Abtak Media Google News

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા તા . ર ઓગષ્ટ ને મંગળવારના રોજ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઇ રુપાણીના જન્મદિવસે  સેવા દિવસ તરીકે  ઉજવાયો હતો. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ સંલગ્ન જીલ્લાની તમામ શાળાઓમાં ઝોન મુજબ અંદાજે 10,000 થી વધુ વૃક્ષારોપણ અને ફુલ – ઝાડના છોડના વિતરણ કરવામાં આવશે.

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ છે ડો વી મહેતા એ જણાવ્યું હતું કે   વિજયભાઇ રૂપાણી એ તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન ગુજરાતના છેવાડાના લોકો સુધી તેમની સરકારના સેવા કાર્યો પહોંચે અને સમાજના દરેક વર્ગને આ સેવા કાર્યોનો લાભ મળે તે માટે રાત – દિવસ એક કરી કાર્યો કર્યા હતા . તેમના જન્મદિનને સેવા દિવસ તરીકે ઉજવી તેમના દ્વારા  પ્રદેશના લોકો માટે કરેલ કાર્યોને બિરદાવવાની આ એક ઉત્તમ તક છે . આ દિવસે રાજકોટ જીલ્લાની તમામ ખાનગી શાળાઓ દ્વારા પર્યાવરણની શુધ્ધિકરણ અને સેવા કરવાના ઉદ્દેશ સાથે અંદાજે 10,000 જેટલા ફૂલ – છોડના રોપાના વિતરણ અને વૃક્ષારોપણ શાળાના શિક્ષકો અને વિધાર્થીઓ દ્વારા કરવામાં આવનાર છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી વી મહેતા ઉપપ્રમુખ   અવધેશભાઇ કાનગડ ઉપપ્રમુખ ડી . ડી . કે . વડોદરીયા મહામંત્રી  પરિમલભાઈ પરડવા, પુષ્કરભાઇ રાવલ ગુજરાત મહામંડળના પ્રમુખ  ભરતભાઇ ગાજીપરા , ઉપપ્રમુખ  જતિનભાઈ ભરાડ સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર   જયદિપભાઈ જલુ અને મેહુલભાઈ પરડવા પૂર્વપ્રમુખ  ે અજયભાઇ પટેલ સહીત મંડળની કોર કમિટીના સભ્યોના માર્ગદર્શનમાં મંડળના તમામ હોદેદારો ઝોન ઉપપ્રમુખો , રાજકોટ જીલ્લાની શાળાઓના સંચાલકો , તેમજ દરેક શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.