સોની સબ પર ‘ઝિદ્દી દિલ માને ના માં શું કંદનને સિદ માટે સંજનાની લાગણી સમજાશે ?

સોની સબ પર રોમાન્સ પ્રેરિત ઝીદી દિલ- માને ના અત્યંત મહત્ત્વપૂર્ણ અને મંત્રમુગ્ધ કરનાર તબક્કામાં પહોંચ્યો છે દર્શકોને આગામી એપિસોડમાં એવું જોવા મળશે કે સિદ (કુનાલ કરણ કપૂર) ને સંજના (દિલજોત છાબ્રા) પ્રત્યે તે જ લાગણીઓ છે તેનું ભાન થશે . જોકે સંજના તે બોલી શકતી નથી , કારણ કે તેનો પરિવાર તેને કુંદન (અંગદ હસીજા) સાથે પરણાવવા માગે છે અને તેણે ગામમાં પરિવારની નામના બચાવવા માટે તેમનું કહેવાનું સાભળવું જ પડે એમ છે.

હૃદયભંગ થતાં સંજના લગ્નની ઉજવણી શરૂ કરવા માટે કુંદન સાથે પરાક્રમ એસએએફ છોડી જાય છે . આરંભમાં નાસીપાસ સિદ આખરે સંજના તેની સાથે પ્રેમમાં છે એ અગાઉની લાગણીઓને ધ્યાનમાં લે છે અને આગામી એપિસોડમાં સંજનાને પાછી જીતવા માટે સિદ કટિબદ્ધ બને છે અને સંજના પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ ઉતાવળિયું પગલું નહીં લે તેની ખાતરી રાખવા માગે છે . ઉપરાંત તે સંજનાનું વર્તન બગડેલું જુએ છે અને આ નિર્ણયની પાછળ આખરી સચ્ચાઈ સમજે છે . આથી તે લગ્નની તૈયારી દરમિયાન તેના ગામમાં સંજનાને મળવાનું અને તેને સામાજિક દબાણનો ભોગ બનવાથી રોકવાનું નક્કી કરે છે.

શું સિદ સંજનાનાં કુંદન સાથે લગ્ન રોકી શકશે ? શું કુંદન સિંદ અને સંજુ એકબીજા સાથે આપસી લાગણીઓ ધરાવે છે તે જાણી શકશે ? સિદની ભૂમિકા ભજવતો કુનાલ કરણ કપૂર કહે છે , સિંદ હંમેશાં તીવ્ર પાત્ર રહ્યું છે અને તે કટિબદ્ધતાથી ભરચક છે , કારણ કે આ વખતે તે જાણે છે કે સંજના તેના પ્રેમ સામનો પ્રતિસાદ આપશે . સિદ સંજનાના ગામમાં પહોંચી જાય છે અને તેના પ્રેમ માટે લડવા તૈયાર છે . શો રોમાંચક તબક્કામાં પહોંચે છે તેમ હું તમને ખાતરી આપું છું કે આગામી એપિસોડ દર્શકોનું મનોરંજન ચાલુ રાખશું અને શો સાથે તેમને જકડી રાખશે . ઝિદ્દી દિલ- માને ના , દરેક સોમવારથી શનિવારે રાત્રે 8 વાગ્યાથી , ફક્ત સોની સબ પર.