વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નીમીતે..જામનગરમાં સાંસદ પૂનમબેન માડમ દ્વારા સર્વ રોગ નિદાન કેમ્પ તથા રકતદાન શિબિર યોજાશે

અબતક, રાજુ રામોલીયા

કાલાવડ

ભારતના વડાપ્રધાન અને વૈશ્ર્વીક નેતા નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નીમીતે સર્વરોગ નિદાન મેગા કેમ્પ અને રકતદાન શિબિરનું  1ર-જામનગરના સંસદસભ્ય પુનમબેન માડમ દ્વારા બહોળા જનસમુદાય માટે સુદ્રઢ અને અનન્ય આયોજન કરવામાં આવ્યું છે.

મોદીના સેવા સંકલ્પના ઘ્યેયને સિઘ્ધ કરવા સ્વસ્થ ભારતની દિશામાં વધુ એક પહેલ દ્વારા જ ન જન ના આરોગ્યને સુનિશ્ર્ચિત કરવા આ ભવ્ય પ્રકલ્પનું જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાના નાગરીકો માટે સર્વ જન હિતાય સર્વ જ સુખાય ના ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું છે.

જેમાં રાજયભરના નામાંકિત અને નિષ્ણાંત એવા સ્પેશાલીસ્ટ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોકટરો દ્વારા નિદાન કરવામાં આવશે તેમજ સારવારની ગાઇડલાઇન  સમજાવી જરુરી દવાઓ આપવામાં આવશે.

જેથી જુદા જુદા રોગ અને તકલીફોનો સચોટ ઇલાજ મળી રહે તે સ્વસ્થ ભારત સાર્થક કરવાની દિશામાં અત્યંત આવશ્યક પ્રકલ્પ બની રહેશે.

ગુજરાતના પનોતા પુત્ર દેશના યશસ્વી વડાપ્રધધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મ દિવસ નીમીતે સેવા પખવાડીયાની ઉજવણી અંતર્ગત જામનગર દેવભૂમિ દ્વારકા જીલ્લાના સાંસદ પુનમબેન માડમ દ્વારા આયોજીત અને સ્વ. હેમતભાઇ રામભાઇ માડમ મેમોરીયલ ટ્રસ્ટ તથા શિવાની ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત મેગા સર્વરોગ મિશન કેમ્પ અને રકતદાન કેમ્પના આયોજનમાં સર્વરોગ નિદાન મેગા કેમ્પ તા. 17-9 થી 18-9 સવારે 10 થી 1, બપોદે 3 થી 5 વાગ્યા સુધી હરીયા કોલેજ,  ગોકુલનગર જકાત નાકા આગળ જામનગર ખાતે યોજાશે.

જેમાં નિષ્ણાંત ડોકટરોઓ દ્વારા રોગનું નિદાન કરી જરુરી દવાઓ પુરી પાડવામાં આવશે. જેનો સૌ જનતાએ લાભ લેવા તેમજ રકતદાન કેમ્પમાં રકતદાતાઓને મિત્રમંડળ સાથે રકતદાન કરવા જાહેર જનતાને સંસદસભ્ય પુનમબેન માડમએ જાહેર નિમંત્રણ આપેલ છે.