Abtak Media Google News

એલસીબીએ કુલ રૂ.60 હજારનો મુદામાલ કર્યો કબ્જે

ઊના શહેર માં રીક્ષા માં ચોર ખાના માં છુપાવી  હેરાફેરી થતી ઈંગ્લીશ દારૂની 156 બોટલ દારૂ સાથે એકને પકડી  પાડી તપાસ હાથ ધરી છે.

વિગત મુજબ જિલ્લા પોલીસ વડા જાડેજા ની સૂચના થી ગીર સોમનાથ જિલ્લા ની એલ.સી.બી. બ્રાન્ચ ના પી. આઇ. ચાવડા અનેપી. એસ. આઇ. ચાવડા ના માર્ગ દર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણ ભાઈ મોરી અને પોલીસ કોન્સ્ટેબલ સંદીપ સિંહ ઝનકાટ ઊના માં દેલવાડા રોડ ઉપર હાઈ સ્કુલ પાસે પેટ્રોલિંગ માં હતા ત્યારે દેલવાડા તરફ થી એક પેસેન્જર રિક્ષા નંબર GJ 32U-0593 રોકવી ચાલાક બાબુ ભાઈ ઉકાભાઇ વાજા રે. ઊના 2, ગીતાબેન સામજી ભાઈ રાઠોડ રે. વાસોજ ને પૂછ પરછ કરી તપાસ કરતા રિક્ષા માં ચોર ખાના માં છુપાવેલી પરપ્રાંત ની ઇંગ્લિશ દારુ ની બોટલ નગ 156કીમત રૂપિયા 9600 રિક્ષા મોબાઇલ ફોન મળી રૂપિયા 60100/મુદામાલ પકડી ઊના પોલીસ ને સોંપી ગુનો દાખલ કર્યો હતો અને આ દારુ કોડીનાર તાલુકાના વડનગર ના ગોપાલ કામલિયા ને આપવાનો હોય તેની સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.