ઓલ્ડ ગોલ્ડ કલાસિક ગીતો..‘બરસાત’ જેવી અનેક ફિલ્મોને તેના સુંદર ગીતોથી જ સફળતા મળી

1950 થી 1970 ના બે દાયકા જાુની ફિલ્મોનો સુવર્ણ યુગ ગણાયો છે: એક ફિલ્મમાં સાત-આઠ ગીતો હોય અને પ્રેક્ષકો ગીતમાં ઝુમી ઉઠતાં ને પૈસા પણ ઉડાડતા હતા

વિતેલા વર્ષોની કલાસિક ફિલ્મો આજે નવારંગ રૂપ સાથે કલરમાં નવી પેઢી સામે પેશ થાય છે : રાજકપૂરની લગભગ દરેક ફિલ્મના ગીતો ખુબ જ સફળ થયા હતા : ફિલ્મના ટાઇટલ સોગનો જમાનો હતો

જુના ગીતોને જાુની ફિલ્મો સદા એવરગ્રીન હતીને રહેશે. ભારતીય ફિલ્મોમાં જેટલી મહેનત તેની સ્ટોરી પર કરાય તેટલી જ મહેનત તેના  ગીતો પર કરાય છે. ગીત-સંગીત ને ગીતોને કારણે બોલીવુડની ઘણી સુપરહીટ પુરવાર થયા હોય, ‘બરસાત’ જેવી ઘણી ફિલ્મો માત્ર તેના સુંદર ગીતોને કારણે સુપરહીટ થઇ હોય.

બોલીવુડમાં ફિલ્મોના ગીતોનું મહત્વ હોય છે. શૈલેન્દ્ર હસરત જયપૂરીના શબ્દોમાં શંકર જયકિશનનું સંગીત ઉમેરાય એટલે ગીતોને ચાર ચાંદ લાગી જાય, મુકેશ, લતા, રફીના ગીતો આજે પણ યુવા વર્ગ સાંભળે છે. ગોલ્ડન એરા કલાસિક ફિલ્મોનો યુગ 1950 થી 1970 રહ્યો. આ બે દશકામાં બ્લેક એન્ડ વ્હાઇટ અને કલર ફિલ્મોમાં સુંદર ગીતો આજે પણ કર્ણ પ્રિય લાગે છે. હવે તો આ ર1મી સદીમાં આ કલાસિક ફિલ્મો નવા રંગ રૂપ સાથે કલરમાં ફરી રીલીઝ કરતાં દર્શકો જોવા ફરી ઉમટી પડયા હતા. હમ દોં નો, મુગલ એ આઝામ, નયા દૌર, ગુમરાહ જેવી ઘણી ફિલ્મો કલર વર્ઝનમા આવતા યુવા વર્ગ જોવા પ્રેરાયો હતો.

જાુના જમાનાની ફિલ્મોમાં ટાઇટલ સોંગ આવતા ને શરુના સુંદર  આલાપ, સંગીત વાગે ત્યાં જ લોકો સાથે ગાવા લાગતા તેવા મીઠડાં ગીતો હતાં. સામાન્ય રીતે અઢીથી પ મિનીટના ગીતો આવતા. બોલીવુડનું સૌથી મોટું ગીત ‘હમ સાથ સાથ હૈ’ ફિલ્મમાં 1ર મીનીટ અને 1ર સેક્ધડનું હતું જેમાં પાંચ ગાયક કલાકારોનો સ્વર હતો. ગાઇડ ફિલ્મમાં ‘પિયા તોસે નૈના લાગે રે’ 8 મીનીટ અને ર8 સેક્ધડનું હતું. જે એ જમાનામાં સૌથી મોટું ગીત હતું. રાજશ્રી પ્રોડકશનની ફિલ્મો મ્યુઝિકલ હોવાને કારણે તેના ગીતો હીટ નિવડતા ‘દોસ્તીક’ ફિલ્મના રફી સાહેબના ગીતો આજે પણ સદા બહાર છે.

પાકીઝા ફિલ્મમાં ઘણા ગીતો હતા પણ ફિલ્મની લંબાઇ વધી જતા ઘણા ગીતો કટ કર્યા હતા. તેના બેનમૂન ગીતો, સંગીત આજે પણ આપણને સાંભળવું ગમે છે. બોલીવુડની એક માત્ર ગાયિકા લત્તાજીએ લગભગ બધા જ જાુના અને નવા ગાયકો સાથે ગીત ગાયને વર્લ્ડ રેકર્ડ કર્યો છે. લત્તા, આશા બન્ને બહેનોએ છેલ્લા 70 વર્ષથી રાજ કરતા આવ્યા છે. સુંદર ગીતોના ખરો યુગ 1960 થી 1970 ના અંત સુધી પણ ગણાય છે. જો કે 1950 થી 1960 ના દશકામાં પણ ઘણી રોમેન્ટીક અને કલાસિક ફિલ્મો તેના સુંદર ગીતો થકી અમર થઇ ગઇ હતી.

જાુના શ્રેષ્ઠ ગીતછમાં ગીતા દત્ત, લતા, આશા, સુધા મલ્હોત્રા, સુમન કલ્યાણપુર, મોહમંદ રફી, તલક મહેમુદ, કિશોરકુમાર, મુકેશ, મહેન્દ્ર કપુર, મન્નાડે, હેમંતકુમાર જેવછા અનેક ગાયકો પોતાના સુંદર ગીતોને કારણે જાુની ફિલ્મોને હીટ બનાવી. ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ ‘દિલ ભી તેરે હમ ભી તેરે’ ના રફી સાહેબના શ્રેષ્ઠ ગીતો આજે પણ સાંભળવા ગમે છે જેમ કે ‘મુજ કો ઇસ રાત કી તન્હાઇ મેં આવા જ ન દો’

રાજકૂપરની આહ, આવારા, શ્રી 4ર0 ને બરસાત શ્ર્વેત શ્યામ ફિલ્મો હોવા છતાં તેના સુંદર ગીતો આજે પણ રીમીકસ થઇને સાંભળવા મળે છે. માસ્ટર ભગવાનની ફિલ્મ ‘અબબેલા’ માં શોલા જો ભડકે, દિલ મેરા ધડકે, એ જમાનાનો પહેલો ડિસ્કો ડાન્સ સાથે ના પ્રયોગ હતો. એ જમાનાની ફિલ્મોમાં સમુહમાં નૃત્ય હોયને અભિનેત્રી ગીત ગાતી હોય તેવા ફિલ્માંકન વધુ હતા.

આ ઉપરાંત નાગીન, ખામોશી, તેરે ઘર કે સામને, આરપાસ, સી.આઇ.ડી., ફાગુન, બિસ સાલ બાદ, દેખ કબીરા રોપા, બંદીની, દો બીખા જમીન, જબ પ્યાર કિસીસે હોતા હે, એક મુસાફીર એક હસીના, સુજાતા જેવી ઘણી બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મો તેના ગીતો વડે આજે પણ ઓળખાય છે. કલર નો યુગ આવતા લવ ઇન ટોકયો, જીદી, એમ ઇવનીંગ ઇન પેરીસ, જંગલી કાશ્મીર કી કલી, દોબદન, આદમી, તિસરી મંજીલ, આવો પ્યાર કરે, નાઇટ ઇન લંડન, દોકલીર્યા, રાજકુમાર, મેરે સનમ, હમસાયા, આશિક, કિસ્મત જેવા ઘણી કલર ફિલ્મો પણ તેના શ્રેષ્ઠ ગીતો વડે ત્યારે અને અત્યારે પણ જાણીતી છે. ‘ફર્જ’ ફિલ્મમાં ગીતોથી યુવા વર્ગ બહુ જ પ્રભાવિત થયો હતો. દારાસિંહની ફિલ્મ ‘લુટેરા’ ના ગીતો પણ ખુબ જ પ્રસિઘ્ધ થયા હતા. ગીતો આધારીત એક ઐતિહાસિક પાત્રો વાળી ‘આમ્રપાલી’ના સુંદર ગીતો હતા.

ધર્મેન્દ્ર, મનોજકુમાર, શમ્મીકપુર, વિશ્ર્વજીત, શશીકપૂર, પ્રદિપકુમાર, દિલિપકુમાર, રાજકપૂર, સંજય, ફિરોઝખાન, રાજેન્દ્રકુમાર, કિશોરકુમાર, જોય મુખરજી, દેવાનંદ, રાજકુમાર વિગેરે કલાકારો ઉપર ફિલ્મોકન થયેલા રફી, મુકેશ જેવા ગાયકોના ગીતો સાંભળતા જ કલાકારોનો ચહેરો યાદ આવી જાય તેટલું મેચીંગ, ટયુનીંગ એ ગાયકોનું હતું. રાજેન્દ્રકુમાર માટે રફીસાહેબ ગાય ત્યારે આપણને સાંભળતા જ ખ્યાલ આવે કે આવે રાજેન્દ્રકુમાર માટે ગાયેલું છે. તીસરી મંઝીલ ભલે થ્રીલર ફિલ્મ હતી પણ તેના સુંદર ગીતો વડે મ્યુઝિકલ ફિલ્મ બની ગઇ હતી. એ જમાનાની પારિવારિક કે રોમેન્ટીક ફિલ્મો હોય પણ તેના ગીતો તો એવર ગ્રીન હતા. ‘બેટી બેટે’, જેવી કરૂણ ફિલ્મના ગીતો પણ આજે જાણીતા જ છે. ‘ભાભી’ ફિલ્મનું ‘ચલ ઉડજા રે પંછી’ આજે પણ લોકો સાંભળે છે. એવી જ રીતે ‘નિલકમલ’ ફિલ્મનું ‘બાબુલ કી દુવાએ લેતીજા’ આજે જયાં દીકરીના લગ્ન હોય ત્યાં અચુક વિદાય વખતે સાંભળવા મળે છે.

ધર્મેન્દ્રની પ્રથમ ફિલ્મ ‘શોલા ઔર શબનમ’ ના સુંદર ગીતની પંકિત……

“જીત હી લેંગે બાજી હમ તુમ, ખેલ અધૂરા છૂટેના,

પ્યાર કા બંધન… જન્મકા બંધન તૂટે ના”

માત્ર ગીતો સાંભળવા જ ફિલ્મો જોવા જતાં !!

જૂના ફિલ્મ ગીતોની મધુરતા અને કર્ણપ્રિય અવાજને કારણે જાુના જમાનામાં માત્ર ગીતો સાંભળવા પ્રેક્ષકો ફિલ્મ જોવા જતા હતા. ફિલ્મની સિચ્યુએશન પ્રમાણે ગીતકારો ગીત લખતા અને સંગીતકારો કર્ણપ્રિય સંગીતથી મઢી દેતા હોવાથી આજે પણ આ ગીતો આપણને સાંભળવા ગમે છે. વિશ્ર્વજીત, પ્રદિપકુમાર, રાજેન્દ્રકુમાર અને જોય મુર્ખજી જેવા કેટલાય નામી, અનામી કલાકારો તેના સમુધુર ગીતોને કારણે સફળ થયા હતા. રફી, આશા, લતા, કિશોરકુમાર, મન્નાડે, મુકેશ, તલત મહેમુદ, મહેન્દ્ર કપુર જેવા ગાયકોના મધૂર અવા જ ગીતોને ચાર ચાંદ લગાવી દેતા હતા.

બોલીવુડ ફિલ્મનું સૌથી મોટું ગીત 1ર મિનિટ અને અગિયાર સેકન્ડનું

જાુના કે અત્યારના ફિલ્મી ગીતો સામાન્ય રીતે અઢીથી પાંચ મિનીટના હોય છે પણ સૌથી મોટું ગીત ફિલ્મ ‘હમ સાથ સાથ હૈ’ માં 1ર મિનીટ અને 11 સેક્ધડનું હતું. આ ઉપરાંત ગાઇડ ફિલ્મમાં ‘પિયા તો સે નૈ ના લાગે રે’ પણ 8 મિનિટ અને ર8 સેક્ધડનું હતું. રાજશ્રી પ્રોડકશનની ફિલ્મો તેના સુંદર ગીતો વડે જ હીટ થઇ જતી હતી, જેનુ ઉદાહર ‘દોસ્તી’ ફિલ્મ છે.

આફિલ્મો તેના ગીતોને કારણે જ હીટ થઇ !!

 •  બરસાત
 •  તાજમહલ
 •  વહ કૌનથી
 • યે રાત ફિર નહી આયેગી
 •  મેરા નામ જોકર
 •  પાકીઝા
 • હમ દોનો
 •  બે દર્દ જમાના કયાજાને
 • નયા દૌર
 •  ગુમરાહ
 •  હમરાઝ
 •  બીસ સાલ બાદ
 •  ફિર વહી દીલ લાયા હું
 •  ભીગી રાત
 •  દિલ એક મંદિર