Abtak Media Google News

45 એમએમથી ઓછી સાઇઝની ડુંગળી નહીં ખરીદવાનો નાફેડનો નિર્ણય

ગુજરાતમાં આ વર્ષ ડુંગળીના પાકનું મબલખ ઉત્પાદન થયું છે. ભાવ તળીયે બેસી ગયા છે.

દરમિયાાન નાફેડ દ્વારા છેલ્લા કેટલાક દિવસથ ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરવામાં આવી રહી છે.

જેના કારણે ખેડુતોને હવે ઓપન માર્કેટમાં પણ ડુંગળીના સારા ભાવો મળી રહ્યા છે. નાફેડ દ્વારા હવે 4પ એમએમથી ઓછી સાઇઝની ડુંગળીની ખરીદી નહી કરવાનો નિર્ણય લીધો છે. જેનાથીખેડુતોને થોડો ફટકો પડશે.

નાફેડ દ્વારા છેલ્લા એકાદ પખવાડીયાથી ટેકાના ભાવે રૂ. 180 થી ર00 માં પ્રણિ મણ ડુંગળીની ખરીદી શરુ કરવામાં આવી છે.

નાફેડ દ્વારા ખરીદી શરુ કરવામાં આવતાની સાથે જ ઓપન બજારમાં ડુંગળીના ભાવ ઉંચકાયા છે. દરમિયાન નાફેડ દ્વારા 4પ એમએમથી નાની સાઇઝની ડુંગળી નહી ખરીદવાનો નિર્ણય લેવામાં આવ્યો છ.

જેના કારણે ખેડુતોને થોડો ફટકો પડયો છે. કારણ કે જો ખેડુતોએ નાફેડને ડુંગળીનું વેચાણ કરવું હશે તો ગ્રેડીંગ અર્થાત માલનો વકલ પાડીને આપવો પડશે.

ટેકાના ભાવ રૂ. 180 થી ર00 છે. જેની સામે વેપારીઓ પ્રતિ મણ ડુંગળી 260 થી 270 લેખે ખરીદી રહ્યા છે.

નાફેડ દ્વારા હવે ડુંગળીની સાઈઝ નકકી કરવામાં આવતા ખેડૂતોને થોડી મુશ્કેલી પડી રહી છે. મોટા ભાગના ખેડૂતોને ડુંગળીની સાઇઝ કયા આધારે નકકી કરવામાં આવે છે તેની માહિતી હોતી નથી. 45 એમએમ પહોળાઇની ડુંગળી ખરીદાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.