Abtak Media Google News

નોટબંધી સામે કેન્દ્ર સરકારનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ

વર્ષ 2016 માં રૂ. પ00 અને 1000 ની ચલણી નોટ બંધ કરવાના નિર્ણય અંગે વ્યાપક એફીડેવીટ માંગતી રીઝર્વ બેન્ક અને કેન્દ્ર સરકારને સુપ્રિમ કોર્ટે નોટિસ આપી છે. સુપ્રિમ કોર્ટે 500 અને 1000 જુની નોટો બદલાવા માટે વ્યવસ્થા બનાવવા પુર્ન: વિચાર કરવામાં આવે તેવી શકયતા વ્યકત કરી છે.

જસ્ટીસ અબ્દુલ નઝીર, બી.આર. ગવઇ, એ.એસ. બોપન્ના, વી.રામા સુબ્રમણ્યન અને બી.વી. નાગરથ્થાની પાંચ જજોની બેઠકો પ00 અને 1000 ની ચલણી નોટોની નોટબંધી કરવાના કેન્દ્રના નિર્ણયને પડકારતી તમામ હસ્તક્ષેપ અરજીઓ અને નવી અરજીઓના સંદર્ભમાં નોટીસ જારી કરી હતી.

Here Is What You Should Do With The Old Rs 500 And Rs 1,000 Notes | India News – India Tv

કેન્દ્ર અને આર.બી.આઇ. ના વકીલ પોત પોતાની વ્યાપક એફીડેવીટ ફાઇલ કરવા માટે સમય માગે છે કોર્ટે આ મામલાને નવમી નવેમ્બર પર મુલત્વી રાખ્યો હતો. સુપ્રિમ કોર્ટે કેન્દ્ર સરકારને ટકોર કરી છે કે ર016ની નોટબંધીમાં ઘડિયાળના કાંટા ઊંધા ફેરવવા કે ભુરજીમાંથી ફરી ઇડુ બનાવવાના પ્રયાસ કરો નહીં.

એટર્ની જનરલ આર વેંકટરામનએ એવી ટકોર કરી છે કે જો પ્રત્યક્ષ રીતે રાહત આપવી શકય ન હોય તો કોર્ટ કોઇ ફેસલો આપી શકે નહીં.

સુપ્રિમ કોર્ટે એટર્ની જનરલએ એ પણ પૂછયું હતું કે શું પ00 અને 1000 રૂપિયાની જુની નોટ બંધ કરતા પહેલા રિઝર્વ બેન્કના સેન્ટ્રલ બોર્ડની સલાહ લીધી હતી કે નહીં ?જસ્ટીસ એસ.એ. નઝીરના અઘ્યક્ષ સ્થાન વાળી પાંચ સદસ્યની ખંડપીઠે નોટબંધીને પડકારતી 58 જેટલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી છે.

વડી અદાલતે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે આર.બી.આઇ. કાનુન 26 (2) ની પ્રક્રિયાનું પાલન કરાયું હતું કે કેમ? સુપ્રિમ કોર્ટની નોટીસનો જવાબ આપવા કેન્દ્ર સરકાર હવે શું જવાબ  આપે છે તેના પર મીટ મંડાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.