Abtak Media Google News

શરૂઆતમાં બ્રાઝિલના આક્રમક પ્રદર્શન છતા બેલ્જીયમ સામે હાર્યુ

ફિકા-૨૦૧૮નું પરીણામ ખુબ જ રોમાંચક રહેશે. કારણે પહેલા જર્મની અને હવે ધુરંધર ટીમ બ્રાઝીલ પણ વર્લ્ડ કપની રેસથી બહાર થઈ ચુકી છે. પાંચ વખતથી ચેમ્પિયન અને દિગ્ગજ ખેલાડી નેમારની બ્રાઝીલ ટીમ કવાર્ટરફાઈનલ મેચમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ચુકી છે. શુક્રવારે મોડીરાત્રે રમાયેલી આ મેચમાં બેલ્જિયમે બ્રાઝીલને ૨-૧ થી હરાવ્યું હતું. આ જીત સાથે બેલ્જીયમનું વર્લ્ડ કપનું સ્વપ્ન જીવંત રહ્યું છે.

બેલ્જીયમ ૧૯/૬ બાદ પહેલી વખત સેમીફાઈનલમાં પહોંચવા સક્ષમ બન્યું છે માટ હવે બલ્જીયમ ફાઈનલ માટે મંગળવારે ફ્રાન્સ સાથે રમશે. આ મેચમાં બેલ્જીયમ સ્ટાર મિડફિલ્ટર કેવિન કે બ્રુએનુ પ્રદર્શન ખુબ જ સારું રહ્યું હતું. જોકે શરૂઆતી ૮મી મિનિટમાં જ બ્રાઝીલ આક્રમક રહ્યું પરંતુ બેલ્જીયમે ૧૩મી મિનિટમાં જ કોર્નર મેળવ્યો હતો તો બેલ્જીયમના કેપ્ટન ઈડન હેઝાર્ડને ૬૨મી મીનીટમાં કાઉન્ટર એટેક પર ગોલ કરવાની તક મળતા તેણે બોકસ બહાર શોટ લગાવ્યા પરંતુ તે ગોલ કરી શકયો ન હતો પરંતુ મેચની અંતિમ ક્ષણોમાં બ્રાઝીલે બરાબરીનો ગોલ કરવાના પ્રયત્નો કર્યા પરંતુ તે બેલ્જીયમ સામે જીવતામાં નિષ્ફળ રહ્યા હતા.

ફ્રાન્સે ઉરૂગ્વેને કચડયું: સેમીફાઈનલમાં  બેલ્જીયમ સાથે ટકરાશે

ડિફેન્ડર રાફેલ વરાને એક એન્ટોની ગ્રીઝમેનના ગોલને સહારે ફ્રાન્સે ઉરૂગ્વે સામે ૨-૦ થી ઐતિહાસિક જીત મેળવતા ૧૨ વર્ષ બાદ ફુટબોલ વર્લ્ડ કપની સેમીફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. ઉરૂગ્વેનો ખેલાડી એડિસન કવાની ઈજાને કારણે તે રમવા ઉતરી શકયો ન હતો અને ટીમને તેની ખોટ ભારે પડી હતી. આ સાથે જ ફ્રાન્સ ૨૦૦૬ બાદ પ્રથમ વખત સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે. યુરોપ અને સાઉથ અમેરિકાની હાઈપ્રોફાઈલ ટીમો વચ્ચે ભારે રસપ્રદ મુકાબલો જોવા મળ્યો હતો. ઉરૂગ્વેએ શરૂઆતમાં ફ્રાન્સ પર દબાણ કર્યું અંતમાં ૬૧મી મીનીટે ગ્રીઝમેનની પાવરફુલ કીકને અટકાવવા ઉરૂગ્વેએ છાબરડો કર્યો હતો. આ સાથે જ મેચમાં ૨-૦થી સરસાઈ મેળવી ફ્રાન્સે જીત હાંસલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.