રાજકોટમાં દાઝી જતા દોઢ વર્ષનાં માસુમનું મોત

રમતી વેળાએ ગરમ પાણીની ડોલ માથે પડતા ગંભીર રીતે દાઝયો હતો

રાજકોટમાં કિશાનપરામાં ડમરીબાગ પાસે રહેતા ભરતભાઈ વડેચા નામના યુવાનનો પુત્ર ઘરે રમી રહ્યો હતો ત્યારે દોઢ વર્ષનાં માસૂમ પર રમતી વેળાએ ગરમ પાણીની ડોલ માથે પડતા તે ગંભીર રીતે દાઝતા તેને સારવાર અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં તેનું મોત નિપજયું છે.

શહેરમાં કિશાનપરા-1માં રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ વડેચા નામના યુવાનનો પુત્ર ભરતભાઈ વડેચા નામનો દોઢ વર્ષનો માસુમ ઘરે રમી રહ્યો હતો તે વેળાએ તેના પર ગરમ પાણીની ડોલ માથે પડતા તે ગંભીર રીતે દાઝયો હતો. જેથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો જયાં માસુમનું મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. મૃતક બેભાઈમાં નાનો હતો એ.ડીવીઝન પોલીસના હેડ કોન્સ્ટેબલ આર.એસ. વાઘેલાએ હોસ્પિટલે દોડી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.