Abtak Media Google News

ઉત્તરપ્રદેશમાં સ્થળાંતરિતો સાથેનો ટ્રક-ટ્રક સાથે અથડાતા ૨૪ના મોત

૪૦ શ્રમિકો ચુનાથી ભરેલા ટ્રકમાં સવાર હતા : અકસ્માતનો ભોગ બનેલા મોટાભાગના બિહાર, ઝારખંડ અને પં.બંગાળના રહેવાસી

મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ બાદ હવે યુપીમાં પણ શ્રમિકો અકસ્માતનો ભોગ બન્યા

ઉત્તર પ્રદેશના ઓરૈયામાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા ૨૪ મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.

ઓરૈયાના ડીએમ અભિષેક સિંહના કહ્યા મુજબ અકસ્માત વહેલી સવારે ૩.૩૦ વાગ્યે થયો હતો. જેમા ૨૪ લોકોના મોત થયા છે અને ૨૦ ઘાયલ થયા છે. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે. અકસ્માતમાં ઘાયલ એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ટ્રકમાં ૪૦ લોકો સવાર હતા.

ડીસીએમમાં સવાર મોટાભાગના મજૂર બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના છે. મજૂરો એક લાંબી મુસાફરી કરીને રાજસ્થાનથી આવી રહ્યા હતા. આખી રાત ડીસીએમમાં કાપ્યા બાદ સવાર થવાની હતી. પરંતુ આ મજૂરોની કમનસીબી કહેવાય કે કાળનો કુચક્ર તેમને સવારનો સૂરજ જોવા મળ્યો નહીં. કાળી રાતમાં તેઓ ઉંઘમાં જ કાયમ માટે ઉંઘી ગયા. સાક્ષીઓનું કહેવું છે કે કાળજું કંપાવતો આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂર ડીસીએમ રોકીને ચાર પી રહ્યા હતા.

બુધવાર રાત્રે મધ્યપ્રદેશના ગુનામાં બસ અને ક્ધટેનરની ટક્કરમાં ૮ મજૂરના મોત થયા હતા અને ૫૪ ઘાયલ થયા હતા. તમામ લોકો ઉત્તર પ્રદેશથી ઉન્નાવ જઈ રહ્યા હતા. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં બુધવાર રાત્રે રોડવેઝની બસે ૬ મજૂરોને કચડી નાખ્યા હતા. બીજી તરફ બિહારમાં પણ પ્રવાસીઓની બસ ટ્રક સાથે અથાડાઈ હતી. જેમા બે લોકોના મોત થયા હતા.

મહારાષ્ટ્રના ઔરંગાબાદ પાસે રેલવે ટ્રેક ઉપર માલગાડીની હડફેટે આવી જતાં ૧૬ મજૂરોના મોત થયા હતા. અકસ્માત ઔરંગાબાદમાં કરમાડ સ્ટેશન પાસે થયો હતો. મજૂરો રેલવે ટ્રેક ઉપર ઊંઘી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. નોંધનીય છે કે, ચાલુ મહિનામાં શ્રમિકોને ખુબજ ગંભીર અકસ્માતોનો સામનો કરવો પડી રહ્યો છે.

થોડા સમયે રેલવે ટ્રેક પર સુતેલા શ્રમિકો પરથી ટ્રેન ચાલી જતા ૧૭ શ્રમિકોના મોત નિપજયા હતા. ત્યારબાદ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં પણ શ્રમિકો માર્ગ અકસ્માતમાં ભોગ બન્યા હતા અને આજે ફરીથી શ્રમિકો ભરેલી ટ્રક અન્ય ટ્રક સાથે અથડાતા ૨૪ શ્રમિકોના મોત થયા છે અને ૩૬ ઘાયલ હોવાનું જાણવા મળે છે.જેમાં ઉત્તર પ્રદેશના ઓરૈયામાં આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમા ૨૪ મજૂરોના મોત થયા છે. મજૂર ભરેલી ટ્રકે બીજી ટ્રકને ટક્કર મારી દીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી.આવા સમયે સાક્ષીઓનું કહેવું છે કે કાળજું કંપાવતો આ અકસ્માત ત્યારે થયો જ્યારે મજૂર ડીસીએમ રોકીને ચાર પી રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.