ફરી એક વાર ગુજરાતમાં ૧૫૦ લોકોએ કર્યું ધર્મપરિવર્તન

હજુ થોડા સમય પહેલા મહીસાગર જીલ્લાના બાલાસિનોર જીલ્લામાં એક સાથે 45 જેટલા હિન્દુ સમાજના લોકોએ ધર્મ પરિવર્તન કયું હતું ત્યારે રાજ્યમાં ફરી એક વખત ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી જેમાં ૧૫૦થી વધુ લોકોએ ધર્મ પરિવર્તન કર્યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ કેશોદમાં ૧૫૦ કરતાં વધુ લોકોએ હિંદુ ધર્મ છોડીને વિધિવત રીતે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો છે. શહેર ખાતે આયોજિત કાર્યક્રમમાં ૧૫૦ કરતાં વધુ લોકોએ એક સાથે રહીને બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો. આ પ્રંસગે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ અને ડો.બાબા સાહેબ આંબેડકર તેમજ બૌદ્ધ સાહિત્યને સાક્ષી રાખીને હિંદુ ધર્મ છોડી બૌદ્ધ ધર્મનો અંગીકાર કર્યો છે.

હિંદુ ધર્મ છોડનાર તમામે લીધી હતી વહીવટીતંત્રની મંજુરી

કાર્યક્રમમાં જે પરિવારોએ હિન્દુધર્મ છોડ્યો છે તેની અગાઉ વહીવટીતંત્રની પૂર્વ મંજૂરી લેવામાં આવી હતી અને તે અંતર્ગત ધર્મ બૌદ્ધ ધર્મ અંગીકાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં ખૂબ મોટી સંખ્યામાં કેશોદ સહિત આસપાસના વિસ્તારોના લોકોએ બૌદ્ધ દીક્ષા સમારોહમાં હાજરી આપી હતી.