બોટાદ પાસે બોલેરોની ઠોકરે એકનું મોત: બે બાળકો ઘવાયા

0
33

બરવાળા પાસે રીક્ષા પલ્ટી ખાઇ જતા અમદાવાદના આધેડને કાળ ભેટ્યો 

બોટાદના તરઘરા ગામ પાસે વીંછીયાથી બાઇક પર બે બાળકો સાથે મામાના ઘરે જતા યુવાનના બાઇકને બોલેરો ચાલકે ઠોકર મારતા બાઇક ચાલકનું મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકોને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા. અન્ય બનાવમાં બરવાળા ગામે રિક્ષાની ફેરો કરવા ગયેલા અમદાવાદના આધેડની રીક્ષા પલ્ટી ખાઈ જતા તેમનું પણ મોત નિપજ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વીંછીયા રહેતા લલિતભાઈ મેસવાળીયા પોતાના પુત્ર ધાર્મિક અને ભત્રીજા યુગને બાઇક પટ બેસાડી મામાના ઘરે જતા હતા. ત્યારે તરઘરા ગામ પાસે માઈકુલ આઈસ્ક્રીમ પાસે જીજે-07-એસી-8662 નંબરની બોલેરો ચાલકે બાઇકને ઠોકરે લીધું હતું. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા યુવાન લલિતભાઈનું પુત્રની નજર સામે જ મોત નિપજ્યું હતું.

જ્યારે ધાર્મિક અને યુગને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે ઘટનાની નોંધ કરી બોલેરો ચાલકની શોધખોળ હાથધરી છે.

તો અન્ય બનાવમાં અમદાવાદ રહેતા અને રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા નિરંજનભાઈ રામેશ્વરભાઈ ભાવસાર નામના 45 વર્ષના આધેડ પોતાની રીક્ષા લઇ ફેરો કરવા ગયા હતા. જ્યાંથી પરત ફરતી વેળાએ બરવાળા ગામના વયા ગામના પાટિયા પાસે નિરંજનભાઈ ભાવસારની જીજે-01-ટીડી-3893 નંબરની રીક્ષા પલ્ટી ખાઈ જતા ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેમને સારવાર માટે અમદાવાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કારગત ન નિવડતા આધેડનું મોત થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here