Abtak Media Google News
  • સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા સતત પાંચમા વર્ષે નવલી નવરાત્રીનું  આયોજન
  • 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં ગરબાનું આયોજન
  • ટોચના ગરબા સિંગરો કરશે જમાવટ
  • મિલન કોઠારી ના નેતૃત્વમાં જૈન વિઝનની ટીમ ‘અબતક’ મીડિયાની શુભેચ્છા  મુલાકાતે

સેવાની કોઈ પણ પ્રવૃતિ હોય, ભૂખ્યાને અન્ન આપવાનું હોય કે પછી તરસ્યાને પાણી આપવાનું હોય, નિરાધારને આશરો આપવાનો હોય કે પછી ધર્મની રક્ષા કરવાની હોય રાજકોટની સામાજિક સંસ્થા જૈન વિઝન અન્ય સંસ્થાઓ કરતાં હમેશા એક ડગલું આગળ રહે છે. નવલી નવરાત્રીના આયોજનમાં પણ જૈન વિઝન હંમેશા આગળ રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી નવા નવા આકર્ષણો સાથે જૈન પરિવાર માટે નવરાત્રીનું આયોજન કરે છે આ વર્ષે પણ 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક પાસે વિશાળ ગ્રાઉન્ડમાં સોનમ ગરબા 2022 નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને શહેરના તમામ જૈન પરિવારો આ આયોજન સાથે જોડાવા માટે ઉત્સુક છે.

જૈન વિઝનના સંયોજક મિલન કોઠારીએ વિશેષમાં વિગતો આપતા કહ્યું હતું કે, 26 સપ્ટેમ્બર થી પાંચ ઓક્ટોબર સુધી યોજાનારા આ નવરાત્રી મહોત્સવમાં આ વર્ષે પણ નવા નવા આકર્ષણો ઉમેરવામાં આવ્યા છે. સંપૂર્ણપણે બિન વ્યવસાયિક એવા આ સુંદર આયોજનમાં બહેનોને વિનામૂલ્યે સિઝન પાસ આપવામાં આવશે. 150 ફૂટ રીંગ રોડ પર શીતલ પાર્ક બસ સ્ટેન્ડ પાસે જનીશભાઈ અજમેરાની માલિકીના 4 લાખ સ્કવેર ફૂટના વિશાળ ધ કેપિટલ ગ્રાઉન્ડમાં દોઢ લાખ વોટની લાઇન એરે અધ્યતન સાઉન્ડ સિસ્ટમ, સુંદર લાઇટિંગ વ્યવસ્થા, પારિવારિક બેઠક વ્યવસ્થા, જૈન ફૂડ ઝોન, ચુસ્ત સિક્યુરિટી, સેલ્ફી ઝોન, સહિતના આકર્ષણો રાખવામાં આવ્યા છે.

જૈન વિઝન દર વર્ષે ખેલૈયાઓ ઉપર લાખેણા ઇનામોનો વરસાદ કરે છે અને આ વખતે પણ અનેક ઇનામો આપવામાં આવશે. નવરાત્રી દરમિયાન રોજ નવી નવી કોમ્પીટીશન પણ યોજાશે અને એન્ટ્રી ટિકિટ ઉપર લકી ડ્રો પણ થશે.

જૈન વિઝન આયોજિત સોનમ ગરબા 2022 નું આ વખતનું મુખ્ય આકર્ષણ જ્ઞીિીંબય ના સિંગર્સ છે. આ વખતે ગુજરાતના ગરબા કિંગ અતાખાન, અમદાવાદના ફોક સિંગર વિશાલ પંચાલ, ગરબા અને બોલીવુડ સિંગર રાજકોટના અશ્વિની મહેતા જૈન વિઝનના આંગણે આવી રહ્યા છે. મ્યુઝિક એરેન્જર તરીકે ભાર્ગવ ચાંગેલા અને તેમની ટીમ છે. આર્ટિસ્ટ એરેન્જમેન્ટ તેજસ શીશાંગીયાની છે .

જૈન વિઝન આયોજિત સોનમ ગરબા 2022 નું મધ્યસ્થ કાર્યાલય યાજ્ઞિક રોડ પર બીઝ હોટલની સામે શરૂ કરવામાં આવ્યું છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં સિઝન પાસ મેળવવા માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

માત્ર જૈન પરિવારના ભાઈ બહેનો માટે યોજાઇ રહેલા આ સોનમ ગરબા દર વર્ષે આકર્ષણનું કેન્દ્ર બને છે અને મોટી સંખ્યામાં ખેલૈયાઓ રમવા માટે ઉમટી પડે છે. આ વખતે પણ ખાસ કરીને યુવા ધનમાં જૈન વિઝનના સંગે ગરબા રમવા માટે ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે.

હાલમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગરબાના ફોર્મનું વિતરણ ચાલી રહ્યું છે. યાજ્ઞિક રોડ ઉપર બિઝ હોટેલની સામે મધ્યસ્થ કાર્યાલય ઉપરાંત ગરબાના ફોર્મ જુલિયાના ફેશન ( ઇંપિરિયલ હાઇટ્સ, 150 ફૂટ રિંગ રોડ, બિગ બજારની સામે ), મહાવીર સિલેકશન (કુદરત કોમ્પ્લેક્ષ, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુ વાસવાણી રોડ ), રેમન્ડ શો રૂમ (નક્ષત્ર હાઇટ્સ, રૈયા ટેલિફોન એક્સચેંજની સામે, પાણીના ટાંકાની બાજુમાં ), મંગલમ ફર્નિચર ( ઢેબર રોડ, ગ્રાન્ડ રિજન્સીની સામે ), જ્યોત એંપોરિયમ( તાજાવાલા સુપર માર્કેટ, લાખાજીરાજ રોડ, બાપુના બાવલા પાસે ),   અરિહંત શરાફી સહકારી મંડળી ( અરિહંત બિઝનેસ સેન્ટર, ગુંદાવાડી પોલીસ ચોકી પાસે, કેનાલ રોડ ), ટી-પોસ્ટ ( રૈયા રોડ, નાગરિક બેન્કની બાજુમાં ), કશીશ હોલી ડે ( જલારામ પ્લોટ-4, રામકૃપા ડેરી સામે, યુનિવર્સિટી રોડ ), મોંજિનિસ કેક શોપ ( કાલાવડ રોડ, આઈસીઆઈસીઆઈ બેન્કની પાસે, કોટેચા ચોક ), વીર સેલ્સ એજન્સી ( રત્નમ એપાર્ટમેંટ, ભવાની માના મંદિર પાસે, નાગેશ્વર, જામનગર રોડ), ભારત ઓટો ( નીલકંઠ ટોકીઝ પાસે, સોરઠિયાવાડી સર્કલ ) અને જૈન સારીઝ( દીવાનપરા મેઇન રોડ ) સહિતના સ્થળેથી મળી રહેશે.

ગરબાના આ આયોજનની સફળતા માટે જૈન વિઝનના સંયોજક મિલન કોઠારી જયેશ શાહ, સુનિલ શાહ, જય ખારા, વિભાષ શેઠ, જનીશ અજમેરા

ભરત દોશી અજીત જૈન  હેમલ મેહતા ધ્રુમિલ પારેખ ગીરીશ મેહતા તુષાર પતિરા મિતુલ વસા   બ્રિજેશ મેહતા સુનિલ કોઠારી  નીલ મેહતા યોગેન દોશી મનીષ મેહતા  નીતિન મેહતા નિરવ મેહતા નિલેશ તુરખિયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. જ્યારે કાર્યાલય વ્યવસ્થા જય મહેતા,આશિષ દોશી, સુધીર પટેલ, , કૂ. ઋત્વી વોરા, પાયલ કુરિયા,   મનીષાબેન શેઠ વગેરે સંભાળી રહ્યા છે.

જૈન વિઝનની એપ : જ્યાં સ્ટેપ્સ પણ ડિજિટલી શીખવા મળશે અને ગરબાનું પ્રસારણ પણ થશે: મિલન કોઠારી

જૈન વિઝન દ્વારા આગામી નવરાત્રીમાં બિનવ્યવસાયિક આયોજન કરીને બહેનો માટે વિનામૂલ્યે ગરબા યોજવાની  જાહેરાત કરવામાં આવી છે તો બીજી તરફ આજના ડિજિટલના જમાનામા સમયની સાથે કદમ  મિલાવવામાં જૈન વિઝન સંસ્થા જ આગળ રહી છે.

સામાન્ય રીતે ગરબા રમવા માટે આવનારા લોકો સંસ્થાની ઓફિસમાં રોકડા રૂપિયા ભરીને પોતાનો પાસ કઢાવી લેતા હોય છે. પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીની ડિજિટલ ક્રાંતિમાં સૂર પુરાવવા માટે જૈન વિઝને એક એપ બનાવી છે અને આ એપ મારફત ગરબાની ફી પણ ભરાઈ જાય છે. આ એપ ઉપર સોનમ ગરબા વિષેની તમામ માહિતી, અપડેટ્સ અને આર્કાઈવ્ઝ આંગળીના એક સ્પર્શથી જોવા મળી શકે છે. આ પ્રકારની એપથી ગો ગ્રીન ઝુંબેશને પણ વેગ મળે છે કારણ કે તે સંપૂર્ણપણે પેપરલેસ છે.

સૌથી મોટા આશ્ચર્યની વાત એ છે કે, આ એપના માધ્યમથી માતાજીની આરતી પણ સાંભળી શકાય છે અને ગરબાના સ્ટેપ્સ પણ શીખી શકાય છે. વધુમાં સોનમ ગરબાનું લાઈવ પ્રસારણ પણ જોઈ શકાય છે.

આ એપના માધ્યમથી અત્યારની નવરાત્રિ જ નહીં પરંતુ ભવિષ્યમાં જૈન વિઝનના થનારા તમામ સેવા પ્રકલ્પોની માહિતી, તસ્વીરો અને વિડીયો વગેરે આપ જોઈ શકશો. જૈન વિઝનની આ એપનો બીજો ફાયદો એ છે કે તમે તમારા વેપાર ધંધાને પણ આ એપના માધ્યમથી વિસ્તારી શકો છો. વધુ વિગત માટે આ એપ ડાઉનલોડ કરવી જરુરી છે. જૈન વિઝનની આ  એપ પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે અને તમામ જૈન ભાઈ બહેનોને વિનતિ છે કે, આ એપ ડાઉનલોડ કરીને સોનમ ગરબા સાથે અત્યારથી વર્ચ્યુઅલી જોડાઈ જવા અનુરોધ કરાયો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.