ઓનલી રિલાયન્સ: દરરોજ એક હજાર ટન ઓકિસજનના ઉત્પાદન માટે સજજ, સરકારને મદદરૂપ થવા કરી રહ્યું છે આ કામ 

0
37

દેશને કોરોનામાંથી ઉગારવા ઔદ્યોગિક એકમો પણ મેદાને; હાલ રિલાયન્સ દરરોજ 700 ટન ઓકિસજનનું ઉત્પાદન કરી જરૂરિયાતમંદ રાજયોને આપે છે; 70 હજાર દર્દીઓને મળે છે લાભ 

દેશને કોરોનાનાં ભરડામાંથી બહાર લાવવા અને હાલ જે ઓક્સિજનની અછતને કારણે દર્દીઓના જીવ જઈ રહ્યા છે તેને રોકવા હવે ઔધોગિક એકમો પણ મેદાને ઉતર્યા છે. કોરોના મહામારીના આ કપરા સમયમાં સરકારને મદદ કરવા રિલાયન્સ હવે ઓક્સિજન ઉત્પાદનની પોતાની ક્ષમતા દરરોજ એક હજાર ટને પહોંચાડવા સજ્જ થયું છે. કોંગ્રેસ દ્વારા અવાર-નવાર રિલાયન્સ પર આક્ષેપો કરવામાં આવતા હતા અને માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૂપિયા મળવાના હેતુથી જ ધમધમતી હોવાના પણ આક્ષેપ કર્યા છે પરંતુ કોઈ કંપની માત્ર પૈસા માટે જ ધમધમતી હોતી નથી અને જરૂર પડયે માનવ સેવા માટે આગળ આવવું જ પડે છે. તેમ રિલાયન્સે સાબિત કરી કોંગ્રેસના આક્ષેપોને જુઠા સાબિત કર્યા છે. જો કોઈ કંપની માત્ર રૂપિયા બનાવવાના ઉદ્દેશ સાથે જ કામ કરતી હોય તો તે લાંબા સમય સુધી હરીફાઈમાં ટકી શકતી નથી તેમજ ખૂબ ટૂંકા સમયમાં વિસર્જન થઈ જાય છે.

જણાવી દઈએ કે, અત્યાર સુધી રિલાયન્સ દ્વારા દરરોજ 700 ટન ઓક્સિજનના પુરવઠાનું ઉત્પાદન થતું હતું જે વધારી હવે એક હજાર ટન થશે અને જરૂરિયાતમંદ રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશને પહોંચાડવામાં આવી રહ્યા છે.

કોવિડ સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસો વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (છઈંક)પોતાની જામનગર રિફાઇનરીમાં પ્રતિ દિવસે 700 ટનથી વધારે ઓક્સિજનનું ઉત્પાદન કરી રાજ્ય સરકારોને આપી રહી છે. આ ઓક્સિજન કોવિડ-19થી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યોમાં મફત આપવામાં આવી રહ્યો છે.

કંપનીની જામનગર  સ્થિત રિફાઇનરીએ શરૂઆતમાં 100 ટનનો ઓક્સિજનનો પુરવઠો ઉત્પાદિત થતો હતો. જેને પછી વધારીને 700 ટન કરવામાં આવ્યો અને હવે 1000 ટને લઈ જવાશે. કોરોના સંક્રમણના મોટા ખતરાથી ઝઝુમી રહેલા ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ જેવા રાજ્યોને કરવામાં આવી રહેલી ઓક્સિજનની આપૂર્તિથી પ્રતિ દિવસ 70,000થી વધુ દર્દીઓને લાભ મળી રહ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here