- મરણ પછીના કુરીવાજો દૂર કરવાનો સંદેશો આપ્યો
- પુંજાબાપા અને તેમના નાનાભાઈ નાનજીભાઈએ મૃત્યુ બાદ દેહદાન કરવાનું સંકલ્પપત્ર ભર્યું
- શિક્ષીત ઢોલરીયા પરિવાર દ્વારા સમાજના મોભીનું જીવતું જગતીયું કરી મહેમાનોને વ્યસન મૂકિતના સંકલ્પ લેવડાવ્યા
ઉપલેટાના અગ્રણી વેપારી અને શિક્ષીત ઢોલરીયા પરિવાર દ્વારા કુટુંબના મોભીએ પાંચ પેઢી જોતા તેમના 96માં જન્મદિવસે જીવતું જગતીયું કરી આદિકાળથી ચાલ્યા આવતા મરણબાદના કુરિવાજો અને હાલના સમયમાં દેખાદેખી માટે થતા વિવિધ જાતના વ્યસન મૂકત કરવા પુંજાબાપા ઢોલરીયા પરિવાર દ્વારા ઉપલેટા પંથકને નવો રાહ ચિંધ્યો છે.
ઉપલેટા શહેરમાં સાવ સામાન્ય પરિવારના લાધીબેન અને સવજીભાઈ વિરજીભાઈ ઢોલરીયા પરિવારનું પ્રથમ સંતાન એટલે પુંજાબાપા ઢોલરીયા ઘરની સાવ સાધારણ સ્થિતિમાં જન્મતાજ નાનપણથી જ મજુરી જવાનો વારો પુજાબાપાને આવ્યો પરિવારમાં સૌથી મોટા સંતાન એટલે માતા પિતા ઘરનોખાડો પૂરો કરવા મહેનત મજુરી કરતા સમય જતા પુંજાબાપા પણ ખેતરમાં જઈ માતા પિતાને મદદ કરતા ખેત મજુરીની સાથે સાથે પ્રાથમિક અભ્યાસ માંડ પાંચ ચોપડી ભણવાનું ભાગ્યમાં મળ્યું પણ મહેનતમાં પાછી પાની નહી કરનાર પુજાબાપાએ માત્ર 22 વર્ષની વયે ટેલીફોન એક્ષચેંજમાં હેલ્પરની નોકરી સ્વીકારી પરિવારને આર્થિક મદદ રૂપ થવા પ્રયત્ન કર્યો આ નાનો એવો પ્રયત્ન આજે પુજાબાપાનાં પરિવાર લીલાલહેર કરી રહ્યો છે તે પુજાબાપાનું ભાગ્ય કહો કે ભગવાનની કૃપા કહો તેવું તેમના બહેન પ્રભાબેને જણાવેલ કે કેન્દ્ર સરકારના બી.એસ.એન.એલ. વિભાગમાં નોકરી કર્યા બાદ 96 વર્ષ પણ જાતે ચાલી શકે તેવી જીંદગી જીવનાર પુજા બાપાના ગત 15મી જાન્યુઆરીએ 96માં જન્મદિવસ હોવાથી તેમના પરિવારના મોટાપુત્ર બાબુભાઈ અને નાનાપુત્ર અશ્ર્વીનભાઈ દ્વારા પિતાશ્રીનું જીવતું જગતીયું કરી તમામ સમાજ તેમનું આમ જનતાને આદીકાળથી ચાલ્યા આવતા મરણ પછીના કુરિવાજોની તિલાંજલી આપવા અને હાલના યુવાનોમાં મોજ શોખને વ્યસન મુકત કરવાના હેતુથી પિતાના જીવતા જગતીયું કરવાનો અવસર બનાવી ઉપલેયા પંથકને નવો રાહ ચિંધ્યો.
લેઉવા પટેલ સમાજ ભવનમાં વિવિધ સમાજ શ્રેષ્ઠીઓ, તેમજ તમામ સગા વ્હાલાઓ વેપારીઓ ઉદ્યોગપતિઓ ડોકટરો સામાજીક સંસ્થાના આગેવાનો યોજાયેલ પુજાબાપા ઢોલરીયાના જીવતા જગતીયામાં સવ પ્રથમ 96 વર્ષનાં પુજાબાપાના તમામ સ્નેહીજનોએ આર્શીવાદ લઈ પુજાબાપાએ આજના ઝડપી અને વિજ્ઞાન જીવનમાં આદીકાળથી ચાલ્યા આવતા મરણ પછીની કુરીવાજો અને છેલ્લા દોઢ દાયકામાં ઘેરે ઘેરે પહોચી ગયેલ દારૂ, જુગાર સિગારેટ, માવો, નોનવેજ જેવી વસ્તુથક્ષ દૂર રહી આજના યુવાનોને મોબાઈલથી દૂર રહી ધાર્મીક સત્સંગ તરફ વળવું જોઈએ. પુજાબાપાના જીવતા જગતીયા વખતે તેમની પાંચ પેઢી સાથે જોવા મળ્યા હતા જયારે પુજાબાપાએ 96 વર્ષ અને તેમના નાનાભાઈ નાગજીભાઈએ 92 વર્ષ મૃત્યુ બાદ દેહદાન કરવાના સંકલ્પ પત્ર ભર્યા હતા. ઢોલરીયા પરિવારના પુંજાબાપા ઉ.96 નાગજીભાઈ ઉ.92 બે બહેન પ્રભાબેન ઉ.73 લાભુબેન ઉ.76 વર્ષની જૈફ વયે પણ આજે પોતાની રોજીંદી પ્રવૃત્તિઓ હાથે કરી રહ્યા છે.
પુંજાબાપાના બંને પુત્રો બાબુભાઈ અને અશ્ર્વીનભાઈ મેડીકલ સ્ટોર ધરાવે છે. જયારે તેમના બંને પૌત્રો પણ મેડીકલ લાઈનમાં આગળ વધી રહ્યા છે. જયારે પૌત્ર વધુઓ ડો. ધ્રુવી ઢોલરીયા ડેન્ટલ સર્જન છે. જયારે બીજા પૌત્ર વધુ ધર્મિષ્ઠા લેબ ટેકનીસીયન તરીકે ગર્વમેન્ટ જોબ કરે છે. પુજાબાપાની પાાંચમી પેઢી મિશ્રી પણ આજે પોતાના પરદાદાના ખોળામાં આનંદ માણી રહી છે.\
નાગજીબાપાનું વૈષ્ણવ પરિવારમાં અનેરૂ યોગદાન છે
પુંજાબાપાના નાનાભાઈ નાગજીભાઈ આજે 92 વર્ષની વયે પણ પોતાના રોજીંદા સમયમાંથી ટાઈમ કાઢી વૈષ્ણવ સંપ્રદાયમાં તુલસીનીમાળા (કંઠી) અનેરૂ મહત્વ છે. તે માળા બનાવી વિવિધ ઠાકોરજીના થતા મનોરથમાં પહોચાડી પોતાનું યોગદાન આપી રહ્યા છે
પુંજાબાપાનો પાંચમી પેઢીનો પૌત્ર કેજલ એમ.બી.બી.એસ. કરી રહ્યો છે
પુંજાબાપા ઢોલરીયા પરિવાર શિક્ષીત પરિવાર ગણાય છે. આજે પાંચમી પેઢીનું સંતાન કેજલ હાલ બરોડા એમ.બી.બી.એસ.નો અભ્યાસ કરી ડોકટર બનવાનું સ્વપ્ન પુરૂ કરી રહ્યો છે.