Abtak Media Google News

મોદી હે તો મુમકિન હૈ વડાપ્રધાન મોદીના આંતરરાષ્ટ્રીય નેતૃત્વ પર જગત આખાને ભરોસો

વિશ્વ સમુદાય માટે ગૂંચવાયેલો રશિયા અને યુક્રેનના યુદ્ધનો નો પ્રશ્ન ઉકેલવા ભારત તરફ ની મીટમાં ફ્રાન્સે પણ સુર પુરાવ્યો

ભારતની વિશ્વ ગુરુની ભૂમિકા હવે દિવસે દિવસે વધુને વધુ સ્પષ્ટ બનતી જાય છે નો રશિયા યુક્રેન યુદ્ધનો ઉકેલ લાવવા માટે સમગ્ર વિશ્વ પ્રયત્નશીલ બન્યું છે ત્યારે આ સમસ્યાનો ઉકેલ માત્ર ને માત્ર ભારત અને તેમાં પણ ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી નું વૈશ્વિક નેતૃત્વ જ સક્ષમ હોવાનું ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ મેક્રોને સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે

મેક્રોને વૈશ્વિક સમુદાયને ઉદેશીને જણાવ્યું હતું કે રશિયા અને યુક્રેન નો યુદ્ધનો પ્રશ્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉકેલવા સક્ષમ છે તેમને જણાવ્યું હતું કે ભારત જી 20 નું નેતૃત્વ કરી રહ્યું છે ત્યારે રશિયા અને યુક્રેન વચ્ચે વરસેલી પરિસ્થિતિ નો ઉકેલ ભારત લાવી શકે તેમ છે એર ઇન્ડિયા ને 250 એરક્રાફ્ટ આપવાના સોદા અંગે બોલતા તેમણે જણાવ્યું હતું ભારતના નેતૃત્વ નીચે વિશ્વની અનેક પરિસ્થિતિઓ નો ઉકેલ આવી શકે તેમ છે શુક્રવારે અમેરિકામાં મેક્રોને જણાવ્યું હતું કે રશિયા યુક્રેન ની ઘુચ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વ અને ઈચ્છા શક્તિ ના કારણે ઉકેલાય તેવું મને દેખાઈ રહ્યું છે

વડાપ્રધાન મોદી જ આ પ્રશ્નનો ઉકેલ લાવી શકે તેમ છે તેમ મેક્રોને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વાઈટ હાઉસ માં રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના પ્રવક્તા ઝોન કીરબી એ ફ્રાન્સના રાષ્ટ્રપ્રમુખ ની આ વાત નો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેકરણ રશિયા યુક્રેન યુદ્ધ ના અંત માટે ભારતની ભૂમિકા અંગે આત્મવિશ્વાસ ધરાવે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.