Abtak Media Google News

જયદેવસિંહ ઝાલા, ધ્રાંગધ્રા:

આજરોજ સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી છે. ઠેર ઠેર પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયા હતા. સ્થાનિક તંત્ર અથવા રાજકીય, સામાજિક આગેવાનો અથવા સંયુક્ત સાહસથી ઠેર ઠેર સ્થળો પર ક્યાક સ્વછ્તા ઝુંબેશ તો ક્યાય સ્વાસ્થ્ય પ્રત્યે કાળજી અને જગૃતતા માટે વિવિધ આયોજનો કરવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબ દ્વારા એક સાયકલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ આયોજન સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં ભાઈઓ અને બહેનોની અલગ-અલગ કેટેગરીમાં કરવામાં આવ્યું હતું.16 વર્ષથી મોટી ઉંમરની કેટેગરીની આ સાયકલ સ્પર્ધામાં આ કુલ 85 ભાઈ-બહેનોએ ભાગ લીધો હતો. જેમાં બહેનો માટે 13 કિલોમીટર અને ભાઈઓ માટે 20 કિલોમીટરનું અંતર કાપવાની સ્પર્ધા યોજાઈ હતી. ઈનામ વિતરણ કાર્યક્રમમાં ભાજપના આગેવાન આઈ.કે. જાડેજા તેમજ ધારાસભ્ય પુરસોત્તમ સાબરીયા સહિત ભાજપના કાર્યકરો તેમજ રોટરી કલબ અને ઇનરવ્હીલ કલબના સભ્યો હાજર રહ્યાં હતાં.

પ્રથમ નંબરે આવનાર સ્પર્ધકને ઈનામ સ્વરૂપે સાયકલ આપવામાં આવી હતી જ્યારે બીજા અને ત્રીજા નંબરે આવનાર રોકડ રકમ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને ભાગ લેવા બદલ પ્રમાણપત્ર આપવામા આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.