Abtak Media Google News

સમસ્ત વઘાસિયા પરિવાર વલારડી દ્વારા આયોજીત શ્રીમદ્ દેવી ભાગવત જ્ઞાનયજ્ઞમાં પાંચમાં દિવસે રાત્રિના કમલેશ પટેલ અને પોરબંદરની પ્રખ્યાત રાસ મંડળીનું અભૂતપૂર્વ આયોજન કરવામાં આવ્યું હતું. સમસ્ત વઘાસિયા પરિવારના રણખાંભીના સુરાપુરાદાદા પાતાદાદાના સાનિધ્યમાં વલારડી ખાતે ચાલનાર જ્ઞાનયજ્ઞમાં માનવ મહેરામણ ઉમટયો.

તા.૨૨ના રોજ જ્ઞાનયજ્ઞના છઠ્ઠા દિવસે વિશ્ર્વભરમાં વસતા ૫૯૨ ગામનાં વઘાસિયા પરિવાર સંગઠનના ભાગરૂપે પધાર્યા હતા. સમસ્ત વઘાસિયા પરિવારનો સંગઠન કરીને મુખ્ય હેતુએ છે કે સમાજમાં પ્રવર્તતી અંધશ્રદ્ધા, કુરિવાજો, દીકરા-દીકરીમાં ભેદભાવ દૂર કરવાના છે. આજ સુધીમાં આશરે ૩ લાખથી વધુ પરિવારજનોએ લાભ લીધો છે. આ જ્ઞાનયજ્ઞના સ્થળ પર અલૌકિક માતાજીના ધડુલાના દર્શન રાખવામાં આવ્યા છે. જેમાં રૂ.૧ થી ૧૧૧૧ સુધીનું દાન ધડુલાના માધ્યમ સ્વરૂપે સ્વીકારવામાં આવે છે. આ ધડુલાને જોઈને સૌ કોઈ પરિવારજનો મંત્રમુગ્ધ બની જાય છે.

શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટે વ્યાસપીઠ પરથી મહિષાસુરના વધના પ્રસંગનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, મહિષાસુરનો વધ કરવા માટે દેવતાઓએ ૧૮ ભુજાવાળી માં જગદંબાને વિનંતી સાંભળી સમગ્ર સૃષ્ટિનો ભાર ઉતારવા માટે માં જગદંબાએ દૈત્યરાજ મહિષાસુરનો વધ કર્યો અને આગળ વાત કરતા જણાવ્યું કે મનુષ્યની અંદર રહેલા મોહરૂપી મહિષાસુરનોમાં નાશ કરે છે અને ચામુંડા માંના અવતરણના પ્રસંગો તેમજ અન્નપૂર્ણા, માતાજીના અવતરણના પ્રસંગો વર્ણવ્યા હતા. આ અવતરણના પર્વે ભવ્ય અન્નકુટ રાખવામાં આવ્યો હતો.

122આ જ્ઞાનયજ્ઞમાં પૂજય સત્યપ્રકાશ સ્વામી, પ્રેમદર્શન સ્વામી, ભકિત દર્શન સ્વામી (શ્રી સ્વામિનારાયણ ગુ‚કુલ, સુરત), મુખ્યાજી મિતુલભાઈ (બાલ કૃષ્ણજી હવેલી, ધરાઈ), દિનેશભાઈ દેસાઈ, કનુભાઈ વઘાસિયા (અગ્રણી ઉધોગપતિ, સુરત), લાલજીભાઈ વેકરીયા, અજુભાઈ વેકરીયા, રતિલાલ વેકરીયા, નિલેશભાઈ સોની (નારાણપર, કચ્છ), ચંદુભાઈ વઘાસીયા (નિલકંઠ ડેવલોપર્સ, ગાંધીનગર), સુનિલભાઈ વઘાસીયા (વીરપુર), મનસુખભાઈ વઘાસીયા (વિરપુર), બાલાભાઈ વઘાસીયા (જીવનધારા હોસ્પિટલ, અમરેલી), ભીમજીભાઈ વઘાસિયા (સુલતાનપુર જુથ સેવા સહકારી મંડળી, પ્રમુખ), વિનુભાઈ ભીખાભાઈ વઘાસિયા (કલકતા), મહેશભાઈ વઘાસિયા (પારેખ મહેતા વિદ્યાલય, અમરેલી), અશોકભાઈ ગિડા (પી.એસ.આઈ આઈ.બી.રાજકોટ) એમ.ડી.માંઝરીયા (અગ્રણી અમરેલી) હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.