Abtak Media Google News

પ્રિન્સ-પ્રિન્સેસ અને વેલડ્રેસના વિજેતાઓ માટે લાખેણા ઈનામોની વણઝાર

સમસ્ત મોચી સમાજ દ્વારા તા.૨૦ને શનિવારના રોજ સાંજના ૭ વાગ્યે જ્ઞાતિના સમૂહ રાસોત્સવનું રોયલ રજવાડી રાસોત્સવ ગ્રાઉન્ડ નાના મૌવા મેઈન રોડ, સીઝન્સ ૩ હોટલની ખાતે જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. આ રાસોત્સવમાં પધારવા અમિતભાઈ વાળા, નિલેશભાઈ વાઘેલા, જયદીપભાઈ જેઠવા, ભરતભાઈ પરમાર, સંજયભાઈ પરમાર, રાજેશભાઈ જેઠવા, વિપુલભાઈ વાઢીયા, હિતેષભાઈ ચુડાસમા, સુમંતભાઈ વાળા તથા મનસુખભાઈ એમ.પરમાર દ્વારા રાસોત્સવમાં પધારવા પૂર્વકનું પ્રેમ ભર્યું આત્મીય આમંત્રણ પાઠવ્યું હતુ.

અબતકની મુલાકાતે આવેલા આગેવાને જણાવ્યું હતુ કે મોચી સમાજ રાજકોટ તરફથી પહેલી વખત આયોજન કરવામાં આવ્યું છે.

આ તકે રાજકોટના પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા મેયર બિનાબેન આચાર્ય તથા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તેમજ રાજકોટ શહેર ભાજપના પ્રમુખ કમલેશભાઈ મીરાણીતથા અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.

રાસોત્સવમાં પ્રિન્સ, પ્રિન્સેસ, વેલડ્રેસમાં પ્રથમ ૧ થી ૩ નંબર પ્રાપ્ત કરનાર વિજેતા ખેલાડીઓને જ્ઞાતિના આગેવાનો દ્વારા ઈનામ આપવામાં આવશે. આયોજનમાં ટોકન દરે પાસ રાખવામાં આવ્યા છે. કાર્યક્રમને સફળ બનાવવા અમીત વાળા, નિલેશ વાઘેલા, જયદીપ જેઠવા, સુમંત જેઠવા, સુમંત વાળા, વિપુલભાઈ વાઢીયા, સુરેશભાઈ ચૌહાણ તથા મનસુખભાઈ જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.