Abtak Media Google News

‘અબતક’ની મુલાકાતે શિવ રથયાત્રા સમિતિના આગેવાનો સંતોએ શિવરથ યાત્રા મહોત્સવની આપી વિગત

રાજકોટમાં શિવરાત્રીની ભવ્ય અને દિવ્ય ઉજવણી નું આયોજન દર વર્ષેની જેમ આ વર્ષે પણ થયું છે.‘અબતક’ ની મુલાકાતે આવેલા શિવરથ યાત્રા સમિતિના શિવભકતો સંતો હસમુખગીરી જેન્તીગીરી- શિતળા માતાજી મંદિર, ધીરજપુરી મોતીપુરી- જંગલેશ્ર્વર મહાદેવ મંદિર  , સોમગીરી મોહનગીરી- બટુક બાલાજી મંદિર,  શંકરગિરીજી નાગા સાધુ- જીથરીયા હનુમાનજી મંદિર, દિલીપપુરી – અમરનાથ મહાદેવ, સતિશગિરી, દિનેશગીરી રતનગીરી- ફુલેશ્ર્વર મહાદેવ મંદિર, મહેન્દ્રગીરી કલ્યાણગીરી – અમૃતસર મહાદેવ મંદિર, કિશોરભારતી  – શ્રી જ્ઞાનેશ્ર્વર મહાદેવ મંદિર, ભાવેશગીરી નીવરગીરી – શિવ રથયાત્રા સમિતિ, ગૌતમ ગીરી અનતગીરી – શિવ રથયાત્રા સમીતી, વિજયગીરીજી – હિમાચલ પ્રદેશ, શંકર ગીરીજી – હિમાચલ પ્રદેશ, ગૌતમગીરીજી – સાત હનુમાનજી મંદિર પંચનાથ મહાદેવએ કાર્યક્રમની વિગતો જણાવેલ કે કોઠારીયા રોડ સુતા હનુમાન મંદિરેથી શિવરાત્રીએ બપોરે શિવયાત્રા નો આરંભ થયો. આ યાત્રા, સોરઠીયા વાડી, ભકિતનગર સર્કલ, ગોંડલ રોડ, માલવીયા ચોક, યાજ્ઞીક રોડ, જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોક, મોટી ટાંકી ચોક, લીમડા ચોક થઇ ચૌધરી હાઇસ્કુલના ગ્રાઉન્ડમાં શિવયાત્રા ધર્મસભામાં ફેરાવ્યા બાદ મહાઆરતી અને ભાવિકોને ફળાહાર અપાશે.

દશનામ ગોસ્વામી સમાજ રાજકોટ દ્વારા સતત દશમાં વર્ષ સનાતન હિન્દુ ધર્મ શિવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વખતેની શિવ રથયાત્રા ના અઘ્યક્ષ તરીકે દિલેર દાતા રમેશગીરી જગદીશગીરી ગોસ્વામીજી, ગોપાલ ગૌશાળા (ખેરડી) શિવ રથયાત્રા સમીતીને માર્ગદર્શન પુરુ પાડશે.  સોમવારે તા. 13 ના રોજ આ ઉત્સવની ઉજવણીના ભાગરુપે શિવ રથયાત્રાના રુટમાં આવતા તમામ શિવાલયો પર ધજા આરોહણ કરાશે.

મહાશિવરાત્રીના પાવન પર્વ નીમીતે શિવ રથયાત્રાના જોડાવવા માટે શિવ રથયાત્રા સમીતી રાજકોટની તેમજ રાજકોટના આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતા ધર્મિ5્રય નગરજનોને અનુરોધ કરાય આ ધાર્મીક કાર્યમાં સહભાગી થવા સંપર્ક મો. નં. 92275 64041 પર સંપર્ક કરવો. અથવા શિવ રથયાત્રા સમીતી કાર્યાલય વિર ભગતસિંહ કોમ્પલેકસ, સુતા હનુમાનજી મંદિરની સામે, કોઠારીયા રોડ, સોરઠીયા વાડી સર્કલ પાસે રાજકોટ પર રુબરુ આવવા ભકતોને આહવન કર્યુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.