Abtak Media Google News

સવારના 9થી 11:30 ભક્તામર સ્તોત્રની પ્રાર્થના ત્રિરંગી સામાયિક નવકાર મહામંત્રના જાપ

ગૌતમપ્રસાદ ગૌરવવંતા ગોંડલ સંપ્રદાયના પૂ.જય – માણેક  પ્રાણ – રતિ  ગિરી ગુરૂ ભગવંતના પટ્ટધર શિષ્યરત્ન રાષ્ટ્રીયસંત આગમદિવાકર પરમ શ્રધ્ધેય ગુરુદેવ પૂ.જન્કમુનિ મ.સા. ની 90 મી જન્મજયંતિ નો સુ અવસર આગામી તા . 30-8 બુધવારના શુભદિને આવી રહ્યો હોય સેવા અને સંયમની ધર્મનગરી રાજકોટમાં ચાતુર્માસ કલ્પ અર્થે બિરાજતા શાસનચંદ્રિકા પૂ . હીરાબાઈ મ.,સરળ સ્વભાવી પૂ.વિજયાબાઈ મ.,વિનયપ્રજ્ઞા પૂ.સાધનાબાઈ મ.સુદીર્ઘ તપસ્વીની પૂ . વનિતાબાઈ મ.- પૂ . દીક્ષિતાબાઈ મ.- પૂ . રાજેંમતીબાઈ મ.,સદાનંદી પૂ.સુમતિબાઈ મ.,સાધ્વીરત્ના પૂ . વિનોદીનીબાઈ મ.,શાસનપ્રભાવિકા પૂ .હસ્મિતાબાઈ મ.,પ્રખર વ્યાખ્યાતા પૂ .સુનિતાબાઈ મ.ત્યા પ્રવચન પ્રભાવિકા પૂ. રૂપાબાઈ મ., એવમ્ પૂ .ડુંગર દરબારના સર્વે પૂ .મહાસતીજીઓના પરમ સાંનિધ્યે આગમ દિવાકર પૂ.ગુરૂદેવના સાકાર થયેલ સ્વપ્ન સમાન ” જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ “ક્ધયા છાત્રાલયના પાવન પ્રાંગણે સવારના 9 થી 11:30 ભકતામર સ્તોત્ર પ્રાર્થના , ગુક્તિ , ત્રિરંગી સામાયિક , પૂ . સતીજીઓના ભાવવાહી પ્રવચન અને નવકાર મહામંત્રના સામૂહિક જાપની આરાધનાનું અનેરૂ અને અનુપમ આયોજન કરવામાં આવેલ છે.

ત્રિરંગી સામાયિક તથા ભક્તામર સ્તોત્રની પ્રાર્થના નવકાર મહામંત્રના જાપ માટે સવારના 9 કલાક પહેલા જૈન ક્ધયા સુસંસ્કાર તીર્થ ( ક્ધયા છાત્રાલય ) મધ્યે આવી પોતાનું સ્થાન લઈ સામાયિક લેવાની રહેશે . સવારના 9 થી 11:30 ત્રિરંગી સામાયિક કરવાની છે . ક્ધયા છાત્રાલયે સવારના 9 પહેલા આવનાર શ્રધ્ધાત ગુભક્ત શ્રાવક ભાઈઓ બહેનોને પ્રભાવનાનું કવર તથા ગૌતમ પ્રસાદનો પાસ આપવામાં આવશે.

સમસ્ત રાજકોટના જૈન સંઘોના પ્રમુખ, મંત્રી , ટ્રસ્ટીઓ મહિલા મંડળના બહેનો જૈન શ્રેષ્ઠીવર્યો , શ્રાવક ભાઈઓ બહેનોને સમયસર ઉપસ્થિત રહેવા  વર્ધમાન સેવા સંઘના પ્રમુખ ચંદુકાન્તભાઈ દફતરી , ટ્રસ્ટી  રાકેશભાઈ ગોપાણી , ચંદ્રકાંતભાઈ શેઠ , ડોલરભાઈ કોઠારી , મનોજભાઈ પારેખ , સંદીપભાઈ દફ્તરી , મયુરભાઈ શાહ તથા કુમારભાઈ શાહ એ આમંત્રણ સાથ અનુરોધ કરેલ છે તેમ અનન્ય ગુરુભક્ત ડોલરભાઈ કોઠારીની યાદી જણાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.