શિક્ષક દિને વડાપ્રધાન મોદી ગુજરાતમાં આ પ્રોજેકટનું કરશે લોકાર્પણ..!! 

સ્કુલ ઓફ એકસલન્સ લોકાર્પણ પ્રોજેકટમાં શિક્ષણ સમિતિની છ શાળાની પસંદગી

ગુણોત્સવના માર્કિંગના આધારે 100 દિવસ બાદ બીજી છ શાળાને સામેલ કરાશે પસંદ થયેલી શાળાના શિક્ષકોના ડ્રેસ સાથે બાળકોને પણ ડ્રેસ કોડ હશે

બ્લેક-રેડ અને યેલો ઝોન પૈકી યેલો ઝોનને ગ્રીન ઝોનમા લાવવા એકસલન્સ શિક્ષણ કાર્ય કરાવાશે

નવી શિક્ષણનીતિ 2021ના સંદર્ભે વિવિધ કાર્પો-પ્રોજેકટ આરંભ થઈ રહ્યા છે. ત્યારે 5મી સપ્ટેમ્બર શિક્ષક દિને વડાપ્રધાનના વરદ હસ્તે ગુજરાતનાં સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેકટનું લોકાર્પણ થવાનું છે. ગુણોત્સવના માર્કિંગના આધાર ગુજરાતની પસંદ થયેલ શાળામાં આ પ્રોજેકટ શરૂ કરવામાં આવનાર છે. પ્રથમ ફેઝની પસંદ થયેલ શાળા બાદ બીજા 100 દિવસમાં ફેઝ-2ની શાળામાં આ શિક્ષણની શ્રેષ્ઠતા સંદર્ભે પ્રોજેકટ આગળ ધપાવાશે આ માટેની વિવિધ તાલિમો પણ સંપન્ન કરવામાં આવી છે.

શિક્ષણ સમિતિના ચેરમેન અતુલભાઈ પંડિત અને વાઈસ ચેરમેન સંગીતાબેન છાયાએ અબતક સાથેની વાતચિતમા જણાવેલ છે કે પ્રથમ તબકકે વેસ્ટઝોનમાં શાળા નંબર 87/85, ઈસ્ટ ઝોનમા 32/13 અને સેન્ટ્રલ ઝોનની શાળા નં. 19/44માં આ પ્રોજેકટ શરૂ થનાર છે. સમગ્ર દેશમા નોંધનીય એવા શિક્ષણ શ્રેષ્ઠતાના પ્રોજેકટ માટે શિક્ષણ સમિતિના તમામ સભ્યો સતત માર્ગદર્શન આપી રહ્યા છે. સ્કુલ ઓફ એકસલન્સ વાળી શાળામાં બાળકો સાથે સી.આર.સી.કો.ઓર્ડિનેટર પણ ડ્રેસ કોડ હશે લોકાર્પણના દિવસે તમામ યુનિફોર્મમાં જ જોવા મળશે. બીજા 100 દિવસમાં વેસ્ટઝોનની શાળા નં. 95/89, સેન્ટ્રલ ઝોનની કોઠારીયા તાલુકા શાળા ઈસ્ટઝોનમાં 33/96 અને શાળા નં. 73ની પસંદગી કરવામાં આવી છે. તેમ શાસનાધિકારી કિરીટ સિંહ પરમારે અબતકને જણાવેલ છે.

ગુણોત્સવમાં બ્લેક-રેડ-યલો અને ગ્રીન ઝોન દરેક શાળાના નકકી કરવામાં આવ્યા હતા. જે પૈકી યલો ઝોનમાંથી ગ્રીન ઝોન તરફ લઈ જવાની પ્રક્રિયાને સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેકટની શાળામાં શિક્ષણ સુધારણા પરત્વે સઘન કાર્ય કરવામાં આવશે. આ પ્રોજેકટ અંતર્ગત ધીમેધીમે તમામ શાળાને આવરી લેવાના છે. યલો ઝોનમાં 50 થી 75ના માર્કીંગને ગ્રીન પ્લસમાં લાવવાના પ્રયાસોમાં શિક્ષણ વિભાગનો તમામ સહયોગ સાંપડશે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ શિક્ષણ સમિતિની તમામ 88 અને 3 અંગ્રેજી શાળા મળી તમામ 91 શાળા અદ્યતન સુવિધાથી સજજ થઈ ગઈ છે. સ્કુલ ઓફ એકસલન્સ પ્રોજેકટમાં કોમ્પ્યુટરાઈઝ શિક્ષણ સાથે અદ્યતન ટેકનીક સાથે સ્માર્ટ રૂમથી સજજ પ્રોજેકટ સરકારી શાળામાં હોવાથી બાળકોને વિનામૂલ્યે શ્રેષ્ઠ શિક્ષણની સુવિધા મળશે.

5મી સપ્ટેમ્બર શિક્ષક દિને વડાપ્રધાન આ પ્રોજેકટનું લોકાર્પણ કરવાના હોય ને શિક્ષણ વિભાગ સાથે રાજકોટ નગરપ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ સક્રિયતા સાથે ધમધમાટ જોવા મળી રહ્યો છે. પ્રારંભે 6 અને 6 મળી કુલ 12 શાળા પસંદ થયા બાદ આગામી દિવસોમાં વધુ શાળા આ પ્રોજેકટમાં ઉમેરાશે.

પ્રથમ ફેઝમાં પસંદ થયેલી શાળાઓ

  • વેસ્ટઝોન-શાળા નં. 85 અને 87
  • ઈસ્ટઝોન શાળા નં. 13 અને 21
  • સેન્ટ્રલ ઝોન શાળા નં. 19 અને 44

બીજા ફેઝ માટે પસંદ થયેલી શાળા

  • વેસ્ટઝોન શાળા નં. 89 અને 95
  • સેન્ટ્રલ ઝોન કોઠારીયા તાલુકા શાળા
  • ઈસ્ટઝોન શાળા નં.33 અને 96
  • અને પ્રા.શાળાનં. 73ની પસંદગી કરાય છે.