પહેલી ઓકટોબરે વડાપ્રધાન સ્વચ્છ ભારત મિશન 2.0નો પ્રારંભ કરાવશે

સ્વચ્છતા અભિયાનમાં કચરા અને ઉકરડા મુક્ત સમાજ દેશનો સંકલ્પ પૂર્ણ કરવા લક્ષ્ય

સ્વચ્છતામાં જ પ્રભુતા… સ્વચ્છતા હોય ત્યાં જ પ્રભુનો વાસ હોય અને જ્યાં પ્રભુનો વાસ હોય ત્યાં કોઈપણ પ્રકારના દુ:ખ ન હોય. જીવનમાં સુખની ચાવી સત્તામાં રહેલી છે આથી જ ધર્મમાં પણ પવિત્રતા નું મહત્વ રહી છે પવિત્રતાનો પ્રથમ આધાર સ્વચ્છતા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સ્વચ્છ ભારત અભિયાન દ્વારા સમગ્ર વિશ્વને સ્વચ્છતાનો સંદેશો આપ્યો છે સ્વચ્છ ભારત અભિયાનના પ્રથમ તબક્કાની સફળતા બાદ પેલી ઓક્ટોબરથી દેશમાં બીજા તબક્કાના સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે.

કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન બે નુ લક્ષ્ય જાહેરમાં કચરા અને કાદવ સંપૂર્ણપણે દૂર થાય તે જ રહ્યું છે દુર્ગાશંકર મિશ્રાએ જણાવ્યું હતું કે સ્વચ્છ ભારત મિશન સમગ્ર દેશમાં પારદર્શક રીતે ચલાવવામાં આવશે પહેલી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છ ભારત મિશન શહેરી વિસ્તાર નોંધ કરશે છેલ્લા સાત વર્ષથી શરૂ થયેલી સ્વચ્છ ભારત અભિયાનની ફલશ્રુતિ હવે દેખાઈ રહી છે.

બીજી યોજનાના ભાગરૂપે અટલ મિશન ના રૂપમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છ પાણી દરેક ઘરમાં પહોંચાડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે અમૃત 2 જનજીવન અભિયાન નો પ્રારંભ પણ પહેલી ઓક્ટોબરથી થશે 5 મી ઓક્ટોબર ના રોજ આઝાદીકા અમૃત મહોત્સવ દિલ્હીમાં યોજાશે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ દિવસ સુધી આઝાદીના સો વર્ષની ઉજવણી અલગ અલગ કાર્યક્રમો દ્વારા કરવામાં આવશે.