એક જમાનામાં સાઇકલ સ્ટેટ્સ સિમ્બોલ ગણાતી !!

સાઇકલ મારી સરર….. જાય….

સાઇકલની સુહાની સફર આજે પણ અકબંધ: કોઇપણ વ્યક્તિ એવી ન હોય કે સાઇકલ ચલાવતા પડી ન હોય, સ્કૂટર ચલાવતા પહેલા સાઇકલ ચલાવતા આવડવી જરૂરી: લોકો વટ પાડવા માટે જાડા ટાયરની સાયકલ રાખે છે

વિશ્ર્વમાં સાઇકલ ઉત્પાદનમાં ભારત બીજુ સ્થાન ધરાવે છે: પુના ભારતનું સૌથી પ્રથમ શહેર છે જ્યાં સાઇકલ માટેનો અલગ માર્ગો છે: 19મી સદીના પ્રારંભે જર્મનથી બે વ્હીલવાળા પરિવહન ઉપકરણ સાથે સાઇકલનો ઇતિહાસ શરૂ થયો

નાના બાળકો માટે ત્રણ પૈંડાવાળી સાઇકલ સુગમતા વાળી છે, કારણ કે તેમાં બેલેન્સ જળવાતું હોવાથી પડવાની શક્યતા નહિવત થઇ જાય છે

સાઇકલ મારી સરરરરરરરરરરરર…….. જાય

ટ્રીન ટ્રીન……… ટોકરી વગાડતી જાય 

વર્ષો પહેલા માણસ બધે જ પગપાળા યાત્રા કરતો ચક્રની શોધ બાદ બળદગાડામાં સફર કરતો માનવી આજે ચંદ્ર સફરે પહોંચી ગયો પણ……સાઇકલ હજી આજે પણ માનવી સાથે જોડાયેલી છે. પહેલા પણ અને આજે પણ સાઇકલ ચલાવવી સ્ટેટ્સ અને સ્વાસ્થ્યનું સિંમ્બોલ છે. સાઇકલની સુહાની સફર આજે પણ અંકબંધ છે. સાઇકલની સફર કરવી જેવા તેવાનું કામ નથી. ગરીબ કે શ્રીમંત આજે બધા સાઇકલ ચલાવે છે. સાઇકલએ આપણા જીવનની કલ, આજ ઔર કલ છે. કોઇ વ્યક્તિ એવી નહીં હોય કે સાઇકલ ચલાવતાં પડી ન હોય. સ્કૂટર ચલાવતા પહેલા સાયકલ ચલાવતા આવડવી જરૂરી છે. એક સમયે સાઇકલ ચલાવવા પણ લાઇસન્સ લેવું પડતું અને આજે લાઇસન્સવાળી ગાડી ચલાવતાં પહેલા સાઇકલ શીખવી પડે છે. સાઇકલ બેલેન્સ શીખવે છે. ચોપડી વાંચી સાઇકલ ચલાવતા આવડી જતી નથી.

નાનપણમાં તમારા માતા-પિતાએ તમને ત્રણ પૈંડા અને બે પૈંડાવાળી સાઇકલ લઇ આપી હશે. તમે પિતા સાથે સાઇકલ મુસાફરી પણ કરી હશે. હવે આ સાઇકલ તમારા બાળકોને ચલાવતાં શીખવી એ નિયમિત સાઇકલ ચલાવે એવી તમારી સાઇકલ બનાવજો. આજથી 40 વર્ષ પહેલા સાયકલમાં ડાયનામો મુકીને લાઇટ કરતાં સાયકલમાં લાઇટ ન હોય તો પોલીસ પકડતા. ટાયર સાથે ફુગ્ગા બાંધીને વિચિત્ર અવાજો સાથે પૂરપાટ દોડાવતા સાયકલ પાછળ ભાઇબંધોની ટોળી સાથે શેરીનાં સ્ટ્રીટ ડોગ પણ દોડતા !!

એક સમયે સાઇકલ કરતાં બાઇક હોવી એ સામાજીક પ્રતિષ્ઠા ગણાતી આજે જ્યારે સાઇકલએ ‘ફૂલ’ હોવાની નિશાની ગણાય છે. ખાસ કરીને શહેરી યુવાનોમાં ગીયર વાળી સાઇકલ લોકપ્રિય બની છે.

સાઇકલએ ભારતના મોટાભાગનાં વિસ્તારોમાં મુસાફરીનું મુખ્યા સાધન છે. પહેલાની સરખામણીએ આજે વધુ સંખ્યામાં સાઇકલ ખરીદવામાં સમર્થ બન્યા છે. 2005માં ભારતમાં 40% થી વધુ પરિવારો પાસે ઓછામાં ઓછી એક સાઇકલ હતી. રાજ્યસ્તર પર સાઇકલ માલિકીનો દર લગભગ 30% થી 70% વચ્ચે છે. શહેરી વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રોમાં કર્મચારીઓની સફર માટે 50 થી 75% જેટલા લોકો સાઇકલ ચલાવતા થયા છે.

ભારત વિશ્ર્વમાં સાઇકલ ઉત્પાદનમાં બીજુ સ્થાન ધરાવે છે.

તેમ છતાં કેટલાંક લોકોમાં પરિવહનના સાધન તરીકે સાઇકલના ઉપયોગને લઇને એક પૂર્વગ્રહ છે કે સાઇકલ મોટર વાહનો કરતાં ઓછી સામાજીક પ્રતિષ્ઠા ધરાવે છે. ભારતમાં “બાઇક” શબ્દ સામાન્ય રીતે મોટર સાઇકલને સંદર્ભિત કરે છે. પૂર્ણ ભારતનું સૌપ્રથમ શહેર છે, જ્યાં સાઇકલ માટેનાં અલગથી માર્ગો ઉપલબ્ધ છે.

5 હજારથી શરૂ કરીને 10 લાખ સુધીની સાઇકલ મળે છે !!

વર્ષો પહેલાની સાઇકલ અને આજની સાઇકલમાં ઘણો ફેર છે. આજે સ્પોર્ટ્સ સાઇકલને “બાયક” તરીકે ઓળખાય છે. આજે ફેરારી, લેમ્બોરગીની, ઇન્ફાયનાઇટ, એસ.એલ. સેવરેન, એક્સબાયસિકલ, એક્સ ડી એસ જેવી ઇન્ટરનેશનલ કંપની સાઇકલ બનાવે છે. જેની કિંમત 5 હજારથી શરૂ કરીને 10 લાખ કે તેથી વધુની છે. કેટેગરી વાઇસ હાલ ફેટ બાયસીકલ, માઉન્ટેન ટેરેન બાયસીકલ, હાઇબ્રીડ બાયસીકલ અને રોડ બાયસીકલ ચલણમાં છે. નાના ભૂલકા માટે 5 થી 10 હજારની સાઇકલ આવે છે. સાયકલીંગ સૌથી બેસ્ટ કસરત છે. માણસની હાઇટ વાઇઝ અલગ-અલગ સાઇઝની સાયકલ ઉપલબ્ધ છે ત્યારે હવે તો સીટ પણ ઉંચાનીચી કરીને પણ એડજસ્ટ થઇ શકે છે. સાયક્લીંગ મનને પ્રફૂલ્લીત કરે છે, જોડીદારની ગરજ સારે છે. રેસર સાયકલમાં પણ ફાયબરની હેલ્મેટ પહેરીને ચલાવે છે. જે સાવ વજન વગરની હોય છે. વિદેશી કંપની સાથે ભારતમાં પણ અગાઉને હાલ હિરો-હરક્યુલીસ, એટલાસ, બી.એસ.એ., એસ.એલ.આર જેવી કંપની સાયકલ બનાવે છે. જુના ફિલ્મોમાં હિરો-હિરોઇન સાઇકલ ચલાવતાં ગીતો ગાતા જે આજે પણ જાણીતા છે. સામાન્ય વર્ગ પણ હવે શાળાએ જવા સંતાનોને સારી સાઇકલ અપાવે છે. તંદુરસ્તી માટે શ્રેષ્ઠ છે. આજની પવર્તમાન લાઇફ સ્ટાઇલમાં ડોક્ટરો પણ સાયકલીંગની ભલામણ કરે છે. બી.પી., ડાયાબીટીસ જેવી નાની મોટી બિમારીમાં ડોક્ટર ભલામણ દર્દીને કરે છે. આજે ખૂબ જાડા ટાયરને સાવ પતલા ટાયરની સાઇકલ આવે છે. જેમાં પતલા ટાયરમાં ચલાવવામાં ઇજીનેશ રહેને સ્પીડ વધે જ્યારે જાડા ટાયરમાં સંતુલન વધેને વટ પાડવા પણ આવી સાઇકલ લે છે.

સાઇકલનો રસપ્રદ ઇતિહાસ

19મી સદીની શરૂઆતમાં જર્મન બેરોનકાર્લ ડ્રેસીસ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ બે વ્હીલવાળા પરિવહન ઉપકરણ સાથે સાઇકલનો ઇતિહાસ શરૂ થયો. તેમની સાદી ડાંડી હોર્સ ડિઝાઇન અસંખ્ય અન્ય સંશોધકોને પ્રેરણા આપી. આશરે 1500 બોડીના સ્કેચને લીપોનાર્ડોદા વિન્સીના વિદ્યાર્થી ગિયાન કેપ્રોટીને આભારી છે. પરંતુ 1998માં હેન્સ-એરહાર્ડ લેસીંગ દ્વારા હેતુપૂર્ણ છેતરપિંડી તરીકે તેનું વર્ણન કરવામાં આવ્યું હતું.

સાઇકલ વેપારનું માધ્યમ બની !!

સાઇકલ માત્ર પરિવહનનું સાધન રહ્યું નથી. ધીરેધીરે ત્રણ પૈડાની સાઇકલ રીક્ષા બહાર આવી. જે આજે પણ ભારતમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને દિલ્હી, યુ.પી.ના નાના વિસ્તારોમાં સાઇકલ રીક્ષા દ્વારા પરિવહન થાય છે. તો સાઇકલ ફેરિયાઓ માટે મહત્વનું સાધન બન્યું છે. દૂધ, તાળા, કિચેન, મોબાઇલ કવર, છાપાઓ વિગેરે જેવી વસ્તુઓ સાથે ફેરીયાઓ આજે પણ જોવા મળે છે. તો સાઇકલ પર જાહેરાતના બોર્ડ લગાવવાએ માર્કેટીંગ સ્ટ્રેન્ડ બની છે. સાઇકલ આજે પરિવહન સાથે વેપારનું પણ માધ્યમ બની છે.