Abtak Media Google News

હાલ સુધી આપણે A, B, AB,અને O બ્લડ ગૃપ વિશે સાંભળ્યું હશે પણ અહીં આપને જણાવી દઇએ કે એક અન્ય બ્લડ ગૃપ પણ છે જે દુનિયામાં ફક્ત ૪૦ લોકોની પાસે જ છે. તેનું નામ રિસસ નેગેટિવ (RH NULL) છે તેને ગોલ્ડમાં બ્લડના નામે પણ ઓળખાય છે.

એક વ્યક્તિના શરીરમાં એંટીજનના કાઉન્ટની સાથે બ્લડ ગૃપને વિશે જાણી શકાય છે. કોઇના શરીરમાં આ એંટીજન ઓછા હોય છે તો કોઇના બ્લડ ગૃપ રેયર ગણવામાં આવે છે. એંટીજન શરીરમાં એંટીબોડી બનાવે છે. જે શરીરને વાયરસ અને બેક્ટેરિયાથી બચાવે છે જે લોકોની પારો રિસસ નેગેટિવ બ્લડ ગૃપ હોય છે. તે લોકોને પોતાનું બ્લડ આપીને અન્યનો જીવ બચાવી શકે છે. રિસસ નેેગેટિવ બ્લડ ગૃપવાળા દુનિયામાં કોઇપણ બ્લડ ગૃપ વાળી વ્યક્તિને પોતાનું બ્લડ આપી શકે છે. રિસસ નેગેટિવ બ્લડ ગૃપવાળા લોકોની લાઇફ નોર્મલ લોકો જેવી જ હોય છે. પણ તેઓએ પોતાનું વધારે ધ્યાન રાખવાનું રહે છે. કેમ કે આ બ્લડ ગૃપના ડોનર મળવામાં મુશ્કેલી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.