Abtak Media Google News

લાયસન્સ રીન્યુ, આરસી બુક તેમજ રજીસ્ટ્રશન સહિતની સેવાઓનું પેમેન્ટ ઓનલાઇન થવાથી અરજદારોને લાઇનમાં ઉભા રહેવામાંથી મુકિત

રાજય સરકારે દરેક આરટીઓ કચેરીમાં ઓનલાઇન પેમેન્ટ પઘ્ધતિ અમલમાં લાવી છે ૧૮ જુનથી રાજકોટ આરટીઓ કચેરીમાં આ પઘ્ધતિની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. નવી સિસ્ટમ હેઠળ હવે દરેક અરજદાર લાઇસન્સ રિન્યુ કરાવવા આરસી બુક, રજીસ્ટ્રેશન સહીતની સેવાઓનું પેમેન્ટ ઓનલાઇન સિસ્ટમથી કરી શકે છે સારથી ૪ અંતર્ગત રાજયની તમામ આરટીઓ કચેરીઓને ઓનલાઇન કરવાનો પાઇલટ પ્રોજેકટની રાજકોટમાં શરૂઆત કરી દેવામાં આવી છે.T2આરટીઓ ઇન્સ્પેકટર જે.વી. શાહે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ૧૮ જુનથી ગુજરાત સરકારે લાયસન્સની બાબતમાં ઓનલાઇન પેમેન્ટ શરુ કરેલ છે. હવે પછી નવા લાયસન્સ, ડુપ્લીકેટ લાયસન્સ, માટે લોકોએ પોતાની રીતે ઓનલાઇન પેમેન્ટ કરીને આરટીઓ કચેરીમાં આવી શકશે. જેના બે ફાયદા થશે એક તો પેમેન્ટ કરવા માટેનો જે સમય વેડફાઇ રહ્યો છે તેનો બચાવ થઈ કશે અને કામ પણ ઝડપથી થશે. ઉપરાંત જણાવ્યું કે ઓનલાઇન પેમેન્ટ આવવાનાં કારણે આરટીઓના કામનું ભારણ ઘટશે

લોકો તરફથી પણ આ નિર્ણયને આવકાર મળ્યો છે. સાથો સાથ ઘણા લોકોને ઓનલાઇન પેમેન્ટની જાણ ન હોવાથી સમજાવવા પણ પડે છે. હાલ, ઓનલાઇન અને ઓફલાઇન બંને પેમેન્ટ ચાલુ છે.

હવે ઓનલાઇન તમામ પ્રક્રિયાઓ થતાં લોકોને કોઇની જરૂર નહી પડે ઉપરાંત જણાવ્યું કે લોકો જો તેમણે સહકાર આપે તો તમામ કામનું સંચાલન વ્યવસ્થિત થશે. હાલ અરજદારોને પરિપૂર્ણ સંતોષ મળી રહે છે અને આરટીઓ દ્વારા સહકાર પણ મળી રહે છે.

લાયસન્સ ૩૬૫ દિવસ પહેલા રીન્યુ થઇ શકશે

લાયસન્સ રીન્યુ બાબતે વધુ વિગત આવતા જે.વી. શાહે જણાવ્યું કે જુના નિયમ મુજબ લાયસન્સ એક મહિના પહેલા રીન્યુ થતું હતું. પરંતુ ગુજરાત સરકારે લોકો માટે ખુબ જ સારી વ્યવસ્થા કરી છે.જેમાં ૩૬૫ દિવસ પહેલા લાયસન્સ રિન્યુ થઇ શકશે. વિદેશની ટુર પર જનાર, કે લાંબો સમય વિદેશમાં રોકાવા જવાનું હોય તેવા લોકો માટે ગુજરાત સરકારે સોલ્યુશન આપેલ છે.

લાયસન્સ એકસ્પાયર થવાનાં ૩૬૫ દિવસ પહેલા રીન્યુ કરાઇ શકાશે. ઉપરાંત ઘણા લોકોને એ પણ જાણકારી નથી કે લાયસન્સ એકસ્પાયર થયા બાદ ૩૦ દિવસ સુધી એ માન્ય ગણાય છે. કોઇ પાસે એકસ્પાયર થયેલ લાયસન્સ હોય અને એક મહીનાથી વધારે સમય જતો રહે તો તેને એકસ્પાયર થયેલ લાયસન્સ માન્ય રહે છે.

લાયસન્સની કામગીરી રાજયની કોઇપણ આરટીઓમાં થઇ શકશે

પ્રકારનું લાયસન્સ રીન્યુઅલ કરાવવું હોય, ડુપ્લીકેટ કરાવવું હોય કે એન.ઓ.સી. લેવી હોય તો ગુજરાત રાજયમાં કોઇપણ જગ્યાએ લાયસન્સ અને નવુ એડ્રેસ પ્રુફ લઇને જશે એટલે તેની આગળની કામગીરી થઇ શકશે. પહેલાનાં સમયમાં બેઇઝ ઓથોરીટી જયા હોય ત્યાં જ લોકો લાયસન્સ રીન્યુ, ડુપ્લીકેટ અથવાનો એનઓસી કઠાવવા માટે કે એડે્રસ બદલવા જવું પડતું હવે આ ફેસેલીટો દરેક જીલ્લામાં થશે. પરંતુ આ સુવિધા માત્ર પ્રકારનાં કન્વર્ટ થયેલ લાયસન્સ માટે જ છે.

સરકારનાં આ નિર્ણયથી સ્થળાંતર કરતા લોકોને ઘણી સરળતા રહેશે. અન્ય સ્થળે વસેલા લોકોને લાયસન્સની કામગીરી માટે અગાઉની આટીઓ કચેરી ખાતે ધકકો થશે નહીં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.