‘વોલ’ દ્રવિડ જેવી ઇનિંગ્સ જ ભારતને ચોથા ટેસ્ટમાં ડ્રાઇવિંગ સીટ પર લઈ આવી શકે!!

આજની ઘડી છે રળિયામણી…

ભારતે મેચ પર પકડ મજબૂત કરવા ૪૦૦+ રન કરવા સિવાય છૂટકો જ નહીં

અબતક, લંડન
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચોી ટેસ્ટ મેચ લંડનના ઓવલ ખાતે રમાઈ રહી છે. બીજા દિવસની રમતના અંતે ભારતે બીજા દાવની રમતની શરુઆત સારી કરી હતી. બંને ઓપનરોએ બાઉન્ટ્રી સો ઈનીંગ શરુ કરી હતી. ભારતીય ટીમે વિના વિકેટે ૪૩ રન બીજા દિવસની રમતની અંતે કર્યા હતા. ભારત હજુ ૫૬ રન ઈંગ્લેન્ડની લીડી દુર છે.
ઈંગ્લેન્ડનો પ્રમ દાવ ૨૯૦ રન પર સમાપ્ત યો હતો. ઈંગ્લેન્ડે ૯૯ રનની લીડ ભારત પર મેળવી હતી. ભારતીય ટીમને ઓપનરો રોહિત શર્મા અને કેએલ રાહુલ મેદાને આવ્યા હતા. બંનેએ રમતની શરુઆત શાનદાર કરી હતી. રોહિત શર્માએ ૫૬ બોલનો સામનો કરીને ૨૦ રન કર્યા હતા. જ્યારે કેએલ રાહુલે ૪૨ બોલ રમીને ૪ ચોગ્ગા સો ૨૨ રન કર્યા હતા. બંને ઓપનરો આજે ત્રીજા દિવસે રમતને આગળ વધારશે.
હાલ ધ ઓવલની પિચ ભારત માટે અનેક રીતે પડકારજનક છે. પિચ ધીમે ધીમે સ્લો વાી સ્પિનર ફ્રેન્ડલી ઈ રહી છે જ્યારે ભારતીય ટીમ પાસે તેનો શ્રેષ્ઠ સ્પિન બોલર અશ્વિન હાજર ની જેી સ્પિન બોલિંગના ભરોષે બેસી શકાય નહીં. મેચ પર મજબૂત પકડ જમાવવા અગાઉ રાહુલ દ્રવિડે જે રીતે ઓવલની પિચ પર શાનદાર બેવડી શદી ફટકારી ’ધ વોલ’ દ્રવિડનું ઉપનામ મેળવ્યું હતું તેવી ઇનિંગની ભારતને તાતી જરૂરિયાત છે. જો ભારતીય બેટ્સમેનો દ્રવિડ જેવી ઇનિંગ રમી શકે તો જ ભારત ડ્રાઇવિંગ સીટ પર આવી શકશે.
ઇંગ્લેન્ડન ટીમે ૯૯ રનની લીડ મેળવી છે. ત્યારે ભારતે બીજી ઇનિંગમાં ચોા દિવસના ટી બ્રેક સુધી તો દાવ લેવો જ પડે અને ફક્ત દાવ લેવાી પણ કામ નહીં બને. ભારતીય ટીમે ૪૦૦+ રન પણ કરવા જ પડશે તો જ ભારતીય ટીમ મજબૂત  આવી શકશે. ચોા ટેસ્ટમાં જીત મેળવવા માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. આજેજે ટીમ મજબૂત પ્રાપ્ત કરશે તે સીધી જ ડ્રાઇવિંગ સીટ પર આવી મેચનો કબજો મેળવી લેશે.
અગાઉ ઈંગ્લેન્ડે બીજા દિવસની રમતની શરુઆત ૩ વિકેટે ૫૩ રની બીજા દિવસની રમતની શરુઆત કરી હતી. એક સમયે ૬૨ રનના ઈંગ્લેન્ડના સ્કોર પર જ ૫ મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ આ પરિસ્તિીને ઓલી પોપે બદલી દેતી રમત રમી હતી. તેણે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. ઓલી પોપે ૧૫૯ બોલનો સામનો કરીને ૮૧ રન કર્યા હતા.
અંતમાં ક્રિસ વોક્સે જબરદસ્ત રમી હતી. તેણે ભારતીય બોલરો પર ફટકા લગાવી મેદાનમાં ચારે તરફ ૧૧ ચોગ્ગા લગાવી ફીફટી કરી હતી. એન્ડરસન ૧ રન સો અણનમ રહ્યો હતો. વોક્સ ઈનીંગને પોતાની પાસે રાખવાના પ્રયાસમાં રન લેવા જતા રન આઉટ યો હતો. તેણે ૬૦ બોલમાં ૫૦ રન કર્યા હતા.
ઉમેશ યાદવ ભારત તરફી સફળ બોલર રહ્યો છે. તેણે પ્રમ દિવસે જો રુટની શાનદાર વિકેટ મેળવી હતી. ત્યારબાદ તેણે ઓવર્ટન અને મલાનને પણ આઉટ કરીને ૩ વિકેટ મેળવી હતી. જોકે તે ખર્ચાળ બોલરો આજે રહ્યો હતો. જસપ્રિત બુમરાહે ૨ વિકેટ મેળવી હતી. તેણે કરકસર ભરી બોલીંગ કરી હતી. રવિન્દ્ર જાડેજાએ ૨ વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. શાર્દૂલ ઠાકુર અને મોંહમ્મદ સિરાજે ૧-૧ વિકેટ મેળવી હતી.