Abtak Media Google News

પર્યાવરણનું રક્ષણ કરવા માટે જીવ આપ્યા હોવાના અનેક દાખલા જોવા મળ્યા છે. ભારતની પ્રાચીન સંસ્કૃતિમાં વૃક્ષનો અનોખો મહિમા દર્શાવવામાં આવ્યો છે.ઈતિહાસ તરફ નજર કરીએ તો ભારતની પ્રજા પ્રાચીન સમયથી જ પર્યાવરણ પ્રેમી રહી છે.આજે વીશ્વ પર્યાવરણ દિવસ નિમિતે દેશમાં થયેલા પર્યાવરણ બચાવવા માટે અનેક આંદોલન તેમજ જેને પર્યાવરણ માટે પોતાના અમુલ્ય જીવ ગુમાવ્યા છે તેવા લોકો વિશે જાણીએ.. 

 ચિપકો આંદોલન:

News & Views :: ચિપકો આંદોલન: જાણો કેમ ઇન્દિરા ગાંધીને વૃક્ષોની કાપણી પર મૂકવો પડ્યો હતો બેન

ચિપકો આંદોલનએ પર્વતીય પ્રદેશોમાં વસતા લોકોનું જીવન ટકાવી રાખવાના પ્રશ્નો સાથે સંબંધિત પર્યાવરણીય આંદોલન છે.ચિપકોએ પહાડી શબ્દ છે. એનો અર્થ યોટવું એમ થાય છે.ચિપકો આંદોલનની શરૂઆત ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્યના ઉત્તરકાશી સીમોલી તહેરી અને પાઉરી જિલ્લાઓમાંથી થઇ હતી.ચિપકો આંદોલન એટલે સજીવસૃષ્ટિ અને પ્રકૃતિ વચ્ચેના સંબંધોને લગતું લોક આંદોલન હતું.અહીં વનવિસ્તારમાં વસતા લોકો ખેતી ઉપરાંત જંગલની પેદાશોમાંથી પોતાની જરૂરિયાતો સંતોષતા હતા.સરકારઆ વિસ્તારના સ્થાનિક લોકોને પોતાની રોજીરોટી માટે જંગલના વૃક્ષો કાપવા દેતી ન હતી.સરકારે એકાએક રમતગમતનાં સાધનો બનાવવા માટે સાયમન કમિશન નામની કંપનીને વૃક્ષો કાપવાની પરવાનગી આપી અને સ્થાનિક લોકો દ્વારા વૃક્ષી કાપવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતો. તેથી આ વિસ્તારમાં વસતા લોકોમાં અસંતોષની લાગણી પેદા થઇ હતી.જેને લઈને 27 માર્ચ, 1973ના રોજ ગોળેશ્વર ખાતે ભરાયેલી સભામાં સાયમન કમિશનના એજન્ટો કે કઠિયારાઓને વૃક્ષો કાપતાં અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યા.આ મુજબ વૃક્ષપ્રેમી લોકો વૃક્ષછેદન અટકાવવા એક-એક વૃક્ષને બાથ ભીડીને ચિપકી ગઈ હતી.જેથી વૃક્ષને છેદી શકાય ન હતા.

ચિપકો આંદોલનમાં ગૌરીદેવી નામની મહિલાએ આગેવાની લીધી તેણે પોતાનાં વિચારો અને સૂત્રો દ્વારા વૃક્ષછેદનનો વિરોધ કર્યો હતો.તેમણે જણાવ્યું કે વૃક્ષો એ અમારી જનની છે. વૃક્ષોને નુકસાન પહોંચડવા કરતાં અમારી જાતનું બલિદાન આપવું વધુ ઉચિત રહેશે.ચિપકો આંદોલન અસરકારક રહ્યું હતું.સરકારે નિર્ણય કર્યો હતો કે 1050 ચો કિમીના વિસ્તારમાં 10 વર્ષ સુધી એક પણ વૃક્ષ કાપવા પર પ્રતિબંધ મુક્યો હતો.આ આંદોલને પર્યાવરણના રક્ષણ માટે અને લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે સંગઠિત થવાની તથા સામૂહિક રીતે કાર્ય કરવાની મહિલાઓમાં રહેલી અદભુત શક્તિનો પરિચય કરાવ્યો હતો.

 નર્મદા બચાવો આંદોલન:

Review of Nandini Oza's The Struggle for Narmada: The children of Narmada - The Hindu

 નર્મદા ભારતની 7 મોટી નદીઓમાંની એક છે.નર્મદા સિવાયની રાજ્યની અન્ય નદીઓના કુલ પાણીપુરવઠા કરતાં પણ નર્મદા નદીનો પાણીપુરવઠો વધારે છે. પરંતુ દર વર્ષે તેનું આશરે 5 લાખ ઘનમીટર પાણી વપરાયા વિના જ દરિયામાં ઠલવાઇ જાય છે.સરદાર સરોવર યોજનાનો મુખ્ય હેતુ નર્મદાના વિશાળ જળભંડારને રાજ્યની પ્રજાના બહુલક્ષી હિત માટે ઉપયોગમાં લેવાનો છે.આ યોજનાનો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે વિરોધ કરવા માટે નર્મદા બચાવો આંદોલન જેવાં સંગઠનો સક્રિય બન્યાં. સરકાર સરોવર યોજનાને પડકારવા તથા આ યોજના થાય તો પર્યાવરણની બાબતમાં કઈ સમસ્યાઓ અને જોખમો ઊભાં થશે તેના પ્રત્યે લોકોનું ધ્યાન આકર્ષિત કરવા દેશવિદેશમાં જનઆંદોલન ઊભું કરવામાં આવ્યું હતું.દિલ્લી ખાતેના કલ્પવૃક્ષનામના પર્યાવરણ સમૂહે નર્મદા યોજના સાથે સંકળાયેલાં કેટલાંક કહેવતાં જોખમો પર પ્રકાશ પાડ્યો. તેમાંથી જ ઇ.સ. 1986માં નર્મદા બચાવો આંદોલનનીશરૂઆત થઈ. ઇ.સ. 1980માં બાબાસાહેબ ,સુંદરલાલ,બહુગુણા, શ્રીપાદ, નંદની સિલવી અરુંધતી રોપ અને મેઘા પાટકરના નેતૃત્વ નીચે પર્યાવરણના પ્રશ્નોના કારણે નર્મદા યોજનાનો વિરોધ થયો હતો.તેમની મુખ્ય દલીલએ હતી કે,આ યોજના પર્યાવરણની દ્રષ્ટિએ મોટામાં મોટી આપત્તિ છે. તેનાથી 37 હજાર હેક્ટર જંગલોની જમીન ડૂબમાં જવાની અનેક વૃક્ષો નાશ પામશે. જંગલી પ્રાણીઓના પ્રશ્નો ઊભા થશે. પ્રાણીજન્ય રોગો થશે, અતિપાણીથી ખેતીની જમીન બગડશે, ધરતીકંપની શક્યતાઓ વયશે, જંગલમાં રહેતા આદિવાસીઓનું જીવન નષ્ટ થશે. તેમનો પુન:વસવાટ થતાં તેમના સાંસ્કૃતિક પ્રશ્નો ઊભા થશે. આવા અનેક પ્રશ્નોને કેન્દ્રમાં રાખી નર્મદા બંધના વિરોધીઓ તરફથી અદિોલન કરવામાં આવ્યું હતું પરંતુ તેની સામે નર્મદા બંધનું સમર્થન કરતું આંદોલન પણ ચલાવવામાં આવ્યું. જેનું નેતૃત્વ યુનીભાઇ વૈધ ભાનુભાઇ અધ્વર્યુ જયનારાયણ વ્યાસ, સનત મહેતા. કૃષ્ણપ્રસાદ વગેરેએ લીધું હતું.નર્મદા બંથ તરફી આંદોલનકારીઓના મતે ગુજરાત ઓધોગિક વિકાશશીલ રાજ્ય છે. તેનો 72 ટકા વિસ્તાર અસરગ્રસ્ત છે. છેલ્લા 40 વર્ષમાં રાજ્યમાં 12 વખત દુષ્કાળ પડ્યો હતો. જો આ યોજના પૂરી થાય તો સૌરાષ્ટ્ર અને કચ્છના કાયમી દુષ્કાળવાળા પ્રદેશોનો પાણીનો પ્રશ્ન હલ થઈ જાય.આ પ્રશ્નોને સરકાર દ્વારા બંને પક્ષને સંતોષ મળે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તરફેણવાદીઓના મત અનુસાર પાણીના અભાવની પરિસ્થિતિનું શાસ્ત્રીત સમતુલન પુનઃ સ્થાપિત કરવામાં આવ્યું હતું.ડૂબમાં જતાં 4523 હેકટર જંગલવિસ્તારની જમીન સામે કચ્છની 4560 હેક્ટર જમીનમાં નવા જંગલો ઊભા કરવામાં આવ્યા હતા.

બંધના તરફેણવાદીઓના મત મુજબ આદિવાસીઓ પુનઃવસવાટ માટે તૈયાર હતા. ગુજરાત સરકારે વિસ્થાપિતો માટે 24 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. વિસ્થાપિતોને ખેતી માટે જમીન, મકાન માટેની સહાય, નિર્વાહભથ્થું. તેમનાં બાળકોને રોજગારી, પ્રાથમિક શાળાઓ, રસ્તા, વીજળી વગેરે નાગરિક સુવિધાઓ પૂરી પાડવામાં આવી હતી.તેમજ સરદાર સરોવર યોજના 2004ના રોજ નર્મદા કન્ટ્રૉલ ઑર્થોરિટીએ નર્મદા યોજનાના મુખ્ય બંધની ઊંચાઇ 110.64 મીટર સુધી લઈ જવાની મંજૂરી અને બંધની ઊંચાઇ 138.68 મીટર કરવાની મંજૂરી આપી હતી.

 બિસ્નોઈ આંદોલન:

રાજસ્થાનની આ વિરાંગના વૃક્ષો બચાવવા માટે પોતાનો જીવ આપતા પણ ના ખચકાઈ!

 ભારતની પ્રજા પર્યાવરણ પ્રેમી રહી છે. દેશમાં પર્યાવરણ બચાવવા માટે વિવિધ આંદોલન થયા છે. ચિપકો આંદોલન વિશે તો દેશભરના લોકોને જાણકારી છે. પરંતુ ઈ.સ.1730માં પર્યાવરણ કાજે થયેલા લોક આંદોલનમાં 363 લોકો શહીદ થયા હતા. રાજસ્થાનમાં આવેલ મેઘપુરના રાજાએ 1730માં નવા મહેલનું નિર્માણ કરવા માટે લાકડાની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયમાં સૈનિકો જોધપુર શહેરથી 26 કિલોમીટર દૂર આવેલ ખેજડી ગામ ખાતે વૃક્ષો કાપવા ગયા હતા. આ વિસ્તારમાં બિસ્નોઈ પ્રજા રહેતી હતી. રાજાના સૈનિકોને વૃક્ષો કાપતા અટકાવવા માટે બિસ્નોઈઓએ આંદોલન પોકાર્યું હતું.અને 363 લોકો શહીદ થયા હતા.

મેઘપુરના વિસ્તારમાં આવેલ ખેજડી ગામના લોકોએ વૃક્ષ કાપતા અટકાવવા માટે પ્રયત્ન કર્યો હતો. રાજાના સૈનિકો સામે બિસ્નોઈ મહિલા અમૃતાદેવીએ બહાદુરી દર્શાવીને અડગ ઉભી રહી હતી. સૈનિકોને વૃક્ષો પ્રત્યેની આસ્થા અને માણસની જવાબદારી અંગેનું મહત્ત્વ સમજાવ્યું હતું. આ વિસ્તારમાં રહેતા લોકો અને રાજાના સૈનિકો વચ્ચે વાદ-વિવાદ પણ થયો હતો. વૃક્ષ પ્રેમીઓના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. સિપાઈઓએ વૃક્ષો કાપવાની તૈયારી શરૂ કરી હતી. એવા સમયમાં અમૃતા દેવી અને સાથી લોકો વૃક્ષને વીંટાળાઈ ગયા હતા. સ્થાનિક લોકોએ આગ્રહ કર્યો કે પહેલા અમને કાપો અને ત્યાર બાદ વૃક્ષોને કાપો. બળજબરી પૂર્વક સ્થાનિકો લોકોને દૂર થવા અંગે ચેતવણી આપવામાં આવી હતી.સ્થાનિકો લોકો વૃક્ષને વીંટળાઈ ગયા અને રાજાના માણસોને પડકારવામાં આવ્યા. આમ વસવાટ કરતી બિસ્નોઈ પ્રજા વારાફરતી આગળ આવીને મોત પસંદ કરીને વૃક્ષો અને પ્રકૃતિ પ્રત્યે પોતાનો પ્રેમ દર્શાવ્યો. છેવટે રાજા હાંફળા-ફાંફળા થઈને ત્યાં આવ્યા. આ દ્રષ્યો જોયું તો તરત જ તેમણે પોતાના માણસોને આ કૃત્ય કરતા અટકાવી દીધા. પરંતુ પર્યાવરણની રક્ષા કાજે 363 માણસો શહીદ થઈ ગયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.