Abtak Media Google News

મહિલા અને પુરૂષ ટીમમાં ગુજરાત, ઓડિશા, હરિયાણી, ઉતર પ્રદેશ, કર્ણાટક, ઝારખંડ, પંજાબ અને મઘ્યપ્રદેશના ખેલાડીઓ કૌવત દાખવશે

તા. 29-સપ્ટેમ્બર થી તા. 12 ઓક્ટોબર દરમ્યાન ગુજરાતમાં યોજાનાર 36મી નેશનલ ગેઇમ્સ ગુજરાત-2022ની હોકી અને સ્વિમિંગની સ્પર્ધાઓ રાજકોટનાં યજમાન પદ હેઠળ યોજાનાર છે. રાજકોટ માટે આ રાષ્ટ્રીય ઈવેન્ટ્સ યાદગાર અને શાનદાર બની રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ વિવિધ પ્રકારના આયોજનો અંતર્ગત તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

હોકી સ્પર્ધા મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ, રેસકોર્સ ખાતે તા. 2 થી 11 ઓક્ટોબર દરમ્યાન તેમજ સ્વિમિંગની વિવિધ કેટેગરીની સ્પર્ધાઓ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સ્વિમિંગ પૂલ, કોઠારિયા રોડ ખાતે તા. 2 થી 8 ઓક્ટોબર દરમ્યાન યોજાનાર છે.

મહિલા હોકી ટીમમાં પુલ – એમાં ઓડીશા, હરીયાણા, ઉતર પ્રદેશ, ગુજરાત અને પુલ-બી માં કર્ણાટક, ઝારખંડ, પંજાબ, મઘ્ય પ્રદેશનો સમાવેશ થાય છે. જયારે પુરૂષ હોકી ટીમમાં પુલ-એ માં હરિયાણા, મહારાષ્ટ્ર, પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત અને પુલ-બીમાં તમિલનાડુ, કર્ણાટક, ઝારખંડ, ઉપર પ્રદેશ નો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.