એક વ્યક્તિએ કર્યો અદ્ભુત કમાલ, ઈંટ અને સિમેન્ટથી બનાવ્યું ફર્સ્ટ ક્લાસ કુલર, IPS બોલ્યા- ‘ભારતીય Jugaad’

ભારતીય લોકો જુગાડ દ્વારા પોતાનું કામ ચલાવવામાં વિશ્વમાં પ્રસિદ્ધ છે. કેટલું પણ કઠિન કામ હોય તે પોતાના જુગાડથી તેને સરળ બનાવી દે છે. પરંતુ કોઈ પણ કામને પૂર્ણ કર્યા વિના હાર માનતા નથી. સોશિયલ મીડિયા પર અવાર-નવાર આવા જુગાડના વિડીયો વાયરલ થતાં રહે છે. આ દિવસોમાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ આ વ્યક્તિના વખાણ કર્યા વિના પોતાને રોકી નહીં શકો. આ વિડીયોમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ દેશી જુગાડથી ઈંટ અને સિમેન્ટમાંથી કુલર બનાવી લીધું.

સોશિયલ મીડિયા પર આ વિડીયો આઇપીએસ અધિકારી રૂપેન શર્માએ શેર કર્યો છે. વિડિયોની સાથે તેઓએ મજેદાર શીર્ષક આપી લખ્યું છે કે ‘ કુલર બનાવતી LG અને BlueStar કંપની આ વ્યક્તિને શોધી રહી છે.’ વિડિયોમાં તમે જોઈ શકો છો કે કુલર દેખાઈ રહ્યું છે, જે તેજ રફતાર થી ચાલી રહ્યું છે અને ખાસ વાત એ છે કે કુલર ઈંટ અને સિમેન્ટથી બનેલું છે. કુલરની ટાંકી સિમેન્ટ અને તેની બોડી ઈંટથી બનેલી છે આ કુલરની બનાવટ એકદમ પ્લાસ્ટિક અને લોખંડથી બનેલા કુલર જેવી જ છે.

લોકો આ વિડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વિડિયોને શેર કર્યાને થોડા જ કલાકો થયા છે અને લોકો આ વિડીયો જોઈ મજેદાર કમેંટ્સ કરી રહ્યા છે. એક યૂજરે લખ્યું 3 ટનનું લાગે છે તો બીજા કોઈએ લખ્યું ટન ટના ટન લાગી રહ્યું છે.