Abtak Media Google News

શિખર ધવન અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ માટે ૨૫૦ થી વધુ રનની પાર્ટનરશીપ: ધવન બેવડી ચુકયો અને પુજારા સદી ભણી: ભારત 399/3

ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ગાલે ખાતે શ‚ થયેલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતીય બેટસમેનોએ શ્રીલંકન બોલરોની બેફામ ધોલાઈ કરી હતી. ઓપનર શિખર ધવને વન-ડે સ્ટાઈલ બેટીંગ કરી હતી. ભારતની પ્રથમ વિકેટ માત્ર ૧૮ રને પડયા બાદ ઓપનર શિખર ધવન અને ચેતેશ્વર પુજારા વચ્ચે બીજી વિકેટ માટે અણનમ ૨૪૪ રનની ભાગીદારી નોંધાય છે. આ લખાય રહ્યું છે ત્યારે શિખર ૧૮૧ રન અને પુજારા ૭૩ રન સાથે દાવમાં છે.પ્રથમ ટેસ્ટમાં ભારતના સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય લીધો હતો. લોકેશ રાહુલ ઈજાગ્રસ્ત હોવાના કારણે ટીમમાં અભિનમ મુકુંદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે મુકુંદ માત્ર ૧૨ રનના સ્કોરે આઉટ થતા ભારતની પ્રથમ વિકેટ ૧૮ રને ધરાશાયી થઈ ગઈ હતી. ત્યારબાદ શિખર ધવન અને ચેતેશ્ર્વર પુજારાએ તમામ શ્રીલંકન બોલરોની ધોલાઈ કરી નાખી હતી. બંને વચ્ચે આ લખાય રહ્યું છે ત્યારે ૪૪.૪ ઓવરમાં ૨૪૪ રનની ભાગીદારી નોંધાય છે. સામાન્ય રીતે ટેસ્ટ મેચમાં ધીમી બેટીંગ કરવામાં આવતી હોય છે પરંતુ શિખર ધવને પ્રથમ ટેસ્ટમાં વન-ડે સ્ટાઈલ બેટીંગ કરી હતી. ૨૦ ચોગ્ગાની મદદથી ૧૬૧ બોલમાં ૧૮૧ રન ઝીંકી દીધા હતા અને તે મકકમ ગતિએ બેવડી સદી ભણી આગળ ધપી રહ્યો છે તો સામા છેડે સૌરાષ્ટ્રના રનમશીન અને ટીમ ઈન્ડિયાની વોલ તરીકે ઓળખાતા ચેતેશ્વર પુજારાએ પણ તમામ બોલરોની ખબર લઈ નાખી હતી. જે-તે સમયે ૧૨૮ બોલમાં ૭૨ રન ફટકાર્યા હતા. આ લખાય રહ્યું છે ત્યારે ભારતે ૫૨.૧ ઓવરમાં ૨૬૯ રન બનાવી લીધા છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.