Abtak Media Google News

ટ્રક અને ૫૦૦૦ લીટર ઓઈલમળી કુલ કિ.રૂ.૭.૫૦ લાખનો મુદામાલ ક્રાઈમ બ્રાંચે જપ્ત કર્યો

ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી  આધારે ચોપડવાથી લુણવા ગામ નજીક બેઝ ઓઇલ ભરેલ ટેન્કરનાં નંબર જોતા જીજે – ૬ – ટી.ટી -૮૦૫૪ વાળને પકડી પાડેલ અને આ ટેન્કરનાં ચાલક પાસે બેઝ ઓઇલનાં બિલ ન હોય શંકાસ્પદ જથ્થા તરીકે કજે કરી કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ભચાઉ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે જેમાં આરોપી :  સામતભાઇ રતાભાઇ આહિર ઉ.વ.૫૪ રહે. સતાપર તા.અંજાર વાળા ટેન્કર નં .જીજે – ૬ – ટી.ટી -૮૦૫૪ જેની કિ.રૂ .૫,૦૦,૦૦૦ / – ટેન્કરમાં ભરેલ બેઝ ઓઇલ ૫૦૦૦ લિટર કિ.રૂ .૨,૫૦,૦૦૦ /-કુલ્લે કિ.રૂ,૭,૫૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમા ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ.એસ.રાણા એલ.સી.બી. તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.