Abtak Media Google News

પહેલા છોકરા-છોકરીની અલગ શાળા ન હતી. બધા સાથે ભણતા, શિક્ષણમાં બદલાવ આવતા છોકરીઓના અલગ વર્ગો કે શાળા નિર્માણ થઇ મોટા હાઇસ્કૂલના બાળકો સહ શિક્ષણની ના પાડે છે, તો કોલેજમાં આજ છાત્રો સાથે અભ્યાસ કરે છે

આઝાદી પછી શિક્ષણમાં ઘણા વર્ષો બહુ બદલાવ ન આવ્યો, જો કે ત્યારે ભણતર સાથે ગણતર અને જીવન મૂલ્ય આધારીત શિક્ષીણને કારણે છાત્રોનો વિકાસ થતો રહ્યો હતો. એ ગાળામાં નોન મેટ્રીક કે શાળાંત પરીક્ષા પાસ કરી હોય તો ‘માસ્તર’ ની નોકરી મળી જતી હતી. ત્યારની શાળામાં છોકરી-છોકરા સાથે જ ભણતા, ત્યારે વાતાવરણ વિકાસના બદલાવની અસરન ન હોવાથી બીજા દૂષણો હતા જ નહી કાળક્રમે આખી આ સીસ્ટમ લુપ્ત થઇ અને ફકત ક્ધયા શાળાનો ઉદય થયો. કુમાર શાળા, ક્ધયા શાળા આવા નામોથી શાળા ચાલતી હતી. ત્યારના ભણેલ ગણેલ ને નોકરી પણ તરત  જ મળી જતી, આજથી ૪૦ વર્ષ પહેલા કોઇ પરીક્ષા જ ન હતી, તમારા સર્ટી ઉપરથી જ બધુ મળી જતું હતું.

આટલા લાંબા અનુભવે શિખવા મળ્યું કે મિશ્ર શાળામાં બાળકોનો સર્વાગી વિકાસ ઝડપી થતો, આજે પણ સરકારી શાળામાં છોકરા-છોકરી ભેગા જ ઘણે છે. પણ બન્ને લાઇન, બેઠક વ્યવસ્થ્ા અલગ હોય છે. પ્રાથમીક ના પ્રારંભિક શિક્ષણ વર્ગોમાં મુશ્કેલી થતી નથી પણ જેમ જેમ મોટા ધોરણો આવો એટલે કે ધો. ૬ થી ૮ માં બાળકની વય કક્ષા ૧ર થી ૧૪ થતાં ઘણા પ્રોબ્લેમ આવતા જોવા મળ્યા છે. જે પહેલા ન હતા. પહેલા તો મહિલા શિક્ષકોની સંખ્યા ૭૦ ટકા જેવી હતી. તેને કારણે ક્ધયાની તમામ મુશ્કેલીઓ સમજતા હોવાથી બીજી કંઇ જરુર ન રહેતી. જાુના બાળકો મિશ્ર શાળામાં શ્રેષ્ઠ શિક્ષણ મેળવતા જ હતા.

બાળકોનો વય કક્ષા મુજબ શારીરિક, માનસિક અને સામાજીક વિકાસ થતો હોય છે. પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, હાઇસ્કુલ લેવલે તેમાં થતાં પરિવર્તનોનું એ જમાનામાં બહુ મહત્વ કે સમજ ન હોવાને એ શિક્ષણ પ્રથા સફળ રહી હતી. આજે ટીવી, ફિલ્મો, મોબાઇલ કલ્ચર કે ઇન્ટરનેટ ના વધતા વ્યાપને કારણે તરૂણો, કિશોરીની મનોવ્યથાને કારણે મુશ્કેલીઓ આવી છે. આ બધા વચ્ચે ઘણી ફકત ક્ધયાઓ માટેની શાળાઓએ પ્રગતિ કરીને છાત્રોને ટોચે પહોચાડયા, એક વર્ગમાં જ બન્ને સાથે ભણતા હોવાથી બન્ને વચ્ચે થતી હરિફાઇને કારણે છાત્રોમાં વિવિધ ગુણોની ખીલવણી થાય છે.

આપણાં પુરૂષ પ્રધાન દેશમાં આજે ર૧મી સદીમાં પણ આપણે કેળવણીનારથી કાઢવા પડે છે કે બેટી પઢાવો જેવા નારા લગાવવામાં પડે છે. જયાં સુધી ૧૦૦ ટકા લોકો શિક્ષણની મહત્તા સમજશે નહીં ત્યાં સુધી દેશનો સર્ંવાગી વિકાસ શકય નથી. ક્ધયા ભણેલી હશે તો તે તેના સંતાનો ને ભણાવશે એક માતા સો શિક્ષકની ગરજ સારે છે. ભણેલી-ગણેલી માતા પોતાના બાળકોને ભણાવશે અને રાષ્ટ્ર વિકાસમાં પોતાનું યોગદાન આપશે. આમ જોઇએ તો પણ શિક્ષિત સ્ત્રી હંમેશા પોતે અને તેના ફેમીલીને ઉજાગર કરે છે. ક્ધયા કેળવણી જ સમાજની પ્રગતિને વેગવંતી બનાવી શકે છે.

ઘર્ણો વર્ષો સુધી સ્ત્રી સાક્ષરતા દરમાં સુધારો જોવા જ ન મળતો, ૮મી માર્ચે વિશ્ર્વ મહિલા દિવસ ઉજવીએ છીએ, ૧૯૫૧ થી ૨૦૦૧ સુધી પુરૂષની તુલનામાં અડધો અડધ સ્ત્રી અભણ હતી. આનાકારણોમાં ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીનું કામ, ઘર કામમાં, ઔદ્યોગિક એકમોમાં કામ વિગેરે અવરોધ રૂપ હતા. અમુક કુરિવાજો કે છોકરી ન ભણાવાય, સંકુચિતતા અને લોકજાગૃતિનો અભાવ જોવા મળતો હતી.સમયના બદલાતા પ્રવાહે આપણે ત્યાં છોકરા-છોકરીની મિશ્ર શાળાઓ દિવસે અને દિવસે અમલિત બનતા તે સારી બાબત સાથે આવી શાળાના કેટલાક વરવા પરિણામો પણ મળ્યા હતા. આને કારણે પર સ્ત્રી શિક્ષણ ઉપર અસર પડી હતી. સ્ત્રી શિક્ષણમાં મુશ્કેલી ઉભા કરતા ઘણા પરિબળોમાં સામાજીક કુરિવાજો, આર્થિક સંક્રળામણ, બાળમજુરી, અપવ્યય અને સ્થગિતતા, સહશિક્ષણ, નિરસ અભ્યાસક્રમ, શાળામાં અપૂરતા શિક્ષકો, શિક્ષણનું ખાનગીકરણ અને વાલીઓમાં શિક્ષણની મહત્તાની સમજતો અભાવ મુખ્ય કારણો હતા.

આજે ઘણી બાળાઓ – ક્ધયાઓ એવી છે કે જે કૌટુંબિક સામાજીક બાબતોને કારણે ઔપચારિક શિક્ષણથી વંચિત રહી જાય છે. પરિણામે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે અનૌપચારિક શિક્ષણ જેમ કે રાત્રી શાળા વર્ગ, જે તે સ્થળ ઉપર ના શિક્ષણ વર્ગો જેવી વ્યવસ્થા અમલમાં મુકવી પડે છે. ખાસ તો પાઠયક્રમના ચયનમાં એવા એક મોની પસંદગી ન કરવામાં આવે જેમાં સ્ત્રીની ગરીમા, લાગણીને ઠેસ પહોંચે સાથે સાથે નારી સહજ ભાવના અને તેને પ્રોત્સાહીત કરી શકે તથા સ્ત્રીના સ્વમાનને ઉજાગર કરે તેવા પાઠયક્રમનું ચયન કરવું જરુરી છે.

જ્ઞાન, વિદ્યા, અને શિક્ષણ છોકરાની જેમ જ છોકરીને પણ મેળવવાનો અબાધિત અધિકાર છે. ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને મફત અને ફરજીયાત પ્રાથમિક શિક્ષણ મેળવવાનો હક છે, ત્યારે મા-બાપે જાગૃત થઇને પોતાના સંતાનોને શ્રેષ્ઠ શિક્ષણ મળે તેવા પ્રયત્નો કરવા જ પડશે, કારણ કે ર૧મી સદી જ્ઞાનની સદી છે. આ યુગમાં શિક્ષણ લિધા વગરનો કોઇ હોવો જ ન જોઇએ, આજે તો મા-બાપ જ છોકરા-છોકરીમાં ભેદભાવ રાખે છે, છોકરાને બધી સગવડો પણ છોકરી ને? આપણો સૌ આ જેન્ડર બાયસ જોઇએ જ છીએ.દેશના હરણ ફાળ વિકાસે શિક્ષણની સકલ ફેરવી નાંખી છે. લાખો રૂપિયાની ફી ભરીને અંતે તો નોકરી જ કરવાની ને છાત્રોને તેનામાં પડેલી વિવિધ સ્કીલને ઉજાગર કરીને તેને પ્રોત્સાહી કરીને તેનો સર્ંવાગી વિકાસ કરાય તો ઘણા સારા પરિણામો મળી શકે છે. છાત્રોને ગુણવતા સભર શિક્ષણ મળે તે જ વિકાસની વાત કહી શકાય., બાળકોનો સંવાર્ગ વિકાસમાં તેની વિદેશોમાં બધા જ લોકો શિક્ષણની મહત્તા સમજતા હોવાથી વિકસીત દેશો ખુબ જ આગળ નીકળી ગયા છે. આપણે વસ્તી વધારો ગરીબી જેવી ઘણી સમસ્યાઓને કારણે શિક્ષણ રૂંધાય છે. આના ઉપાયમાં સૌ ભણે સૌ આગળ વધે આ સુત્ર જ યોગ્ય છે. તેનો માટે સૌનો સહિયારો પ્રયાસ આવશ્યક છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.