Abtak Media Google News

પત્ની રિસામણે જતી રહી હોવાથી મગજ ભમતા સરાજાહેર પેટ્રોલ છાંટી આગ ચાંપી

અબતક,રાજકોટ

રાજકોટમાં મોરબી રોડ પર આવેલ રૂખડિયા મફતિયા પરામાં રહેતા અને મજૂરી કામ કરતા યુવકે ગઈકાલે સાંજના સમયે મોરબી રોડ ઉપર સરાજાહેર પોતાને પેટ્રોલ છાંટી આગ છાપી આપઘાત નો પ્રયાસ કરતા તેને તત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બનાવવાની જાણ પોલીસને થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જાય વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બનાવવા અંગેની મળતી વિગતો અનુસાર રૂખડિયા મફતિયા પરામાં રહેતા રસિકભાઈ જેન્તીભાઈ ધામેચા નામના 28 વર્ષીય યુવાને ગઈકાલ સાંજના સમયે મોરબી રોડ ઉપર પોતાને પેટ્રોલ સાથે આગ છાપી આપઘાત નો પ્રયાસ કર્યો હતો બનાવની જાણ પોલીસને તથા પોલીસે તેને સિવિલ હોસ્પિટલ એસ સારવાર માટે ખસેડી પ્રાથમિક પૂછતા જ કરતા જાણવા મળ્યું હતું કે તેની પત્ની થોડા સમય પહેલા રિસામણે જતી રહી હોવાથી તેથી ગઈકાલે તેનો મગજ ભમતો હોવાથી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. હર પોલીસે તેનું નિવેદન નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.