Abtak Media Google News

8મી માર્ચે કલેકટર રેમ્યા મોહન-આર્ટીસ્ટ અવની વ્યાસ અને ડો.જયોતી રાજયગુરૂ ટી.જી.ઇ.એસ. પ્લેટ ફોર્મ પર લાઇવ સંબોધન કરશે

અબતકના ડિજિટલ માધ્યમ દ્વારા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાશે

8મી માર્ચ વિશ્વ મહિલા દિન અનુસંધાને તા.8થી 12 માર્ચ દરમિયાન નારી અસ્મિતા પર્વે ટાઇટલ અંતર્ગત વૈવિધ્ય સભર કાર્યક્રમનું આયોજન આયોજન રાષ્ટ્રીય સેવા યોજના કણસાગરા મહિલા કોલેજ અને રોટરી કલબ  રાજકોટ ગ્રેટરના સંયુકત ઉપક્રમે આયોજન થયેલ છે.

કાર્યક્રમ ઇન્ચાર્જ અને એનસીસી પ્રોગ્રામ ઓફીસર ડો. યશવંત ગોસ્વામી તથા રોટરી કલબના પ્રેસીડેન્ટ મેહુલ નથવાણી અને સેક્રેટરી નિલેશ ભોજાણી જણાવે છે કે એક વીક દરમિયાન આયોજીત તમામ સ્પર્ધાઓ અને કાર્યક્રમ ઓનલાઇન થશે જેનું પ્રસારણ યુટયુબ, ફેસબુક, અબતક ન્યુઝ ચેનલ પરથી લાઇવ થશે. તા.8 માર્ચ વિશ્ર્વમહિલા દિવસે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન ઇન્ટરનેશનલ આર્ટીસ્ટો અવની વ્યાસ અને ડો. જયોતિ રાજયગુરુ (તીન દેવીયા) વિશેષ સંબોધન કરશે. ટીજીઇએસની યુટયુબ ચેનલ પરથી સાંજે 4થી 5આ કાર્યક્રમ જોઇ શકાશે.

ત્યારબાદ તા.9થી 12 માર્ચ દરમિયાન ડ્રોઇંગ, સૂત્રલેખન, વકતૃત્વ અને કાવ્ય લેખન સ્પર્ધા યોજાશે. તમામ સ્પર્ધાઓ ઓનલાઇન અને ઓપન ફોર ઓલ થશે. સ્પર્ધામાં ભાગ લેનારે ગુગલ લીંક દ્વારા તા.8 માર્ચ સુધીમાં ફોર્મ ઓનલાઇન ભરી રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજીસ્ટ્રેશન કરનાર સ્પર્ધકોને વીડિયો કે પીડીએફ અપલોડ કરવાની લીંફ એક દિવસ પહેલા સ્પર્ધકને અપાશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામને ઇ-સર્ટિફિકેટ અપાશે અને રૂ.500ના રોકડ પુરસ્કાર ઉપરાંત શીલ્ડ અને સર્ટિફિકેટથી સન્માનીત કરાશે.

ડો. ગોસ્વામી જણાવે છે કે લોકડાઉનના એક વર્ષ દરમિયાન આયોજીત એનએસ એસ કોરો ના વોરીયર્સ સ્પર્ધા, મહાત્મા મહોત્સવ 2020, જરા યાદ કરો કુરબાની અને નારી અસ્મિતા પર્વ દરમિયાન આયોજીત 16 સ્પર્ધાના વિજ 50થી વધુ વિજેતા અને 30થી વધુ સ્પર્ધાના જજને સન્માનીત કરવાનો કાર્યક્રમ 17 માર્ચના રોજ રોટરીકલબ રાજકોટ ગ્રેટરના હોલ ખાતે મહાનુભાવોની હાજરીમાં યોજાશે. કાર્યક્રમને સફળ બનાવવા ડો. યશવંત ગોસ્વામી અને નિધિ ગાંધીના માર્ગદર્શન તળે આયોજનક કમિટી કાર્યકરી રહી છે. સમગ્ર આયોજનમાં રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના હોદ્દેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.