Abtak Media Google News

અત્યારે તો સાયબર ક્રિમિનલો માટે આધાર તે ‘સીટીંગ ડક’ અર્થાત, આસાન શિકાર છે

સુરક્ષા અને પ્રાઈવસી મળશે તો જ ‘આધાર’ મજબૂત બની શકશે. કેમકે ‘આધાર’ને સુરક્ષા અને પ્રાઈવસીના આધારની જ જરૂર પડી છે.

વર્લ્ડ પ્રાઈવસી ફોરમના ડાયરેકટર પામ ડિકસને એક અભ્યાસાત્મક અહેવાલમા ગત ઓગષ્ટમાં જ આધાર કાર્ડ સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જનતાની અંગત માહિતીની સુરક્ષા અને પ્રાઈવસી અંગે ગંભીર ચિંતા વ્યકત કરી હતી.

જો કે પામના અહેવાલમાં આધાર કાર્ડ અનિવાર્ય કરવા સામે હરગીઝ સવાલ ઉઠાવવામાં આવ્યા નથી તેમણે આધાર કાર્ડની સીસ્ટમ નાબૂદ કરવાની પણ ભલામણ કરી નથી. જો કે તેમા સ્પષ્ટ માગ કરાઈ છે. કે બાયોમેટ્રિકસ આધારિત આધાર કાર્ડની વિગતો લીક થઈ જાય તે ઓનલાઈન કોઈ પણ જોઈ શકે તે હરગીઝ પાલવે તેમ નથી આનાથી તો સાઈબર ક્રાઈમ ઘટવાના બદલે વધશે. આનાથી તો સાયબર ક્રિમિનલો ને ઉલટાનું મોકળુ મેદાન મળી જશે.

અન્ય એક લોકલ રીસર્ચર એસ.અનંથે જણાવ્યું કે આધાર તે સાયબર ક્રિમિનલો માટે ‘સીટિંગ ડક’ એટલે કે આસાન શિકાર છે. આ પરિસ્થિતિમાં સુરક્ષા અને પ્રાઈવસી મળશે તો જ ‘આધાર’ મજબુત બની શકશે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.

અત્યારે તો એવું છે કે આધાર નંબર પરથી ઓનલાઈન જોઈ શકાય છે. કે કાર્ડ ધારક કેટલી બેંકો સાથે લિંક અપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.