Abtak Media Google News

‘કહેવાતી ડિગ્રીઓ સામે કોઠાસુઝની જીત’

‘ટારઝન ધ વન્ડરકાર’ જેવી કાર બનાવવાનું સ્વપ્ન

ગોંડલ તાલુકાના મોવિયામાં રહેતા યુવાને પાતાની આપસુઝથી વેસ્ટમાંથી બેસ્ટનું અદભૂત સર્જન કર્યું છે. ખૂબીની વાત એ છેકે યુવાને બનાવેલ સ્પોર્ટસ બાઈક અને ચેનલેસ સાયકલ જોઈ કોઈ એન્જીનીયર પણ અચંબીત થઈ જાય.

મોવિયા રહેતો કલ્પેશ રમણીકભાઈ ભાલાળા શ્રમજીવી પટેલ પરિવારનો એકનો એક પુત્ર છે પિતા રમણીકભાઈ ગોંડલ માર્કેટ યાર્ડમાં મજુરી કરે છે.

કલ્પેશ બચપનમાં પુઠાની અલગ અલગ વસ્તુઓ બનાવતો તેની કારીગરીથી બનેલી વસ્તુઓ જ તેના રમકડા હતા. આર્થિક પરિસ્થિતિ નબળી હતી મોંઘા રમકડા ખરીદવા એ દૂરની વાત હતી માનો કે આ પરિસ્થિતિએ જ કલ્પેશના દિલો દિમાગમાં એક મિકેનીકલ એન્જીનીયરનો જન્મ થયો.

ભંગારમાંથી પતરા લાવી રમકડા બનાવવા અને તેને ઘાટઘુટ આપવાની આગવી સુઝ કલ્પેશમાટે લગન બની ગઈ.

કલ્પેશે નાનુ જેસીબી બનાવ્યું, જે અદલ જેસીબી જેવું જ લાગે. નાનકડુ મોટર સાયકલ બનાવ્યું જે પ્રથમ નજરે કોઈ રમકડાની ફેકટરીમાંથી બનેલા રમકડા લાગે, નાના મોટા અનેક રમકડા તેણે બનાવ્યા છે. બસ, બાઈક, ટ્રક કે ટ્રેકટર બનાવી આ રમકડાઓને તેની મૂળભૂત ઓળખસમાં ઓઈલપેન્ટથી કલ્પેશ કલર પણ કરે જેથી દેખાવમાં ઓરીજનલ જેવા લાગે.

IMG 20201219 WA0184

કલ્પેશે જુના સીડી હન્ડ્રેડ બાઈકમાંથી સ્પોર્ટસ બાઈક બનાવ્યું છે. બાઈકની મૂળ ડીઝાઈનમાં થોડી કાપકૂપ કરી મજબુત પતરા વડે જૂના બાઈકમાંથી સ્પોર્ટસ બાઈકનું સર્જન કર્યું છે. પેટ્રોલની ટાંકીથી લઈ પૈડાના ચકકર સુધી પોતાની રીતે ફેરફાર કરી દેશી સ્પોર્ટસ બાઈક બનાવ્યું છે.બાઈકનાં સાયલેન્સરમાં પણ ફેરફાર સાથે તેના અવાજનો બદલાવ કર્યો છે. મોવિયાની ગલીઓમાં પોતાનું ‘મેઈડબાય’ સ્પોર્ટસ બાઈક લઈ કલ્પેશ નિકળે એટલે લોકો અચરજથીજોવા ઉભા રહી જાય. કલ્પેશ સ્પોર્ટસ બાઈકની એવરેજમાં પણ ઘણા પ્રયોગ કરી બાઈકને વધુ એવરેજ આપતું કર્યું છે.

આટલું વાંચ્યા પછી એવું લાગે કે આ છોકરો ભણેલ ગણેલ હશે તો આપને જણાવીએ કે કલ્પેશ માત્ર નવ ધોરણ પાસ છે. પરિવારની આર્થિક પરિસ્થિતિ જોઈ ભણવાનું છોડી કલ્પેશ મીની ટ્રેકટર બનાવતા કારખાનામાં કામે લાગી ગયો જેથી પરિવારને મદદરૂપ પણ થઈ શકાય.

કલ્પેશે પાઈપ અને બેરીંગની મદદથી જુલતી ખુરશી પણ બાવી છે. આરામદાયક ખુરશીમાં બેસી વ્યકિત જુલાની માફક જુલી પણ શકે અને આરામ પણ કરી શકે.

ઉપરાંત ખરી કારીગીરી તેણે સાયકલ બનાવવામાં દાખવી છે. કલ્પેશે બનાવેલી સાયકલ ચેનલેસ છે ચેનની જગ્યાએ પોપ્લર ફીટ કર્યું છે. જેની મદદથી પેડલ વડે સાયકલ ચાલે છે. સાયકલ સાત ફૂટ લંબાઈની છે. આપ્રકારની સાયકલો ખાસ કરીને ફોરેન કંટ્રીમાં જોવા મળે છે. જેમાં બાઈકનાં ટાયરો જોડાયા છે. કલ્પેશની આ સ્વદેશી સાયકલ જોઈ જરૂર અચંબીત થવું પડે. આ સાયકલ બનાવતા કલ્પેશે ભંગારમાંથી પાઈપ ચકકર પતરા શોધી જબરૂ લુહારી કામ કર્યું જરૂર પડેત્યાં વેલ્ડીંગ કામ પણે તે કરી જાણે છે. સાયકલની ડીઝાઈન કડાકૂટ ભરી હતી. છતા હિંમત હાર્યા વગર કલ્પેશે પાંચ મહિનામાં અલગ પ્રકારની સાયકલ બનાવી.

IMG 20201219 WA0148

કલ્પેશ કારખાનામાંથી છૂટી ઘરે પહોચી કંઈક નોખુ કંઈક અનોખું બનાવવામાં લાગી પડે, કલ્પેશનું ઘર અવનવા રમકડાથી ભર્યું છે. આંખોમાં શમણાઓ આંઝી ને એક ભવિષ્યની તલાશમાં રહેતો કલ્પેશ કહે છે કે મારૂ ભણતર માત્ર નવ ચોકડીનું છે. પરંતુ બચપતથી જ ટ્રક, મોટર, ટ્રેકટર વગેરે નિહાળી તેનીપ્રતિકૃતિ બનાવવાની તમન્ના મનમાં ધુમરાયા કરતી, શરૂઆત પુઠાના રમકડાથી કરી અને છેક ચેનલેસ સાયકલ અને સ્પોર્ટસ બાઈક બનાવવા સુધી પહોચ્યો ભણતર ભલે નથી પણ ઈશ્ર્વરની પ્રેરણાથી ગણતર ઘણું છે. ઘણું બધુ બનાવવાની તમન્ના છે.પણ પૈસા વગર શકય નથી જે કંઈ મે બનાવ્યું તે માટે કબાડી બજારમાં ફરી ફરી ને ખરીદવું વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન કર્યું છે.

કલ્પેશ જે કારખાનામાં કામ કરે છે. ત્યાં મીની ટ્રેકટરનું ઉત્પાદન થાય છે. જેમાંતેની આપસુઝ અને સલાહ કામ લાગે છે. કલ્પેશનું સ્વપ્ન છે કે અજય દેવગણની ફિલ્મ ‘ટારઝન ધ વન્ડર કાર’ જેવી કાર મોડીફાય કરવી, પણ એ માટે ખુબ પૈસા જોઈએ ! પણ કલ્પેશ ને શ્રધ્ધા છેકે ઈશ્ર્વરે જ મને પ્રેરણા આપી છે. તો ઈશ્ર્વર દ્વારા જ મદદ મળી રહેશે. તેના સ્વપ્નની કાર બનાવી તેના પરિવાર અને મોવિયાનું નામ રોશન કરવાની કલ્પેશની તમન્ના છે.

IMG 20201219 WA0176

જો કોઈ મોટી કંપનીનું કલ્પેશ તરફ ધ્યાન દોરાય તો આ ‘અભણ એન્જીનીયર’નું સ્વપ્ન જરૂર પૂરૂ થઈ શકે તેની કોઠાસુત્ર ડીગ્રીને પણ શરમાવે તેવી છે.

એક બેકાર યુવાન તેના સ્વપ્નોનું વાવેતર કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજય સરકાર દ્વારા બેકાર યુવાનોને આત્મનિર્ભર બનાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. આ પ્રયત્ન કલ્પેશ સુધી પહોચશે?? કલ્પેશની આવડત અને પ્રતિભાને એ અભ્યાસનું છત્ર મળી રહે અને સરકાર પણ આવા યુવાનોની આપસુઝ અને પ્રતિભાને પ્રોત્સાહિત કરે તો કલ્પેશના સ્વપ્નોનું વાવેતર જરૂર ‘હરીયાળી લીલોતરી’ બની શકે તેમા કોઈ શંકા ને સ્થાન નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.