Abtak Media Google News

રાજકોટની શિવાનંદ હોસ્પિટલ માં લાગેલી શભી ની આગ માં ગણતરીના પલકારામાં જ દર્દીઓ ના કરું મૃત્યુની ઘટનામાં આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ હતી કે ગણતરીની સેક્ધડમાં જ વધુ પૂરું થઈ ગયું શભી ના  વાતાનુકૂલિત ઓક્સિજન વાળા ચેમ્બર આગનો ગોળો બની ગયા હતા, આ દુર્ઘટનામાં કસૂરવારો સામે આકરા પગલા લેવાના અભિગમ સાથે તાત્કાલિક ધોરણે શિવાનંદ હોસ્પિટલ ના સંચાલકો માતૃસંસ્થા ગોકુલ હોસ્પિટલ ના ટ્રસ્ટી ઓ સામે વિધિ પૂર્ણ રીતે ગુનો દાખલ કરી ધરપકડનો દોર પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આ બનાવ ખરેખર અક્ષમ્ય ગણાય અને હજુ તપાસ દરમિયાન જે કસૂરવારો સામે આવશે તેમની ધરપકડ કરવામાં આવશે, ગુનો ઘણો ગંભીર છે  ત્યારે સવાલ એ ઉભો થાય કે ટ્રસ્ટી ડોક્ટરો, સંચાલક સામે નોંધાયેલો ગુનો તટસ્થ તપાસ નો પ્રોટોકોલ પૂરો થયું ગણાય? કોઈપણ સંકુલમાં અગ્નિશમન વ્યવસ્થા છે કે કેમ તેની જવાબદારી કોની? મોટાભાગે સંકુલના નિર્માણ ખર્ચ માં કરકસર નો અભિગમ ફાયર સેફ્ટીની બેદરકારી નું મૂળ કારણ બને છે આ માટેના આંખ આડા કાન કરવાની એક આખી વ્યવસ્થા જ ઊભી થઈ ગઈ છે ફાયરસેફ્ટી ની અવગણના અને જ્યા સાધનો વસાવવા ઇચ્છે ત્યાંથી ની ગુણવત્તા નો ખ્યાલ કે પ્રમાણભાન રાખવામાં આવતું જ નથી જ્યાં અગ્નિશમન બાટલા  મૂકવામાં આવે છે ત્યાં પણ તેની એક્સપાયરી ડેટ કે જરૂર પડે કામ આવે તેવું મેન્ટેન થતું નથી, યુદ્ધના ધોરણે દેશમાં ખાનગી રાહે કોવિડ  હોસ્પિટલો ખોલવામાં આવી રહી છે અત્યારે દર્દીઓની સંખ્યા વધતા હોસ્પિટલો તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની જરૂર છે તેનો ફાયદો અને સમયના તકાજા નું ગેર ફાયદો ઉપાડી ને ખાનગી સંસ્થાઓ કોડ સેન્ટ્રો ઊભા કરે છે પરંતુ તંત્ર આ ઉભા થયેલા કોવિડ સેન્ટરોમાં સુવિધાઓ શું છે તેનું મૂલ્યાંકન કરતું નથી શાળાઓમાં કેવી રીતે મંજૂરી વખતે રાખવામાં આવતી શરતો હું પાલન થતું નથી આ જ રીતે અત્યારે કોવિડ હોસ્પિટલોની પરિસ્થિતિ છે, વળી આવી હોસ્પિટલ સેવા કરતાં વધુ પ્રોફેશનલ ધોરણે ચલાવવામાં આવતી હોવાથી નિર્માણ ખર્ચ જેમ બને તેમ ઓછું આવે તેવું ધોરણ અપનાવવામાં આવે છે  શિવાનંદ હોસ્પિટલમાં આ દુર્ઘટના સર્જાઇ ત્યારે હવે તેની તપાસ થશે ગોકુલ હોસ્પિટલ અને તેની કંપની તબીબી સેવામાં ખૂબ બહોળો અનુભવ ધરાવે છે બીપી જો આવી સંસ્થા દ્વારા સંચાલિત કુવાડ સેન્ટરમાં આઈસીયુમાં એક્ઝિટ અને એન્ટ્રી ગેટ  ના ધારાધોરણ માં ચલાવી લેવાનું ધોરણ અપનાવ્યું હોય તો અન્ય હોસ્પિટલ ની પરિસ્થિતિ શું હશે? આવી ઘટનાઓ કુદરતી રીતે નહીં પણ સંપૂર્ણપણે માનવ બેદરકારીથી જ સર્જાતી હોય તેવું ગણવામાં જરા પણ અતિશયોક્તિ નથી, દરેક આગકાંડ ની તપાસ ફાયર સેફટી ના અભાવે સર્જાઇ હોવાના કારણ ઉપર આવીને અટકે છે ત્યારે ફાયરસેફ્ટી ની ઉણપ ની જવાબદારી માત્ર આસામની ગણવામાં આવે છે ફાયર સેફટી પર દેખરેખ રાખનાર તંત્ર ફાયરસેફ્ટી અધિકારી નું શું?

આસામી ની આ બેદરકારી પાછળ અવશ્યપણે તંત્રના જવાબદારોની આંખ મિચામણા નીતિ કારણભૂત ગણાય આવી દુર્ઘટનાઓ અટકાવવા માટે આસામી અને જવાબદારો સામે પગલા લેવાની સાથે સાથે શહેરમાં જે તંત્રની ફાયર સેફ્ટીના મોનીટરીંગ ની જવાબદારી છે તેમની વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.. ગોકુલ હોસ્પિટલના સંચાલકો ને શિવાનંદ કોવિડ હોસ્પિટલના આ અગ્નિકાંડમાં જવાબદાર ગણવામાં આવ્યા છે તેની સાથે સાથે હોસ્પિટલ ફાયર સેફટી નો અભાવ ચલાવી લેનારાઓને પણ જવાબદાર ગણવા જોઈએ તો ફાયર સેફટી અંગે ની બેદરકારી નું પ્રમાણ ઘટશે તેમાં કોઈ સંદેહ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.