Abtak Media Google News

દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાતા જગતના તાતે જીવન ટુંકાવી લીધું

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોના કપાસ તલ જેવા ઉભા પાકો બળવા લાગ્યા છે કારણકે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક તાલુકાઓમાં વરસાદ આધારીત ખેતી ખેડૂતો દ્વારા કરવામાં આવી રહી છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે દુષ્કાળની પરિસ્થિતિ સર્જાઈ જવા પામી છે.આ ચોક્કસ સમયે વરસાદ ખાબકયો છે પછી વરસાદે જાણે વિરામ લઇ લીધો હોય તેવું લાગી રહ્યું છે 54 ટકા વરસાદની ખાધ સાથે ખેડૂતોના ઉભા પાકો ખેતરમાં પડી રહ્યા છે જેને લઈને હાલમાં ખેડૂતોના જીવ પણ તાળવે ચોંટી  ગયા છે.

મુળી તાલુકાનાં ગઢાદ ગામે રહેતા ખેડૂત ગુમાનસિહ દોલુભા પરમાર ઉ.વ.52 એ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી તેઓ ને તાત્કાલિક સારવાર માટે મુળી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતાં ત્યાં હાજર ડોક્ટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યાં હતાં અને કુટુંબીજનો માં રોકકળ સાથે ગમગિની છવાઈ ગ્ઈ હતી હાલ નાં વર્ષ માં વરસાદ ખેંચાતા ખેડૂતો ની અતિ દયનીય સ્થિતિ ઊભી થઈ છે ત્યારે ખેડૂતો એ વાવણી કરી તમામ નાણાં ખેતીમાં ખર્ચી નાખેલ હોય અને વરસાદ ખેંચાતા દુષ્કાળના ડાકલા વાગવા લાગ્યા છે ત્યારે ખેડૂતો ને કોઈ આરો રહેલ નથી તેવી સ્થિતિ સર્જાઈ છે ત્યારે ખેડૂતો હીંમત હારી ને અંતીમ પગલું ભરતાં હોય છે મૃતક ને વીસ વિઘા જમીનમાં ખેતી કરી ગુજરાન ચલાવતા હતા સતત આર્થિક સંકડામણ અનુભવતા અંતીમ પગલું ભર્યું હતું આ બનાવ થી ગઢાદ ગામે ગમગીની છવાઈ ગઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાયો છે જેને લઈને ખેડૂતોના જીવ હાલમાં તાળવે ચોંટી જવા પામ્યા છે મોંઘા બિયારણો તથા ખાતરોનો મોંઘી દવાઓ અને ડીઝલ પેટ્રોલના ભાવ આસમાને હોય તેને લઇને ખેડૂતોએ લાખો રૂપિયાના ખર્ચો કરી અને પોતાના ખેતરોમાં વાવેતર કર્યું છે પરંતુ વરસાદ ખેંચાતા આ વાવેતર નિષ્ફળ જવાની પરિસ્થિતિ સર્જાઈ ગઈ છે  દુષ્કાળ જન્ય પરિસ્થિતિમાં જો સરકાર ખેડૂતોને વાહરે નહીં આવે તો આગામી દિવસોમાં દેણામાં આવી ગયેલા અનેક ખેડૂતો આત્મહત્યા કરી લેશે તેવા સંજોગો હાલમાં સર્જાયા છે.

ગઇકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ગઢદ ગામના ખેડૂતે આર્થિક સંકડામણમાં આવી જતાં પોતાની જિંદગીની મોહ માયા સંકેલી લીધી છે ત્યારે ઉલ્લેખનીય છે કે મળતી વિગત અનુસાર કાલે રાત્રી દરમ્યાન ખેડૂત દ્વારા આત્મહત્યા કરી લેવામાં આવી છે મૂળી તાલુકાના ગઢાદ ગામે રહેતા ગુમાનસિંહ દોલુભા પરમારે પોતે 20 વીઘા જમીન પર આવી રહ્યા હતા અને આ તમામ જમીન વરસાદ આધારીત ખેતી ની હોવાના કારણે આ વર્ષે વરસાદની ખાધ અનુભવાતા આ ખેડૂત દેણા માં આવી જવા પામ્યા હતા અને આર્થિક સંકડામણમાં આવી જતા તેમણે આત્મહત્યા કરી લીધી હોવાનું તેમના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.