સોમનાથ સરોવરનું નિર્માણ કરાશે: મંત્રી જશાભાઇ બારડ

somnath | somnath temple
somnath | somnath temple

વેરાવળ-સોમનાથ રોડનું રૂ.૪.૬૦ કરોડના ખર્ચે રિસરફેસીંગ કામનું ખાતમુહુર્ત

પાણી – પુરવઠા અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જશાભાઇ બારડનાં હસ્તે રૂ. ૪.૬૦ કરોડનાં ખર્ચે વેરાવળ-સોમના રોડનાં રીસરફેસીંગ કામનું ખાતમુહુર્ત કરાયું હતું. હિન્દુસ્તાન પેટ્રોલપંપની સામે ભીડીયા સર્કલ પાસે વેરાવળ બાયપાસી સોમના સંખ સર્કલ સુધીનાં ૯.૫ કિ.મી.ની લંબાઇ ધરાવતા રાજ્ય ધોરીમાર્ગનાં કામનું મહાનુભવોનાં હસ્તે ખાતમુહુર્ત વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ટુંકા ગાળાનાં સમયમાં જ વેરાવળ-સોમના નો રોડ બનાવવાં રાજ્ય સરકારે મંજૂરી આપી આજે તે કામનું ખાતમુહુર્ત કરાયું છે. આ રોડની કામગીરી વેગવંતી બનાવી ટુંક સમયમાં જ  પૂર્ણ કરવામાં આવશે.  વેરાવળ-સોમનાનાં વિકાસ માટે રાજ્ય સરકાર હંમેશા કટીબધ્ધ રહી છે અને કરોડો રૂપિયાનાં ખર્ચે વિકાસનાં કામો હા ધરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં સોમના સરોવરનું પણ નિર્માણ કરવામાં આવશે. તેમજ વેરાવળમાં સૈનિક સ્કુલ અને છાત્રાલયનું પણ નિર્માણ કરવામાં આવશે.વેરાવળ-પાટણની જનતા માટે ૯.૫ કિ.મી. નાં મુખ્ય રસ્તાની લંબાઇમાં જી.યુ.ડી.સી. દ્વારા પાણીની તેમજ ભુગર્ભ ગટરની પાઇપ લાઇન નાખવામાં આવેલ તે લંબાઇમાં મજબુત રસ્તાનાં નિર્માણ માટે ટ્રેન્ચ ખોદી તેમાં રેતી, ડબલ્યુ.બી.એમ, સરફેસ ડ્રેસીંગ તેમજ ૭૫ મી.મી. બી.યુ.એસ.જી. કરી રસ્તાની પુરેપુરી પહોળાઇમાં ૫૦ મી.મી. એસ.ડી.બી.સી. તેમજ આસ્ફાલ્ટ પેઇન્ટીંગ કરવાની જોગવાઇ છે.

આ તકે સાસંદ ચુનીભાઇ ગોહેલ, પ્રવાસન નિગમનાં ડિરેકટર ઝવેરીભાઇ ઠકરાર, સોમના ટ્રસ્ટનાં ઇન્ચાર્જ જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, નગરપાલિકાનાં ઉપપ્રમુખ જયદેવભાઇ જાની, કાર્યપાલક ઇજનેર પટેલ, અગ્રણી પ્રવિણભાઇ રૂપારેલીયા, સરમણભાઇ સોલંકી, કિશોરભાઇ કુહાડા, ઉદયભાઇ શાહ, લખમભાઇ ભેંસલા, તુલસીભાઇ ગોહેલ, હમીરભાઇ બારડ તા મોટી સંખ્યામાં લોકો ઉપસ્તિ રહ્યા હતા.