ ઘાયલ

લીંબડીના જાંબુ ગામે અદાવતમાં મારમારી થઇ હતી. મકાન અને બાઇકમાં તોડફોડ કરી હતી. આ ઘટનામાં ત્રણ વ્યકિતને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ મામલે પોલીસે છ વ્યકિત સામે ફરિયાદ નોંધી હતી.

લીંબડી તાલુકાના જાંબુ ગામે રહેતા વિરજીભાઈ લાલજીભાઈ ચાવડાએ પાણશીણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ કે ઘરની બાજુ ચોકમાં બાકડા ઉપર પુત્ર સંજય ચાવડા બેઠો હતો ત્યારે કાંતી ખાનાભાઈ ચાવડા આવીને  કાંતિભઈએ  સંજયને અપશબ્દો બોલવા લાગ્યા હતા. આ બનાવ અંગે કાંતિ ખાનાભાઈ ચાવડા, પરમ ખાનાભાઈ ચાવડા, મેહુલ કાંતિ ચાવડા, મહેશ કાંતિ ચાવડા, કિરણ કાંતિ ચાવડા, ઉષા કાંતિ ચાવડા ઘરની દિવાલ કૂદીને ઘરમાં ઘૂસી ગયા હતા અને મને દંપતી અને તેના પુત્ર ઉપર લાકડી, લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો.ઘરમાં ઘર વખરી તથાં બાઈકને લોખંડનો પાઈપ વડે તોડફોડ કરીને નુકસાન કર્યું હતું. 108 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે લીંબડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલો કરનાર છ વ્યક્તિઓ વિરુદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.