- દ્વારકાના પદયાત્રીઓ સાથે 13 દિવસ માં 340 કી.મી. નું અંતર કાપ્યું
જામનગર તા ૨, દ્વારકામાં ધુળેટીના ફૂલડોલ મહોત્સવમાં હાજરી આપવા માટે સમગ્ર ગુજરાત ભરમાંથી અનેક પદયાત્રીઓ દૂર દૂરથી પદયાત્રા કરીને જામનગર જિલ્લામાંથી પસાર થઈને દેવભૂમિ દ્વારકા તરફ પ્રયાણ કરે છે, ત્યારે આજે એક પદયાત્રી સંઘમાં શ્વાનની પણ પ્રભુભક્તિ જોવા મળી હતી.
ગાંધીનગર ના ઉનાવા ગામ થી કેટલાક પદયાત્રીઓનો એક સંઘ જામનગર શહેરમાંથી પસાર થયો હતો, અને દ્વારકા તરફ પ્રયાણ કર્યું છે. જે પદયાત્રા સંઘમાં એક શ્વાન પણ જોડાયો છે. છેલ્લા 13 દિવસથી શ્વાન પણ પદયાત્રીઓના સંઘની સાથે સાથે ચાલીને અંદાજે 340 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે, અને પદયાત્રીઓના સંઘ સાથેની સાથે જ દ્વારકા તરફ જવા માટે તેણે પ્રયાણ કર્યું છે.
જામનગરમાં એક સેવા કેમ્પ માં જ્યારે આ શ્વાન આવી પહોંચ્યું, ત્યારે કેટલાક સેવા કેમ્પ માં હાજર રહેલા સેવાદાર લોકોએ તેનો વિડીયો પણ બનાવ્યો છે, અને તે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અને શ્વાનની પણ પ્રભુ ભક્તિ જોવા મળી રહી છે.
અહેવાલ: સાગર સંઘાણી