વિશ્વ પર્યાવરણ દિવસે ટાટા ટીનું આબોહવામાં પરિવર્તન સામે નક્કર પગલાં લેવા jaagoRe અભિયાન 

છેલ્લાં થોડા દાયકામાં આબોહવામાં પરિવર્તનના પરિણામો અભૂતપૂર્વ રીતે જોવા મળ્યાં છે. વર્ષ 2021માં સેવ ધ ચિલ્ડ્રન  રિપોર્ટમાં જણાવ્યા મુજબ, જો પૃથ્વીનું તાપમાન હાલના દરે વધતું રહેશે, તો અગાઉની પેઢીઓની સરખામણીમાં ગત દાયકા અને પછી જન્મેલા બાળકો ગરમીની વધારે લહેરો, પૂર, દુષ્કાળ અને દાવાનળનો સામનો કરવો પડશે. યુનિસેફ નો આ જ પ્રકારનો અહેવાલ જણાવે છે કે, અંદાજે 1 અબજ બાળકો આબોહવામાં પરિવર્તનને કારણે અતિ ઊંચું-જોખમ ધરાવતા દેશો તરીકે વર્ગીકૃત દેશોમાં રહે છે.

આ બાબતોને ધ્યાનમાં રાખીએ અને જો આપણે આપણા બાળકોની ભાવિ પેઢીઓનું રક્ષણ કરવા ઇચ્છતાં હોય, તો આપણે આબોહવામાં પરિવર્તન સામે લડવું અતિ જરૂરી છે.

છેલ્લાં થોડાં વર્ષોમાં ટાટા ટીના ઉંફફલજ્ઞછય અભિયાને બ્રાન્ડ અને પ્લેટફોર્મ સાથે ચાવીરૂપ સમસ્યાઓનું સમાધાન કરવા સમાજમાં જાગૃતિ લાવવાની અપીલ કરી છે, સમાજની અંદર વાસ્તવિક પરિવર્તનો લાવવા પ્રેરિત કર્યા અને આ માટે સુવિધા આપી છે. હાલની એડિશન સાથે ટાટા ટી ઉંફફલજ્ઞછયનો ઉદ્દેશ સામાન્ય નાગરિકને આબોહવામાં પરિવર્તન કેવી રીતે અસર કરે છે એ સમજાવે છે અને એની આપણી ભાવિ પેઢીઓ પર કેવી અસરો થશે એનો ચિતાર રજૂ કરે છે. અભિયાનને વ્યક્તિગત અને પ્રસ્તુત બનાવીને બ્રાન્ડને આશા છે કે, લોકો તેમના અભિગમોમાં નાનાં ફેરફારો લાવશે અને સંયુક્તપણે સરળ પગલાં લેશે, જેથી આપણને આબોહવામાં પરિવર્તન સામે લડવામાં મદદ મળી શકે છે અને એટલે આપણા ભાવિ બાળકો માટે આ પૃથ્વી જીવવા માટે વધારે સારું સ્થાન બનશે.

પોતાના 15મા વર્ષમાં ટાટા ટીના જાગો રે પ્લેટફોર્મે નવી ટીવીસી (ટીવી જાહેરાત)માં પ્રસિદ્ધ અભિનેતા પંકજ ત્રિપાઠીને ફરી વાર જાગો રે અભિયાનમાં સામેલ કર્યા છે. મુલેન લિન્ટાસ દ્વારા નિર્મિત ટીવીસી વિશ્વ પર્યાવરણ દિવસ (5 જૂન)ના રોજ જાહેર થઈ છે. આ એ હકીકત દર્શાવે છે કે, જ્યારે ગરમીમાં થોડી ડિગ્રીનો ફેરફાર આપણા ઘરમાં પ્રતિકૂળ બનાવે છે, ત્યારે આપણે હજુ પણ તાપમાનમાં વધારા જેવા હવામાનના વિક્ષેપ દ્વારા દુનિયામાં ઝડપથી જોવા મળતી આબોહવામાં પરિવર્તન વિશે હજુ પણ ઉદાસીનતા સેવી શકીએ છીએ. આપણને જાગૃત થવા અને આબોહવામાં પરિવર્તનને સમજવા પ્રેરિત કરવા ફિલ્મ એક બાળકની નજરે ચાવીરૂપ સંદેશ આપે છે, જેથી આ તમામ માતાપિતાઓને આબોહવામાં પરિવર્તન સામે પગલાં લેવાની યાદ અપાવે છે, જેથી આપણે આપણા ભાવિ બાળકોનું રક્ષણ કરવામાં બહુ મોડા ન પડીએ.

આ પહેલ પર પેકેજ્ડ બેવરેજીસ (ભારત અને દક્ષિણ એશિયા)ના પ્રેસિડન્ટ પુનીત દાસે કહ્યું હતું કે, ટાટા ટી જાગો રે હંમેશા સામાજિક સમસ્યાઓ પર જાગૃતિ લાવવાનો પર્યાય હોવાની સાથે ઉચિત પગલાં સુનિશ્ચિત કરવા પ્રેરિત કરે છે. ટાટા ટી જાગો રેની લેટેસ્ટ એડિશન આપણા બાળકનું રક્ષણ કરવાની માતાપિતાની સૌથી વધુ મૂળભૂત ફરજ પર આધારિત છે. આ એડિશ સુનિશ્ચિત કરશે કે આપણે તેમના ભાવિને ઉજ્જવળ બનાવવા બધું કરી શકીએ. એટલે આ પર્યાવરણને અનુકૂળ ઊર્જાની પદ્ધતિઓ, રિસાઇકલ થતી સામગ્રીઓની પસંદગી કરવા નાનાં પગલાં લેવા પ્રેરિત કરે છે, જે તમામ આગામી પેઢી માટે પૃથ્વીને સલામત અને શ્રેષ્ઠ બનાવી શકે છે.

મુલેન લિન્ટાસના ચીફ ક્રિએટિવ ઓફિસર ગરિમા ખંડેલવાલે ઉમેર્યું હતું કે, રાજકારણી તરીકે પ્રથમ જાગો રે કમર્શિયલ અભિયાન શરૂ કરનાર અને 15 વર્ષ પછી એમાં પુનરાગમન કરનાર પંકજ ત્રિપાઠી આ એડિશનમાં એક મહત્વપૂર્ણ મુદ્દા પર વાત કરે છે, જેના પર આપણે આપણા બાળકના ભાવિ માટે તાત્કાલિક કામ કરવાની અને ધ્યાન આપવાની જરૂર છે. ફિલ્મની શરૂઆત તાપમાનમાં આંશિક ફેરફાર સાથે આપણી પ્રતિકૂળતા સાથે થાય છે, પણ પૃથ્વીના તાપમાનમાં પરિવર્તનને લઈને આપણે ઉદાસીન છીએ એ દર્શાવીએ છીએ. અભિયાનના આ લોંચ તબક્કામાં પંકજ મુખ્ય સંદેશવાહકની ભૂમિકા ભજવે છે. તેઓ જણાવે છે કે, જો આબોહવામાં પરિવર્તન પ્રત્યે આપણે ઉદાસીનતા દાખવીશું અને કશું નહીં કરીએ, તો એની વાસ્તવિક અસર આપણી ભાવિ પેઢીઓ અનુભવશે. તેઓ અપીલ કરે છે કે, આ પેઢીએ ભાવિ બાળકો માટે, તેમના ઉજ્જવળ ભાવિ માટે આબોહવામાં પરિવર્તન સામે લડવાની જરૂર છે. અભિયાનમાં એક બાળ દ્વારા આ મુદ્દે તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર પહેલી વાર વ્યક્ત કરવામાં આવી છે.

મદદ કરવા અને તમારો ટેકો આપવા માર્ગદર્શિકા પર વધારે જાણકારી મેળવવા લોગ ઓન કરો: WWW. jaagore.come