Abtak Media Google News

જિલ્લાની ખાનગી શાળાઓનાં પરિવારને  સારવાર માટે વિનામૂલ્યે ઓકિસજન મળી રહે તે માટે અનુકરણીય કાર્ય

Images 2021 04 21T131956.150

રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ હંમેશા શૈક્ષણિક, સામાજીક અને સેવાકિય અને સમાજ ઉપયોગી પ્રવૃતિઓ કરતું જાગૃત સંગઠન છે. હાલમાં પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતીને લીધે સારવાર લેનાર દર્દીઓને ઓક્સિજનની અછતને કારણે જીવ ગુમાવવો પડે છે તેવા સમાચાર દરરોજ જાણવા મળે છે. આવી કટોકટીભરી પરિસ્થિતીમાં પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારને સારવાર દરમિયાન પુરતો ઓક્સિજન મળી રહે તે માટે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા અનુકરણીય પગલું લેવામાં આવ્યુ છે. રાજકોટ જીલ્લાની ખાનગી શાળાઓના પરિવારને સારવાર માટે વિનામુલ્યે ઓક્સિજન મળી રહે તે માટે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા સ્વખર્ચે દસ લીટરની ક્ષમતા ધરાવતા 150 ઓક્સિજન સિલિન્ડરો વસાવવામાં આવ્યા છે.

ગોંડલ, ધોરાજી, ઉપલેટા અને પડધરી તાલુકામાં પણ વ્યવસ્થા: જસદણ સંચાલક મંડળ દ્વારા વધુ 50 સિલિન્ડરની તેમના વિસ્તાર માટે અલગથી  વ્યવસ્થા કરાઈ

સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ  ડી. વી. મહેતાએ જણાવ્યું હતુ કે રાજકોટ શહેરના તમામ ઝોન અને રાજકોટ જિલ્લાના તમામ તાલુકા મથકોએ પણ ઓક્સિજન સિલિન્ડરની નિ:શુલ્ક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સેવાનો પ્રારંભ રાજકોટ જિલ્લાના સંચાલકોના અનુદાન થી શરુ કરવામાં આવ્યો છે. ઓક્સિજન સિલિન્ડર મેળવવા માટે લેનારે ફક્ત ડિપોઝીટ આપવાની રહેશે, જે રકમ સિલિન્ડર પરત કરતા પાછી આપવામાં આવશે. રાજકોટના એક લાખ કર્મચારીઓ અને તેમના પરિવારોને વિનામુલ્યે ઓક્સિજન મળી રહે તે માટે સ્તુત્ય પહેલ કરવામાં આવી છે, આ સેવાનો લાભ લેવા ઇચ્છતા કર્મચારીઓએ તેમના ઝોનના ઉપપ્રમુખ કે શાળા સંચાલકનો સંપર્ક કરવાનો રહેશે. હાલની કટોકટીભરી પરિસ્થિતીમાં સાથે મળીને અને એકબીજાને મદદરુપ બનીએ, પરિવારની સુરક્ષા કરવા માટે ચાલોઆપણે સાથે મળીને કાર્ય કરીએ. રાજકોટ ઉપરાંત ખાસ ગોંડલ, ધોરાજી, ઉપલેટા, અને પડધરીના સંચાલક મિત્રો તેમના શિક્ષકો માટે અને સમાજ માટે મદદરૂપ થવા પ્રયત્નશીલ છે. તેવી જ રીતે જસદણ તાલુકાના શાળા સંચાલક મિત્રો દ્વારા વધારે 50 સિલિન્ડર ખાસ જસદણ તાલુકા માટે મંગાવેલ છે અને તેમના સ્વાસ્થ્ય માટે સતત કાર્ય કરતા રહેલા છે. આ કાર્યને સફળ બનાવવા માટે જસદણ તાલુકાના  ભાવેશ વેકરીયા,  કમલેશભાઈ હિરપરા તથા અન્ય શાળા સંચાલક મિત્રો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પ્રોજેકટના સફળ અમલ માટે રાજકોટ જીલ્લાના પ્રમુખ  ડી. વી. મહેતા, ઉપપ્રમુખ  અવધેશભાઇ કાનગડ, ઉપપ્રમુખ ડો. ડી. કે. વડોદરીયા, મહામંત્રી  પરીમલભાઇ પરડવા, મહામંત્રી  પુષ્કરભાઇ રાવલ, સૌરાષ્ટ્ર ઝોન ક્ધવીનર  જયદિપભાઈ જલુ અને  મેહુલભાઈ પરડવાના માર્ગદર્શનમાં તમામ ઝોનના ઉપપ્રમુખો, હોદેદારો, કારોબારી મંડળના સભ્યો અને રાજકોટ જીલ્લાની તમામ શાળાના સંચાલકો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.