Abtak Media Google News
  • અગ્નિકાંડની પ્રથમ માસિક પુણ્યતિથિએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા
  • પરાબજાર, લાખાજીરાજ રોડ, દાણાપીઠ, ચુનારાવાડ વેપારી અને રાજકોટ કબાડી એસોસિએશન, સોની બજાર વેપારીઓનુ બંધમાં જોડાવા આહ્વાન

રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુ, કોંગી આગેવાનો મહેશભાઈ રાજપુત,  ગાયત્રીબા અશોકસિંહ વાઘેલા, ડોક્ટર હેમાંગ વસાવડા, હિતેશભાઈ વોરા, વશરામભાઈ સાગઠીયા ની સંયુક્ત રીતે  જણાવે છે કે રાજકોટ ગેમ્સ ઝોનની અગ્નિકાંડ પીડિતોને ન્યાય મળે તે માટે આગામી  મંગળવારે અડધો દિવસ રાજકોટ બંધનું એલાન આપેલ છે. ત્યારે આ બંધમાં જોડાવા માટે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ અને રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે અને તમામ વેપારી એસોસિએશન જેમાં દાણાપીઠ એસોસિયેશન,  ચુનારાવાડ વેપારી અને રાજકોટ કબાડી એસોસિએસન, લાખાજીરાજ એસોસિએશન, પરા બજાર એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક રીતે વેપારીઓએ બંધમાં જોડાવા માટેની સંમતિ આપેલ છે

રાજકોટમાં જે બનેલ અગ્નિકાંડ એ સરકારી તંત્રની બેદરકારી અને લાપરવાહી ફલિત થઈ છે તેવું ખુદ એસઆઇટીના રિપોર્ટમાં છે અને આ એસઆઇટીનો રિપોર્ટમાં ફક્ત અને ફક્ત અધિકારીઓનો જ કોલર પકડવામાં આવેલ છે જ્યારે જવાબદાર મોટા માથાઓ ને ક્લિનચીટ આપી છે અને હજી તપાસનું ગાણું ચાલુ છે એક મહિના પછી પણ તપાસ ચાલુ હોય તો આ એસઆઇટીના અધિકારીઓ કોના ઇશારે તપાસ કરે છે તે બાબત પણ તપાસનો વિષય છે ? સરકાર દ્વારા તપાસ અંગે ત્રણ ત્રણ કમિટીઓ રચવા છતાં આજની તારીખે અગ્નિકાંડમાં શું સત્ય છે તે શોધવાનું હજી બાકી રહ્યું છે ? ત્યારે  કોંગ્રેસના આગેવાનો એ શહેરને શાંતિપૂર્ણ રીતે સ્વયંભૂ અને સજ્જડ બંધ રહે તે માટે અપીલ કરી છે.

શાળાઓ સ્વયંભુ બંધ રાખવા એનએસયુઆઇની અપીલ

આજરોજ ગુજરાત ગજઞઈં અને કોંગ્રેસનું ડેલીગેશન રાજકોટના સેલ્ફ ફાઇનાન્સ શાળા સંચાલક મંડળના સભ્યોને વ્યક્તિગત મળી અને 25 તારીખના રાજકોટ બંધનું એલાન આપેલું છે જે લોકો ઝછઙ અગ્નિકાંડમાં મૃત્યુ પામ્યા છે તેની માસિક પુણ્યતિથિ વે શ્રદ્ધાંજલિ સ્વરૂપે રાજકોટ શહેરની તમામ શાળાઓ બંધ રહે તેવી વિનંતી કરવામાં આવી.

બહુમાળી ભવન ચોકમાં પીડિત પરિવારજનોએ કર્યો વિરોધ

ત્યારે આજરોજ અગ્નિકાંડની ઘટનામાં મૃતકોના પીડીત પરિવારો એ બહુમાળી ચોક ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને 25 જૂન ના રોજ રાજકોટ બંધ રાખવા શહેરીજનોને  વિનંતી કરી હતી.તથા ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા સરકાર પાસે પીડિત કરી માંગ કરી હતી અને રાજકારણીઓને આ ઘટનામાં પકડવા સરકાર સમક્ષ પીડીત પરિવારજનો એ  માંગ કરી હતી.                      તસ્વીર: શૈલેષ વાડોલીયા

કોંગી આગેવાનોએ મંગળવારે  શહેર બંધ રહે તે હેતુથી સ્ટીકર માર્યા

રાજકોટ કોંગ્રેસ સમિતિના અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનો ગોપાલભાઈ અનડકટ જશવંતસિંહ ભટ્ટી રણજીત મુંધવા દિનેશભાઈ મકવાણા ઘનશ્યામસિંહ જાડેજા ભાવેશ પટેલ મધ્યપ્રદેશ થી આવેલા હરીશંકરાય સંગીતા હૈદરાબાદ શેખ વાજીદ હૈદરાબાદ જીતેન્દ્ર જોશી સહિતના રાજકોટ બંધ કરાવા ભારત ભરના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા આજરોજ ત્રિકોણબાગ ખાતે બંધમાં જાગૃતિના ભાગરૂપે શહેરમાં ફરતી રિક્ષામાં સ્ટીકર મારી અગ્નિકાંડમાં હોમાયેલા મુક્તકોના પરિવારને ન્યાય મળે અને 25 તારીખે સંપૂર્ણ રાજકોટ બંધ રહે તે હેતુથી સ્ટીકર મારી રાજકોટ વાસીઓને જાગૃત કરવામાં આવેલ હતા.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.