Abtak Media Google News

શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ શહેરી ક્ષેત્રના દ્વિદિવસીય શાળા પ્રવેશોત્સવનો ગાંધીનગરી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યનું શાળાએ જવા પાત્ર એક પણ બાળક શાળા અભ્યાસ-શાળા પ્રવેશી વંચિત ન રહે તેવી ૧૦૦ ટકા નામાંકનની સંકલ્પબદ્ધતા આ સરકારે દાખવી છે. રાઇટ ટુ એજ્યુકેશન-સૌને શિક્ષણનો અધિકાર એ દિશામાં રાજ્ય સરકાર સંપૂર્ણ સંકલ્પબદ્ધ છે એમ તેમણે ઉમેર્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, શાળા પ્રવેશોત્સવને પરિણામે ડ્રોપ આઉટ રેઇટ ૧ ટકા સુધી લઇ જવામાં મળેલી સફળતાને પગલે માધ્યમિક શાળાઓમાં પણ ટ્રાન્ઝીશન રેટ ૧૦૦ ટકા લઇ જવા માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯માં પ્રવેશપાત્ર વિર્દ્યાીઓનો પ્રવેશોત્સવ અભિનવ પ્રયોગરૂપે શરૂ કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્યના અંતરિયાળ આદિજાતિ વિસ્તારો સહિત ગામો-શહેરોમાં શિક્ષણની અદ્યતન સુવિધાઓ સરકારે પૂરી પાડી છે. સવા લાખ જેટલા શાળાના ઓરડાઓ, બધી જ શાળાઓમાં કોમ્પ્યુટર લેબ, લાયબ્રેરી, પ્રયોગશાળા વગેરે સુવિધાઓી બાળકોના અભ્યાસની પૂરતી કાળજી સરકાર કરોડો રૂપિયાનું બજેટ શિક્ષણ માટે ફાળવીને લઇ રહી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. વિજયભાઇ રૂપાણીએ બાળકોના શાળા પ્રવેશોત્સવને પારિવારિક ઉત્સવ તરીકે ઉજવીને બાળકના શાળા નામાંકનને પ્રોત્સાહિત કરવા પણ અનુરોધ કર્યો હતો.

તેમણે કહ્યું કે, શિક્ષણ જ વિકાસનો પાયો છે તેી આજનું બાળક શિક્ષા-દિક્ષા મેળવી રાષ્ટ્રનિર્માણ – સમાજ નિર્માણમાં ભાવિ નાગરિક તરીકે સક્ષમતાી ઊભો રહે તે જ આપણી નેમ છે. આ અવસરે ધારાસભ્ય શંભૂજી ઠાકોર, મેયર પ્રવિણભાઇ પટેલ, મ્યુ. કમિશનર, કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી અને શાળા પરિવાર ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.